સ્થાવર મિલકતના વેચાણકરારમાં તેનો કબજો સામેલ જ હોય છે - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Sunday, March 15, 2026

સ્થાવર મિલકતના વેચાણકરારમાં તેનો કબજો સામેલ જ હોય છે

 સ્થાવર મિલકતના વેચાણકરારમાં તેનો કબજો સામેલ જ હોય છે.

સ્થાવર મિલકતના વેચાણકરારમાં તેનો કબજો સામેલ જ હોય છે

વિશિષ્ટ પાલનના દાવામાં ટ્રાયલ કોર્ટે હુકમનામું કર્યું હતું અને અપીલકર્તાને દાવાવાળી જમીનનો કબજો બચાવકર્તાને સોંપવાની સૂચના આપી હતી અને એપેલેટ કોર્ટે તેને બહાલી આપી હતી. કથિત હુકમને બીજી અપીલમાં પડકારવામાં આવ્યો હતો, તે અપીલકર્તાની રજૂઆતના આધારે કે કબજાની સોંપણીના સંબંધમાં કથિત કરારમાં વિશેષ શરતરૂપી બોલીનો અભાવ હોઈ, વિશિષ્ટ પાલનનું હુકમનામું મંજૂર કરતી વખતે પણ કોર્ટ બચાવકર્તાને દાવાવાળી જમીનના કબજાની સોંપણીની સૂચના આપી શકી ન હોત. ઠરાવવામાં આવ્યું હતું કે, જ્યારે પક્ષકારો વેચાણનો કરાર કરે છે ત્યારે સ્થાવર મિલકત કે જે કરારની વિષયવસ્તુ છે તેનો કબજો તેમાં સામેલ હોય છે અને તે વેચાણકર્તા કે જે આવા કરારનો પક્ષકાર છે તેના પક્ષે રહેલ જવાબદારીનો અવિભાજ્ય ભાગ છે. આમ મિલકતનો કબજો પોતાને સોંપવાની ખરીદદાર દ્વારા માગણી થવા ઉપર વેચાણે આપનાર મિલકતનાં વેચાણનાં કૃત્યના ભાગ તરીકે આવા કબજાની સોંપણી કરવા બંધાયેલ છે.

(Ref.: મારોતિ ભીવાજી હટવાર વિ. દાદા દશરથ મંગુલકર-મુંબઈ હાઇકોર્ટ- 2018) Citation: 2019 (1) LLJ 229.

સ્થાવર મિલકતના વેચાણકરારમાં તેનો કબજો સામેલ જ હોય છે.


No comments: