સ્થાવર મિલકતનો પટ્ટો (લીઝ)રજિસ્ટર કરેલા લખાણથી જ આપી શકાય છે.
સ્થાવર મિલક્તનો પટ્ટો, પટ્ટેદાર, પટ્ટો આપવો, પટ્ટો લેવો વગેરેનાં સવિશેષ અર્થઘટનો છે. મિલકત અધિનિયમની વિવિધ કલમો અનુસાર સ્થાવર મિલક્તનો પટ્ટો (lcase) એટલે, તબદિલીથી મેળવનારે તબદિલ કરનારને ચૂકવેલી અથવા આપવાનું વચન આપેલી કિંમતના અથવા નિયત મુદતે કે નિર્દિષ્ટ પ્રસંગે તેણે આપવાની રકમ, પાકના હિસ્સા, સેવા અથવા બીજી કોઈ કિંમતી વસ્તુના અવેજ બદલ વ્યક્ત અથવા ગર્ભિત રીતે ચોકકસ સમય માટે અથવા કાયમ માટે થયેલી અને તબદિલીથી મેળવનારે એવી બંધણીઓ સાથે સ્વીકારેલી તબદિલી. કલમ-૧૦૫ માં પટ્ટાની આ વ્યાખ્યા કરવામાં આવેલી છે.
પટ્ટે આપનાર, પહેદાર, પ્રીમિયમ અને ભાડાની વ્યાખ્યાઃ તબદિલ કરનાર પહે આપનાર કહેવાય છે. તબદિલીથી મેળવનાર પહેદાર કહેવાય છે. ચૂકવવાની કિંમત પ્રીમિયમ કહેવાય છે અને એ રીતે આપવાની રકમ, હિસ્સો, સેવા અથવા બીજી વસ્તુ ભાડું કહેવાય છે. કલમ-૧૦૬ માં લેખિત કરાર અથવા સ્થાનિક પ્રથાની ગેરહાજરીમાં કેટલાક પટ્ટાઓની મુદત :
(૧) વિરુદ્ધનો કોઈ કરાર અથવા સ્થાનિક કાયદો કે પ્રથા ન હોય તો ખેતીના અથવા માલ ઉત્પાદનના હેતુ માટેનો સ્થાવર મિલક્તનો પટ્ટો વરસ- વરસનો પટ્ટો છે એમ ગણાશે અને પહે આપનાર કે પટ્ટેદાર બેમાંથી કોઈ એક તરફથી છ મહિનાની નોટિસ આપી તે સમાપ્ત કરી શકાશે. અન્ય કોઈ હેતુ માટેનો સ્થાવર મિલક્તનો પટ્ટો મહિનાથી મહિનાનો પટ્ટો છે એમ ગણાશે અને પહે આપનાર કે પટ્ટેદાર બેમાંથી કોઈ એક તરફથી પંદર દિવસની નોટિસ આપી તે સમાપ્ત કરી શકાશે.
(૨) જે તે વખતમાં અમલ હોય તેવા કોઈપણ અન્ય કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતાં પેટા-કલમ(૧)માં જણાવેલ મુદત નોટિસ સ્વીકાર્યાની તારીખથી શરૂ થયેલ ગણાશે.
(૩) પેટા-કલમ (૧)માં જણાવેલી મુદત સમાપ્ત થઈ ગયા પછી કોઈ દાવો કે અન્ય કાર્યવાહી કરાય ત્યારે તે પેટા-કલમ અન્વયે જણાવેલ મુદત કરતાં તેમાં ઉલ્લેખવામાં આવેલી મુદત ઓછી હોવાના એક માત્ર કારણથી જ પેટા-કલમ(૧) અન્વયેની નોટિસ ગેરકાયદે ગણાશે નહીં.
(૪) પેટા-કલમ (૧) અન્વયેની દરેક નોટિસ લેખિતમાં હોવી જોઈશે, તે નોટિસ આપનાર દ્વારા અથવા તેના વતી આપનાર કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિ દ્વારા સહી કરેલી હોવી જોઈશે. તે નોટિસ દ્વારા જે વ્યક્તિને બંધનકર્તા બનાવવાનો ઇરાદો હોય તેને આવી નોટિસ ટપાલથી અથવા રૂબરૂમાં તેને અથવા તેના રહેઠાણ ઉપર રહેતા તેના કુટુંબીજનોમાંથી કોઈને અથવા તેના નોકરને તેના રહેઠાણ ઉપર આપવી જોઈશે. અથવા (અગર તે પ્રમાણે પહોંચાડવું કે સોંપવું શક્ય ન હોય ત્યારે) તે તેના રહેઠાણ ઉપરની મિલક્ત ઉપર દેખાઈ આવે તેવા ભાગ ઉપર ચોંટાડવાની રહેશે.
કલમ-૧૦૭ માં પટ્ટો કેવી રીતે કરી આપી શકાય : વરસ વરસનો, અથવા એક વર્ષથી વધુ મુદતનો અથવા જેનું વાર્ષિક ભાડું ઠરાવ્યું હોય તેવો સ્થાવર મિલકતનો પટ્ટો રજિસ્ટર કરેલા લખાણથી જ કરી આપી શકાશે.
સ્થાવર મિલકતના અન્ય પટ્ટાઓ રજિસ્ટર કરેલા લખાણથી અથવા મૌખિક કરાર સાથે કબજો સોંપીને કરી આપી શકાશે. સ્થાવર મિલકતનો પટ્ટો રજિસ્ટર કરેલા લખાણથી કરી આપવામાં આવ્યો હોય ત્યારે, તે લખાણ અથવા એકથી વધુ લખાણો હોય ત્યારે, એવું દરેક લખાણ પટ્ટે આપનાર અને પહેદાર બંનેએ કરી આપવું જોઈશે :
પરંતુ રાજ્ય સરકાર, વખતો વખત રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને આદેશ કરી શકશે કે વરસ-વરસના અથવા એક વર્ષથી વધુ મુદતના અથવા જેનું વાર્ષિક ભાડું ઠરાવ્યું હોય એવા પટ્ટા સિવાયના સ્થાવર મિલક્તના પટ્ટા અથવા એવા કોઈ વર્ગના પટ્ટા રજિસ્ટર કર્યા વગરના લખાણથી અથવા કબજો સોંપ્યા વિના મૌખિક કરારથી કરી શકાશે.
ક્લમ-૧૦૮ પટ્ટે આપનાર અને પહેદારના હક અને તેમની જવાબદારીઓ વિષે છે. વિરુદ્ધમાં કોઈ કરાર અથવા સ્થાનિક પ્રથા ન હોય તો પહે આપનારને અને પટ્ટેદારને એકબીજા સાથે સંબંધ હોય ત્યાં સુધી અનુક્રમે આ નીચેના નિયમોમાં અથવા તેમાંથી પટ્ટે આપેલી મિલકતને લાગુ પડતા હોય તે નિયમોમાં જણાવેલા હક છે અને તેમાં જણાવેલી જવાબદારીઓને તે આધીન છે :-
(ક) ભાડેપટ્ટો આપનારનો હક અને તેની જવાબદારીઓઃ જેની પટ્ટે આપનારની જાણ હોય પણ પટ્ટેદાર સાધારણ કાળજીથી જે શોધી શકે નહિ એવી તે મિલકતના ઉર્દિષ્ટ ઉપયોગના સંદર્ભમાં તેમાં કોઈ મહત્ત્વની ખામી હોય તો પહેદારને જણાવી દેવા પહે આપનાર બંધાયેલ છે; (ખ) પહેદારની માગણી ઉપરથી તેને મિલકતનો કબજો આપવા પહે આપનાર બંધાયેલ છે;
(ખ) પટ્ટે આપનારે પટ્ટેદાર સાથે એવો કરાર કર્યો ગણાશે કે પટ્ટાનું ઠરાવેલું ભાડું પહેદાર ચૂકવે અને તેને બંધનકર્તા કરારોનું પાલન કરે તો પટ્ટાની મુદત દરમિયાન તે વિના હરકતે મિલકત ધરાવી શકશે;
(ગ) પટ્ટેદારના હક અને જવાબદારીઓ પટ્ટો ચાલુ હોય તે દરમિયાન મિલક્તમાં કંઈ અનુવૃદ્ધિ થાય તો એવી અનુવૃદ્ધિનો (તે સમયે અમલમાં હોય તેવા ભાડાની જમીન સંબંધી કાયદાને અધીન રહીને) પટ્ટામાં સમાવેશ થાય છે એમ ગણાશે;
(ઘ) આગથી વાવાઝોડાથી કે પૂરથી અથવા કોઈ લશ્કર કે ટોળાએ કરેલી હિંસાથી અથવા કોઈ ખાળી શકાય નહિ એવા બળથી, મિલકતનો કોઈ મહત્ત્વનો ભાગ પૂરેપૂરો નાશ પામે અથવા જેહેતુ માટે તે પટ્ટો આપ્યો હોય તે માટે મહદંશે અને કાયમને માટે નકામો બને ત્યારે પહેદાર ઈચ્છે તો પટ્ટો રદ થશે : પરંતુ પટ્ટેદારના ગેરકાયદે કૃત્યથી અથવા કસૂરથી નુકસાન થયું હોય તો આ જોગવાઈનો ફાયદો ઉઠાવવા તે હકદાર થશે નહિ;
(ચ) પટ્ટે આપનાર મિલક્તમાં જે મરામત કરવા બંધાયેલ હોય તેવી મરામત નોટિસ આપ્યા પછી વાજબી સમયમાં કરાવી લેવામાં તે ગફલત કરે, તો પહેદાર પોતે એવી મરામત કરી શકશે અને તેનું ખર્ચ વ્યાજ સાથે ભાડામાંથી કાપી લઈ શકશે, અથવા અન્યથા પટ્ટે રાખનાર પાસેથી વસૂલ કરી શકશે;
(છ) પોતે જે રકમ ચૂકવવા બંધાયેલ હોય અને જે ચૂકવવામાં ન આવે તો પહેદાર પાસેથી અથવા મિલક્તમાંથી વસૂલ થવાને પાત્ર હોય તેવી રકમ ચૂકવવા પહે આપનાર ગફલત કરે તો પહેદાર પોતે તે રકમ ચૂકવી શકશે, અને તે રકમ વ્યાજ સાથે કાપી લઈ શકશે, અથવા અન્યથા પહે આપનાર પાસેથી વસૂલ કરી શકશે;
(જ) પટ્ટો સમાપ્ત થયા પછી પણ પહે રાખેલી મિલકત પોતાના કબજામાં હોય ત્યાં સુધી પટ્ટેદાર ગમે તે સમયે પોતે જમીન સાથે જોડેલી હોય તેવી તમામ વસ્તુઓ હટાવી શકશે, પણ પાછળથી તે એ પ્રમાણે કરી શકશે નહિ:
(ઝ) પહેદારની કસૂર સિવાયના કોઈ કારણે કોઈ અચોક્કસ મુદતનો પટ્ટો સમાપ્ત થાય ત્યારે પહેદારે તે મિલકત ઉપર કંઈ રાખ્યું હોય કે વાવ્યું હોય અને પટ્ટો સમાપ્ત થતી વખતે તે મોલ ઊભો હોય તો એવા મોલ માટે તેમજ તે લણવા અને લઈ જવા માટે તે મિલક્તમાં છૂટથી આવવા જવાનો પટ્ટેદારને અથવા તેના કાયદેસરના પ્રતિનિધિને હક છે;
(2) પહેદાર મિલક્તમાંનું પોતાનું પૂરેપૂરું હિત અથવા તેનો કોઈ ભાગ સંપૂર્ણપણે અથવા ગીરો મૂકીને અથવા પટ્ટે આપીને તબદિલ કરી શકશે અને એવું હિત કે તેનો કોઈ ભાગ તબદિલીથી મેળવનાર, તેને ફરીથી તબદિલ કરી શકશે, એવી તબદિલી થવાને કારણે જ પટ્ટે આપનાર પટ્ટા સાથે સંલગ્ન કોઈપણ જવાબદારીમાંથી મુક્ત થશે નહિ; તબદિલ કરી શકાય નહિ તેવો કબજાહક પરાવતા ગણોતિયાને, જે એસ્ટેટ અંગે મહેસુલ ભરવામાં કસૂર થઈ હોય તે એસ્ટેટના ફાર્મરને અથવા વાલી ન્યાયાલયના વહીવટ હેઠળની એસ્ટેટના પટ્ટેદારને, એવા ગણોતિયા, ફાર્મર અથવા પટ્ટેદાર તરીકે પોતાનું હિત બીજાને નામ ફેર કરી આપવાનો આ ખંડના કોઈપણ મજકૂર થી અધિકાર મળે છે એમ ગણાશે નહિ; (ઠ) પોતે જે હિત પટ્ટેથી લેવાનો હોય તે કેવા પ્રકારનું છે અને કેટલું છે તે વિષે અને જેથી એવા હિતમાં સારો એવો વધારો થતો હોય એવી જે હકીકત પટ્ટદાર જાણતો હોય પણ પટ્ટે આપનાર તે જાણતો ન હોય તે હકીકત પટ્ટે આપનારને જણાવી દેવા તે બંધાયેલ છે;
(ડ) યોગ્ય સમયે અને સ્થળે પટ્ટો આપનારને અથવા તેના વતી તેના એજન્ટને પ્રીમિયમ અથવા ભાડું ચૂકવવા અથવા ભરવા પટ્ટેદાર બંધાયેલ છે;
(ઢ) વાજબી ઘસારાથી અથવા ખાળી ન શકાય એવા બળથી થતા ફેરફારો સિવાય, પહેદારને મિલક્તનો કબજો મળ્યો હોય તે સમયે તે જેવી સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં તેને રાખવા અને પટ્ટો સમાપ્ત થતાં તે જ સ્થિતિમાં પાછી સોંપવા અને પટ્ટાની મુદત દરમિયાન તમામ વાજબી સમયે પટ્ટે આપનારને અને તેના એજન્ટોને તે મિલકત ઉપર પ્રવેશવા દેવા અને તેની સ્થિતિ તપાસવા દેવા અને તેની સ્થિતિમાં કાંઈ ખામી હોય તો તે અંગેની નોટિસ આપવા અથવા મૂકી જવા દેવા માટે પહેદાર બંધાયેલ છે અને પહેદારના અથવા તેના નોકરોના કે એજન્ટોના કોઈ કૃત્યથી અથવા કસૂરથી એવી ખામી થવા પામી હોય એવી નોટિસ આપવામાં આવે કે મૂકી જવામાં આવે ત્યારથી ત્રણ મહિનાની અંદર તે ખામી સુધારી લેવા તે બંધાયેલ છે;
(ણ) મિલકત અથવા તેનો કોઈ ભાગ પાછો મેળવવા માટેની કોઈ કાર્યવાહીની અથવા તે મિલકત સંબંધી પટ્ટે આપનારના હકો ઉપર થયેલા કોઈ દબાણની અથવા તેમાં થયેલા કોઈ હસ્તક્ષેપની પટ્ટેદારને જાણ થાય તો વાજબી ખંત દાખવીને પટ્ટે આપનારને તેની જાણ ફરવા તે બંધાયેલ છે;
(ત) કોઈ સમજદાર વ્યકિત તે મિલકત અને તેનું (હોય તે) ઉત્પન્ન પોતાની માલિકીનું હોય અને તેનો જે રીતે ઉપયોગ કરે એ રીતે પટ્ટેદાર તેનો ઉપયોગ કરી શકશે; પણ જે હેતુ માટે મિલકત પદે આપવામાં આવી હોય સિવાયના કોઈ હેતુ માટે તેણે તેનો ઉપયોગ કરવો નહિ, અથવા બીજાને કરવા દેવો નહિ, અથવા ઈમારતી લાકડું પાડવું કે વેચવું નહિ, પટ્ટે આપનારની માલિકીનાં મકાનો પાડી નાંખવા નહિ કે તેમને નુકસાન કરવું નહિ, અથવા તે તે પટ્ટો આપતી વેળા ખુલ્લી ન હોય એવી પથ્થરની અથવા બીજી ખાણો ખોદવી નહિ અથવા તે મિલકતનો નાશ કરે અથવા તેને કાયમી નુકસાન કરે તેવું બીજું કંઈ કરવું નહિ;
(થ) પટ્ટે આપનારની સંમતિ વિના તેણે તે મિલકત ઉપર, ખેતી સિવાયના, કોઈ હેતુ માટે કોઈ કાયમી બાંધકામ કરવું નહિ;
(દ) પટ્ટો સમાપ્ત થાય એટલે તે મિલકતનો કબજો પટ્ટે આપનારને સોંપી દેવા પટ્ટેદાર બંધાયેલ છે.

No comments:
Post a Comment