જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર (સાટાખત), સોગંદનામું વિગેરે ટાઈટલ નિહિત કરતાં નથી - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Sunday, March 15, 2026

જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર (સાટાખત), સોગંદનામું વિગેરે ટાઈટલ નિહિત કરતાં નથી

જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર (સાટાખત), સોગંદનામું વિગેરે ટાઈટલ નિહિત કરતાં નથી.

માનનીય સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત સિદ્ધાંતો ટાંકીને ઠરાવ્યું હતું કે, જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર વિગેરે માલિકી ફેરખતો નથી.

સ્થાવર મિલકત પરત્વેના ટાઈટલની જાહેરાતના દાવામાં વાદીએ પોતાનો દાવો જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર, સોગંદનામા વિગેરે ઉપર આધારિત કર્યો હતો, કે જેને નીચલી કોર્ટોએ માન્યતા આપી હતી. પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત સિદ્ધાંતો ટાંકીને ઠરાવ્યું હતું કે, જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર વિગેરે માલિકી ફેરખતો નથી. મિલકત તબદીલી અધિનિયમની કલમ ૫૪ હેઠળ સ્થાવર મિલકતમાં રહેલ માલિકીહક્ક માત્ર યોગ્ય રીતે સ્ટેમ્પ કરાયેલ તેમજ નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થકી જ તબદીલ થઈ શકે. સ્થાવર મિલકતનો વેચાણ કરાર (સાટાખત) પોતે જ મિલકતમાં કોઈ હક્ક, ટાઈટલ કે હિતનું સર્જન કરતો નથી. તે માત્ર કરારના વિશિષ્ટ પાલનની દાદ માગવાનો અધિકાર આપે છે. વળી, જનરલ પાવર ઓફ એટર્ની માત્ર એજન્સીનું સર્જન કરે છે અને તે ટાઈટલ તબદીલ કરતો નથી.

સંદર્ભઃ રમેશ ચંદ તેના વારસો થકી વિ. સુરેશ ચંદ

સુપ્રીમ કોર્ટ - સપ્ટેમ્બર ૨૦૨૫

જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર (સાટાખત), સોગંદનામું વિગેરે ટાઈટલ નિહિત કરતાં નથી


No comments: