બીન ખેતીની પરના દબાણો નિયમિત કરવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, October 28, 2021

બીન ખેતીની પરના દબાણો નિયમિત કરવા બાબત

ઠરાવ ક્રમાંકઃ એલએનડી - ૩૯૭૧-૭૭૨૦૫ - અ તા . ૨૯,૧૨,૭૧

ઠરાવ ક્રમાંકઃ દબાણ -૧૦૭૨ ૨૭૭૫ / લ . તા . ૨૫.૭.૭૨ , 

ઠરાવ ક્રમાંકઃ દબાણ - ૧૦૭૨-૩૬૭-૧ . તા . ૨૪.૬,૭૪ , 

ઠરાવ ક્રમાંકઃ એનએનડી - ૩૯૭૮-૯૭૧૮૭ - અ . તા .૧૯.૩,૭૯ ( દબાન્ન પુરતું ) 

ઠરાવ .

ઉપર જણાવેલા ઠરાવો , પરિંપત્રો વગેરેમાં આપેલી બધી સૂચનાઓનું સંકલન કરીને દબાણ નિયમિત કરી  આપવા માટે નીચે મુજબની સુધારેલી સૂચનાઓ આપવામાં આવે છે . 

1 . દબાણ કરવું એ પાયાનો સિદ્ધાંત રહેશે  

ર. જે જમીનો ભવિષ્યમાં જાહેર હેતુઓ માટે સરકારને જરૂરી જણાશે તે જમીનો પરનું દબાણ કોઇષ્ણ સેજંગોમાં નિયમિત કરી આપવામાં આવશે નહીં અને ખાસ કરનાર વ્યક્તિને ગમે તેટલું આકર લાગે તો પા દબાણ દૂર કરવામાં આવશે . 

૩. પછાત વર્ગ કે બીન પછાતવર્ગના લોકોએ કરેલ દબાણ એવા કેસમાં નિયમિત કરી આપવાની વિચારણા કરવી કે જેમાં દબાણ કરનાર વ્યક્તિને દબાણ દૂર થવાથી ભારે નુકશાન થાય કે સહન કરવું પડે અને આવું દબાણ દૂર કરવાથી સરકારને બીજો કોઈ ખાસ લાભ થતો ન હોય અથવા જાહેર હિતને નુકશાનકર્તા ન હોય .

૪. આ સૂચનાઓ ખેતી કરવા માટે કરેલ દબાક્સ અથવા રહેઠાણ માટે કરવામાં આવેલ દબાણ બન્નેને લાગુ પડશે . રેખા નિયંત્રણ કે બાંધકામના બીજા નિયંત્રણોનો ભંગ થતો હોય તેવા દબાણ કોઈપણ સંજોગોમાં નિયમિત કરી આપવા નહીં 

૫ . વ્યાપારીક કે ઔદ્યોગિક હેતુઓ માટે કરેલ દબાણ સામાન્યપણે દૂર કરાવવું સિવાય કે દબાસ કરનાર વ્યક્તિને દબાણ દૂર કરાવતાં બહુ ભારે આર્થિક નુકશાન થતું હોય તેને દૂર કરાવતાં સરકારને ખાસ લાભ થવાનો પ્રશ્ન ન હોય , અથવા જાહેર હિતને નુકશાન કર્તા ન હોય આવો કેસો કલેક્ટરોએ નિયમિત કરવા નહીં પરંતુ સરકારમાં દરખાસ્ત કરવી . આવા કેસો સરકાર ગુન્નદોષ પર ચકાસીને દબાશ દૂર કરવું અગર તો તે નિયમિત કરવું અને તે કઈ શરતોએ નિયમિત કરવું તે દરેક કેસમાં ગુણદોષ તપાસીને નક્કી કરશે આવું દબાણ નિયમિત કરવાની દરખાસ્ત કરવામાં આવે તે સાથે હાલના બજારભાવની અઢીંગણી શિક્ષાત્મક કબજા કિંમત અથવા તેથી વધુ અને સરકાર બીજી જે શરતો નક્કી કરે તે શરતો અંગે દબાણ કરનારની લેખિત સંમતિ પા મેળવીને મોકલવી .

આવા દબાણો નીચે મુજબનાં બે પ્રકારના હોય છે . 


1. સરકારી જમીન પટે અપાયેલ હોય અને પટો રીન્યુ ન કરાવ્યો હોય અને જો સરકારને પરત ન સોંપ્યો હોય , 

2. સીધેસીધું સરકારી જમીન પર દબાણ કરેલ હોય , 

( ૧ ) ઉપર જણાવેલા કિસ્સા ( ૧ ) માં જે તારીખથી પટાની મુદત પૂરી થઈ હોય તે તારીખથી શરૂ કરીને જે તારીખે દબાણ નિયમિત કરી આપવામાં આવે તે તારીખ સુધીના સમય માટે જે શરતોએ પેટો આપ્યો હોય તે શરતો પ્રમાણે ભાડું વસુલ કરવું તે ઉપરાંત આવા ચડેલા ભાડા પર (અ) ૨૫ ટકાના દરે દંડનીય ભાડું વસુલ કરવું (બ) બીન ખેતીનો ધારો પટાની મુદત પૂરી થઈ હોય ત્યારથી લઈને દબાણ નિયમિત કરવામાં આવે ત્યાં સુધીના સમય માટે નિયમ પ્રમાણે વસુલ કરવો ( ક ) તે ઉપરાંત જમીન મહેસુલ સંહિતાની કલમ -૬૧ અને જમીન મહેસુલ નિયમોના નિયમ -૧૦૭ ની જોગવાઈ પ્રમાણે દંડ વસુલ કરવો ( ડ ) દબાદ નિયમિત કરવામાં આવે તે તારીખનો જમીનનો બારભાવ ગાવો . આ બધી શરતોને આધીન દબાણ કરેલ જમીન નવી શરતે દબાણ કરનાર વ્યક્તિને હેઠાણ માટે આપી શકાશે . 

( ૨ ) બીજ સરકારી ખુલ્લી જમીનો પર રહેઠાણ માટે કરવામાં આવેલ દબાણ જો નિયમિત કરી આપવાનું નક્કી કરવામાં આવે તો દબાણ કરવાનો નિર્ણય થાય તે તારીખે થાય તે તારીખે ચાલુ બજાર ભાવની ૨ ૧/૨ ગળી કિંમત વત્તા દબાણ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરા લઈ નવી શરતે વેચાણ આપી શકાશે પછાતવર્ગના કે બક્ષીપંચે ભલામણ કરેલ સામાજિક અને રીલિક રીતે પછાત વર્ગના ઈસમોએ કરેલ આવા દબાણ અંગે કલેક્ટરશ્રીને ગુણદોષ પર લાગે કે ૨ ૧/૨ ગણી કિંમત વત્તા દબાશ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરા વસુલ કરવા એ દબાણદાર માટે ખુબ આકર પડશે . તો બજાર ભાવથી ઓછી નહીં અને વધુમાં વધુ અઢી ગણી કિંમત એ બે વચ્ચેના કોઈ દર વત્તા દબાણ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરી દરેક કિસ્સાના ગુણદોપ પ્રમાણે નક્કી કરી શકશે . 

( ૩ ) સરકારી બીનખેતીની જમીનો પરના દબાણો ( વ્યપારીક અને ઔદ્યોગિક હેતુ સિવાયના ) નિયમિત કરવાની સત્તાઓ નીચે પ્રમાણે આપવામાં આવે છે . આ સત્તાઓ ૬ મોટા શહેરો ( ૧ ) અમદાવાદ ( ૨ ) વડોદરા ( ૩ ) સૂરત ( ૪ ) રાજકોટ ( ૫ ) જામનગર અને ( ૬ ) ભાવનગરમાં જીલ્લા કલેક્ટરશ્રી , ડેપ્યુટી કલેક્ટરશ્રી ભોગવી શકશે નહીં અને તેને માટેની ધદરખાસ્ત સરકારશ્રીની મંજુરી માટે રજુ કરવાની રહેશે .

---------------------------------------------------------------------

                                 ક્ષેત્રફળ ચો.મી.સુધી કિંમત રૂપિયા

---------------------------------------------------------------------

કલેક્ટર દબાણ                 ૬૦૦ ગામડામાં       ૧૦,૦૦૦ 

નિયમિત કરવા બાબત       ૨૦૦ શહેરમાં 

નાયબ કલેક્ટર દબાણ        ૪૦૦ ગામડામાં     ૩,૦૦૦

નિયમિત કરવા બાબત       ૫૦ શહેરમાં         ૧,૦૦૦

મામલતદાર                       ૨૫ ગામડામાં       ૧૨૫ 

---------------------------------------------------------------------

( 2 ) સાર્વજનિક કામો માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા થતાં જમીનનાં દબાણો નિયમિત કરી આપવા બાબતઃ 
    પંચાયતો કે શાળા મંડળો તરફથી સરકારી જમીનની સાર્વજનિક હેતુઓ માટે માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી કાર્યવાહી ત્વરાથી કરી માંગેલી મંજુરી અંગે જેટલું બને તેટલું અંતિમ નિરાકરણ થાય તે મુજબની કાર્યવાહી કરવા કલેક્ટરોને સૂચના છે જેથી દબાણનાં પ્રશ્નો ઉભાં થાય નહીં . આમ છતાં , સરકારી જમીનો ઉપર સાર્વજનિક હેતુઓ માટે પંચાયતો વગેરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા નફાકારક પ્રવૃત્તિ સિવાયના થયેલ હેતુ માટે થયેલ દબાણોના કિસ્સાઓ ઉપરની મર્યાદાને આધીન રહીને જીલ્લા કલેક્ટરોને નામનો રૂ।.૧ / - દંડ લઈ સવાલવાળી જમીન મહેસુલ માફીથી ગણી દબાણ નિયમિત કરવાની સત્તા આપવામાં આવે છે .
 ( 3) ધાર્મિક હેતુને લગતાં દબાણો નિયમિત કરતાં પહેલાં જીલ્લા પોલીસ વડાની મંજુરી મેળવવાની રહેશે .
 આ હુકમો આ વિભાગની સરખાં ક્રમાંકવાળી ફાઈલ ઉપર તા .૫ મી ઓક્ટોબર , ૧૯૯ નાં રોજ નાણાં સલાહકારશ્રીની અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે . ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
                                                                                            ઇ. એ. પટેલ 
                                                                    ઉપસચીવ મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર

No comments: