નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન જુની શરત ગણવા તથા ખેડૂત ખરાઇ માટે રેકર્ડ ધ્યાને ન લેવા બાબતે તા.૦૮/૦૪/૨૦૨૫ના નિર્ણય સંદર્ભમાં માર્ગદર્શન બાબત.
Tuesday, November 25, 2025
New
નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન જુની શરત ગણવા તથા ખેડૂત ખરાઇ માટે રેકર્ડ ધ્યાને ન લેવા બાબતે તા.૦૮/૦૪/૨૦૨૫ના નિર્ણય સંદર્ભમાં માર્ગદર્શન બાબત.
ઠરાવ ક્રમાંક: ગણત/૧૦૨૦૨૫/૩૬૦/ઝ મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર. તા.૧૮/૧૧/૨૦૨૫.
સંદર્ભ :
(૧)મહેસૂલ વિભાગનો તા.૦૮/૦૪/૨૦૨૫નો ઠરાવ ક્રમાંક:નશજ/૧૦૨૦૨૫/૫૬૬/જ
(૨)મહેસૂલ વિભાગનો તા.૦૮/૦૪/૨૦૨૫નો સુધારા ઠરાવ ક્રમાંક: ગણત/૧૦૨૦૨૨/૫૯/ઝ
(૩)મહેસૂલ વિભાગનો તા.૦૮/૦૪/૨૦૨૫નો પરિપત્ર ક્રમાંક:બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક
(૪)મહેસૂલ વિભાગનો તા.૦૮/૦૪/૨૦૨૫નો પરિપત્ર ક્રમાંક:જમન/૧૦૨૦૨૫/૪૬૨/ક
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, મહેસૂલ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૫ના રોજ નવી શરત/પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન જુની શરત ગણવા, ખેડૂત ખરાઇ માટે અમુક સમયગાળાથી અગાઉનો રેકર્ડ ધ્યાને ન લેવા તથા મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબ્જેદારનું પ્રમાણપત્ર (RTLOC) બાબતે થયેલ સંદર્ભદર્શિત ઠરાવો/પરિપત્રો સંદર્ભે તમામ કલેક્ટરશ્રીઓ સાથે થયેલ ચર્ચા દરમ્યાન સદરહું ઠરાવો/પરિપત્રોના સંદર્ભે સુચનો/ માર્ગદર્શનના મુદ્દા રજુ કરવા નિર્ણય થતાં જુદા-જુદા કલેક્ટરશ્રીઓએ અલગ-અલગ મુદ્દાઓ પરત્વે સ્પષ્ટતા થવા સુચનો/માર્ગદર્શનની બાબતો મોકલી આપેલ હતી. જેના અનુસંધાને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના મુદ્દાઓ અને તેની સામે જે તે મુદ્દા સંદર્ભેની સ્પષ્ટતા સાથેનું માર્ગદર્શન આપેલ છે.
1. માર્ગદર્શનનો મુદ્દો
ગણોતધારાની કલમ-૬૩, ૬3AA, જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૬ અને શુધ્ધબુધ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રિમીયમની દરખાસ્તમાં ખેડૂત ઠરાવ| લાગુ પાડવાનો રહે કે કેમ? એટલે કે આ દરખાસ્તોમાં ખેડૂત ખરાઇ માટે ૨૫ વર્ષ અગાઉનુ રેકર્ડ ચકાસવાનુ રહે કે કેમ ?
1. માર્ગદર્શન
એકસુત્રતા લાવવા ઉક્ત ઠરાવ/ પરિપત્રની જોગવાઇઓ અન્ય સુસંગત બાબતો જેવી કે ગણોતધારાની કલમ-૬૩ તથા કલમ-૬૩ AA અને કલમ-૬૩ AD માં તથા શુધ્ધબુધ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રિમીયમની અરજીઓમાં પણ લાગુ પાડવાની રહેશે.
(સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટેના ગણોતધારામાં પણ ઉક્ત કલમો મુજબની લાગુ પડતી કલમો ધ્યાને લેવી)
2. માર્ગદર્શનનો મુદ્દો
ધોલેરા તથા માંડલ-SIR માં પ્રિમીયમની અરજી નો કઇ રીતે નિકાલ કરવો, Statue of Unity Area Development and Tourism Governance Authority (SOUADTGA) ની જોગવાઇઓ હેઠળ નવી શરતની જમીનોનું પ્રિમિયમ લેવાનું થાય કે કેમ?
2. માર્ગદર્શન
ગુજરાત રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિકાસ સત્તા મંડળો તથા જામનગર, ભાવનગર અને જુનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સિવાયના રાજ્યના તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રીત સત્તા પ્રકારની તમામ જમીનો ઠરાવની તારીખથી જુની શરતની ગણવાની રહેશે.
3. માર્ગદર્શનનો મુદ્દો
માલધારી વસાહત યોજના હેઠળની નવી શરતની જમીનમાં વિભાગના તા.૧૮/૧૨/૨૦૦૪ના ઠરાવની જોગવાઇ (પ્રિમીયમ વસુલ લઇ જુની શરતમાં ફેરવવાની) લાગુ પાડવાની કે કેમ?
3. માર્ગદર્શન
તા.૦૮/૦૪/૨૦૨૫નો ઠરાવ ખેતીની જમીન બાબતે હોવાથી ખેતીના હેતુ ફાળવેલ જમીનોમાં ઠરાવની જોગવાઇ લાગુ પાડવાની રહેશે.
4. માર્ગદર્શનનો મુદ્દો
ડાંગ જિલ્લામાં રક્ષિત વનમાં ખેડાતી જમીનોને વન વિસ્તારમાંથી મુક્ત કરી મહેસુલ વિભાગ હસ્તક મુકી ડાંગીઓને તા.૦૧.૦૧.૧૯૭૦ ના રોજ તેમને ખરેખર કબજામાં હોય તેવી જમીનો કબજાકિંમત ભરપાઇ કરાવ્યા વિના કબજાહક્કથી કાયમી ધોરણે આપવામાં આવેલ છે. તો સંદર્ભિત ઠરાવ મુજબ અત્રેના ડાંગ જિલ્લાની સદર જમીનો ઠરાવની તારીખથી જુની શરત ગણાશે કે કેમ?
4. માર્ગદર્શન
મહેસૂલી રેકર્ડ મુજબ કબ્જેદાર દાખલ થયેલ હોય તેવી જમીનોના કિસ્સામાં સરકારશ્રીનો હક્ક-હિત પુરવાર થતો ન હોય તો અન્ય નીતિ/કાયદા/ઠરાવો ને આધિન ઉક્ત તા.૦૮/૦૪/૨૦૨૫ના ઠરાવની જોગવાઇ લાગુ પાડવાની રહેશે.
5. માર્ગદર્શનનો મુદ્દો
નવી અને અવિભાજ્ય શરતની, ગણોતધારા હેઠળની પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન પૂર્વ પરવાનગી વિના વેચાણ થઇ શકે નહિ અને ભૂતકાળમાં પરવાનગી વિના વેચાણ થયેલ છે અને શરતભંગની કાર્યવાહી થયેલ નથી ત્યારે વિભાગના તા.૧૭/૦૩/૨૦૧૭ ના શુધ્ધબુધ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રિમીયમ વસુલ લઇ શરતફેર કરવામાં આવે છે આ કિસ્સાઓમાં શરતભંગની કાર્યવાહી શરૂ કરવી કે કેમ? તથા તા.૦૮/૦૪/૨૦૨૫ના રોજ પડતર અથવા ત્યારબાદ મળેલ નવી અરજીઓમાં પ્રિમીયમ વસુલવુ કે કેમ ?
5. માર્ગદર્શન
મહેસૂલ વિભાગના તા.૧૭/૦૩/૨૦૧૭ના પરિપત્ર ક્રમાંક: ગણત/૩૦૧૬/૨૧૩૫/ઝ ની સુચનાઓ અનુસરી શરતભંગની કાર્યવાઈ કરવાની રહેશે નહિ તેમજ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૫ના ઠરાવથી જુની શરત થતી જમીનોમાં જમીન જુની શરત જાહેર થવાથી પ્રિમીયમ વસુલવાનું રહેશે નહિ.
About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment