નોંધણી ખાતું
૧. પ્રસ્તાવના
નોંધણી ખાતું મુખ્યત્વે નોંધણી અધિનિયમ , ૧૯૦૮ ( ૧૯૦૮ ના ૧૬ માં ) ના અમલીકરણ માટેના વહીવટ સાથે સંબંધિત છે . નોંધણી અધિનિયમ , ૧૯૦૮ હેઠળ દસ્તાવેજોની નોંધણી કરવી અને નોંધાયેલા દસ્તાવેજોને લગતાં કાયમી રેકર્ડ રાખવાં એ નોંધણી ખાતાની મુખ્ય કામગીરી છે . બનાવટી અને ઉપજાવી કાઢેલા દસ્તાવેજો ૫૨ નિયંત્રણ રાખવું , સ્થાવર અને જંગમ મિલકતોની કિંમત આ અવેજની લેવડ - દેવડ અંગે માહિતી આપવી , દસ્તાવેજો સાચા હોવા અંગે નિર્ણાયક પુરાવા આપવા અને માલીકીખતની સલામતી સુનિશ્ચિત કરવી, એ નોંધણીનો ઉદેશ છે . આ ખાતું સ્થાવર અને જંગમ મિલકતોની લેવડ - દેવડના નોંધાવવા રજૂ થતાં દસ્તાવેજોની હાથે લખીને નકલ કરવાની પધ્ધતિથી અથવા ફોટો નકલની પધ્ધતિથી તૈયાર કરેલાં પ્રમાણભુત રેકર્ડ આપે છે અને એ દ્વારા લોકોની સેવા કરે છે . અધિનિયમ હેઠળ વસૂલ કરેલી નોંધણી ફી ખાતાએ લોકોને આપેલી સેવા અંગે છે . આમ , આ ખાતાનું મુખ્ય લક્ષ્ય અને ઉદ્દેશ જંગમ અને સ્થાવર મિલકતોની લેવડ - દેવડના કમ્પ્યુટરાઈઝડ પધ્ધતિથી તૈયાર કરેલાં પ્રમાણભુત રેકર્ડ તૈયાર કરવાનો , અને એ રીતે લોકોની સેવા કરવાનો છે . સાથે સાથે ગુજરાત સ્ટેમ્પ એક્ટ અધિનિયમ હેઠળ નોંધાવવા ૨ જૂ થતા દસ્તાવેજો ઉપર પુરતા પ્રમાણમાં સ્ટેમ્પ ડ્યુટીનો ટેક્ષ ( ક ૨ ) સ ૨ કા ૨ શ્રીને પ્રાપ્ત થાય તે અંગે પણ ફરજ બજાવવાનો છે .
૨. નોંધણી સર નિરીક્ષક નોંધણી ખાતાના વડા તરીકે ફરજ નિભાવે છે અને સમગ્ર રાજ્યમાં અધિકારક્ષેત્ર ધરાવે છે . સેટલમેન્ટ કમિશ્નરશ્રી , હોદાની રુએ નોંધણી સ ૨ નિરીક્ષક તરીકે તા .૧૪ / ૧૦ / ૧૯૮૧ સુધી કામ કરતાં હતાં . પરંતુ , સરકારશ્રીએ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ અને ઈન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશનની સ્વતંત્ર જગ્યા મંજૂર કરતાં તા .૧૫ / ૧૦૮૧ થી તે જગ્યા ભરવામાં આવી છે . સદરહું , આ જગ્યાની ફ ૨ જો અને કામગીરી નીચે પ્રમાણે છે .
( ક ) રાજ્યની તમામ પેટા - નોંધણી કચેરીઓ પર સામાન્ય દેખરેખ રાખે છે અને સરકારશ્રીની મંજૂરીથી નોંધણી અધિનિયમ સાથે સુસંગત હોય તેવા નિયમ ઘડે છે .
( ખ ) ( ૧ ) ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ , ૧૮૭૨
( ૨ ) પારસી લગ્ન અને છુટાછેડા અધિનિયમ ૧૯૩૬
( ૩ ) ખાસ લગ્ન અધિનિયમ , ૧૯૫૪ તથા સને ૧૫૫૯ નો કોર્ટ ફી અધિનિયમ અન્વયે મુખ્ય નિયંત્રક મહેસૂલી અધિકારી છે .
૩ . નોંધણી નિરીક્ષક ફોટો યુનીટ તથા નોંધણી નિરીક્ષક તપાસણી જેઓ અનુક્રમે તા.૧-૧-૮૭ એ ફોટો યુનીટનું સંચાલન , દેખરેખ તથા નોંધણી સ ૨ નિરીક્ષકશ્રી સાથે પ્રવાસ કાર્યક્રમમાં રાજ્યની કચેરીની તપાસણીમાં મદદ કરે છે . તેઓ એમના વિભાગની એમનાં તાબાની પેટા નોંધણી કચેરીઓમાં વર્ષમાં એકવાર સબ -૨ જીસ્ટ્રારના ચોપડા , સુચીઓ , હિસાબ અને બીજા રેકર્ડની તપાસણી કરે છે અને શોધી કાઢેલી તમામ ભુલો અને બેદ ૨ કારી અથવા ખોટી કાર્યપધ્ધતિનાં કૃત્યો અંગે તપાસણી યાદી તૈયાર કરે છે . નોંધણી ફી તેમજ સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય રીતે વસૂલ કરાય છે એ સુનિશ્ચિત કરવા તેઓ નોંધાયેલા દસ્તાવેજો પણ ચકાસે છે એ પછી તેઓ નિરીક્ષણયાદી અંગે યોગ્ય હૂકમો સૂચવે છે . તેઓ નિરીક્ષણયાદીની એક નકલ જીલ્લા નોંધણી અધિકારી અને એક નકલ નોંધણી સ ૨ નિરીક્ષકને મોકલે છે .
૪ . જીલ્લા કલેકટ ૨ હોદાની રૂએ જીલ્લા રજીસ્ટ્રાર તરીકે કામ કરે છે અને જીલ્લા મુખ્ય મથકની કચેરીનાં વડા છે . મુખ્ય મથક પેટાનોંધણી અધિકારી અને જીલ્લા નોંધણી કારકૂન એમની કામગીરીમાં એમને મદદ કરે છે . તાલુકા કક્ષાએ પેટા નોંધણી અધિકારીઓ જીલ્લા નોંધણી અધિકારીનાં દેખરેખ અને નિયંત્રણ હેઠળ પોતાની ફરજો બજાવે છે . ૩૨ જિલ્લા નોંધણી કચેરીઓ છે અને જિલ્લા રજીસ્ટ્રારનાં નિયંત્રણ હેઠળ રાજ્યની કુલ ૨૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓ કામ કરે છે .
૫. ગ્રેડ -૧ ની કક્ષાના નોંધણી અધિકારીઓને જીલ્લા મુખ્ય મથકોએ પેટા નોંધણી અધિકારી તરીકે તેમજ વધુ કાર્યભારણ હોય તેવી કચેરીઓમાં તથા વેલ્યુએશન અધિકારી તરીકે નીમવામાં આવે છે . ગ્રેડ - રની કક્ષાનાં સબ -૨ જીસ્ટ્રા ૨ શ્રીઓને તાલુકા મથકે પેટા - નોંધણી અધિકારી તરીકે નીમવામાં આવે છે . તે પોતાના ક્ષેત્રાધિકારમાં આવેલી મિલકતોની નોંધણીને લગતા દસ્તાવેજો , દસ્તાવેજમાં સમાવિષ્ટ થયેલ મિલકતની અંદાજીત બજારકિંમત નક્કી કરી કરની વસૂલાત કરે છે . મુખ્ય મથક પેટા - નોંધણી અધિકારીઓ પોતાના ક્ષેત્રાધિકાર માટે ખાસ લગ્ન અધિનિયમ , ૧૯૫૪ અન્વયે લગ્ન અધિકારીની નિમણૂંક કરે છે . ફોટો ૨ જીસ્ટ્રી કચેરીને સરકારી
6. ફોટો લીથો પ્રેસથી સંપૂર્ણપણે અલગ કરીને તા .૧/૯/૧૯૮૦ થી નોંધણી સરનિરીક્ષકશ્રીના વહીવટી નિયંત્રણ હેઠળ મુકવામાં આવી છે . સદરહું , ફોટો ૨ જીસ્ટ્રી કચેરીનો વહીવટ સંભાળવા માટે સરકારશ્રીના મહેસૂલ વિભાગે મદદનીશ નોંધણી સરનિરીક્ષકની એક જગ્યા મંજૂર કરી છે . જેઓ ફોટોરજીસ્ટ્રીના સ ૨ ળ સંચાલન હેતુ વહીવટી તથા નીતિવિષયક નિર્ણયો લેવા નોંધણી સરનિરીક્ષકશ્રીને સલાહ સૂચનો આપવાની કામગીરી કરે છે .
7. તા .૧/૫/૨૦૦૫ થી રાજ્યની સાત મહાનગરપાલિકાની ૨૫ સબ -૨ જીસ્ટ્રાર કચેરીઓમાં કોમ્પ્યુટરાઈઝેશનથી દસ્તાવેજની કામગીરી શરૂ કરવામાં આવેલ છે . ત્યારબાદ રાજ્યની બાકીની ૧૨૫ સબ ૨ જીસ્ટ્રાર કચેરીમાં તા .૧/૪/૨૦૦૭ થી કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી દસ્તાવેજની નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે . આમ , હાલમાં સમગ્ર રાજ્યમાં દસ્તાવેજોની નોંધણીની કામગીરી કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી કરવામાં આવે છે . નાણાંકીય જરૂરિયાત દર્શાવતા કોઠામાં કાર્યક્રમો પ્રવૃત્તિવાર વર્ગીકરણ દર્શાવવામાં આવેલ છે
No comments:
Post a Comment