ખેતીની જમીનોમાં વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત, મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી પુન:વહેચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્ય પધ્ધતિ બાબત.
ગુજરાત સરકાર પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૦૬/૧૦૧૭/૪ (પાર્ટ-૧)
e-file: RD/PRM/e-file/15/2025/3309/J
વંચાણમાં લીધા:-
(૧) મ.વિ.ના પરિપત્ર ક્રમાંક: આર.ટી.એસ-૧૦૨૦૧૬/૧૦૧૭/૪, તા.૭/૧૦/૬૬
(૨) મ.વિ.ના ઠરાવ ક્રમાંક: હકપ-૧૦૭૯-૩૪-જ તા.૧૦/૧૨/૭૯
(3) મ.વિ.ના પરિપત્ર ક્રમાંક: હકપ-૧૦૮૩-૨૫૨-૪, તા.૫/૪/૮૩
(૪) મ.વિ.ના પરિપત્ર ક્રમાંક: હકપ-૧૦૮૩-૨૫૨-૪, તા.૨/૪/૮૫
(૫) મ.વિ.ના પરિપત્ર ક્રમાંક: હકપ-૧૦૮૭-૧૧-૪, તા.૧૫/૧૦/CE
(5) મ.વિ.ના પરિપત્ર ક્રમાંક: હકપ-૧૦૨૦૧૬-૧૦૧૭-૪, તા.૧૪/૩/૨૦૧૬
(૭) મ.વિ.ના પરિપત્ર ક્રમાંક: હકપ/૧૦૨૦૧૬/૧૦૧૭/૪,તા.૧૭/૧૦/૨૦૧૭
(૮) મ.વિ.ના પરિપત્ર ક્રમાંક: હકપ/૧૦૨૦૧૬/૧૦૧૭/૪,તા.૧૩/૦૯/૨૦૨૨
પ્રસ્તાવના :
રાજ્યમાં વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત ખેતીની જમીનોમાંથી હાક ઉઠાવવો, વહેંચણી કરવી, પુન:વહેંચણી કરવી, હયાતીમાં હક્ક દાખલ કરવા બાબતેની કાર્યપધ્ધતિ અંગે મહેસૂલ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ(૬) થી (૮) માં દર્શાવેલ પરિપત્રોથી સૂચનાઓ આપવામાં આવેલ, તે અગાઉ પણ ઉપર વંચાણે લીધેલ ક્રમ (૧) થી (૫) ના ઠરાવ/પરિપત્રથી ખેતીની જમીનમાં કૌટુંબિક વહેંચણી અંગે સૂચનાઓ આપવામાં આવેલ. ત્યારબાદ ખેડૂત ખાતેદારો તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો થયેલ છે. રાજ્ય સરકાર લોકાભિમુખ વહીવટ માટે પ્રતિબધ્ધ હોઇ અને પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કટીબધ્ધ હોઇ, રાજ્યમાં ઉક્ત બાબતે એકસૂત્રતા જળવાય તેવી કાર્યવાહી અનુસરવા નિર્ધાર કરેલ છે. ખેડૂતોના ખેતીની જમીન ઉપરના હક્કને સુરક્ષિત કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આથી, તમામ સ્થાયી સૂચનાઓ વિવિધ અધિનિયમોની જોગવાઈઓ ધ્યાને રાખી સરકાર સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય અને પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર થાય તથા ખેડૂતોના ખેતીની જમીન ઉપરના હક્ક સુરક્ષિત રહે તે ધ્યાને રાખીને વડીલોપાર્જિત, સ્વ.પાર્જિત ખેતીની જમીનમાંથી સીધી લીટીના વારસદારો વચ્ચે હક્ક કમી/હક્ક ઉઠાવવા, હયાતીમાં નામ/હક્ક દાખલ કરવા, તથા વહેંચણી અંગેની બાબતો પરત્વે નવેસરથી સૂચનાઓ બહાર પાડવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.
પ રિ પ ત્ર :-
1. ઉક્ત હકીકતે હકક પત્રકમાં નોંધો પ્રમાણિત કરવા તમામ મહેસુલી અધિકારીઓને THE HINDU SUCCESSION ACT, 1956 THE SCHEDULE(See Section-8) HEIRS IN CLASS I AND CLASS ॥ હેઠરના વારસો બાબત નીચે મુજબની સુચનાઓનો અમલ કરવા આથી જણાવવામાં આવે છે.
ખેતીની જમીનની કોટુંબીક વહેંચણી અન્વયે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહે છે :
[1] હક્ક કમી /ઉઠાવવા અંગે :
વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુક્ત કબજેદારો પૈકીના કોઇ એક અથવા વધુ વારસો પ્રેમરણ જનાર મુળ ખાતેદારના CLASS-અથવા CLASS-1 ના એક પણ વારસ હયાત ન હોય તો CLASS-1 પ્રકારના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવો.
મિલકત પ્રકાર :- ખેતીની જમીન
સ્ટેમ્પ ડયુટીની વિગત:- પ્રત્યેક હક્ક ઉઠાવવા/કમીના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી.
[2] હયાતીમાં નામ /હકક દાખલ કરવા અંગે.
૧. જો CLASS વારસો હયાત હોય તો તે પૈકીના એક ચા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં
મિલકત પ્રકાર :- ખેતીની જમીન
સ્ટેમ્પ ડયુટીની વિગત:- પ્રત્યેક હયાતીમાં હકક દાખલના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી.
૨. જો CLASS-1 ના એક પણ વારસ હયાત ન હોય તો CLASS-II ના હયાત પૈકીના એક યા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં
મિલકત પ્રકાર :- ખેતીની જમીન
સ્ટેમ્પ ડયુટીની વિગત:- પ્રત્યેક હયાતીમાં હકક દાખલના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી.
[3] વહેંચણી અંગે.
૧. સમયના ક્રમાનુસાર એક થા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અન્વયે દાખલ થયેલા સંયુક્ત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબડકે વહેચણી કરવામાં આવે (આવી વારસાઇથી CLASS-1 અથવા CLASS ની હયાતી ન હોય ત્યારે CLASS-1 વારસો દાખલ થયેલ હોઇ શકે)
મિલકત પ્રકાર :- ખેતીની જમીન
સ્ટેમ્પ ડયુટીની વિગત:- પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.300/-સ્ટેમ્પ ડયુટી.
૨. સદર સુધારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ની કલમ-૯ હેઠળ સરકારશ્રીને મળેલ સત્તાની રૂએ તથા સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે.
3. સદર બાબતે મહેસૂલ વિભાગના પરામર્શ સિવાય કોઇ સૂચના/માર્ગદર્શન જાહેર નહીં કરવા અને આ પરિપત્રની સૂચનાઓનો થથારૂપ અમલ થાય તે સુનિશ્વિત કરવા દરેક જિલ્લા કલેકટરશ્રીઓને સૂચિત કરવામાં આવે છે.

No comments:
Post a Comment