વીલમાં સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હોય અથવા શોધી શકાતા ન હોય તેવા સંજોગમાં વસિયત રજૂ કરનાર નિઃસહાય નથી. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, February 27, 2024

વીલમાં સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હોય અથવા શોધી શકાતા ન હોય તેવા સંજોગમાં વસિયત રજૂ કરનાર નિઃસહાય નથી.

વીલમાં સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હોય અથવા શોધી શકાતા ન હોય તેવા સંજોગમાં વસિયત રજૂ કરનાર નિઃસહાય નથી.

વીલમાં સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હોય અથવા શોધી શકાતા ન હોય તેવા સંજોગમાં વસિયત રજૂ કરનાર નિઃસહાય નથી.


આપણે સૌ વીલ શબ્દથી વાકેફ છીએ અને આ વીલ યાને વસિયતનામું વીલ કરનારના પોતાની મિલકત વિશેના ઇરાદા કે ઇચ્છા મુજબની જાહેરાત તરીકે ઓળખાવી શકાય. વીલ એ અંગ્રેજી શબ્દ છે. જેનો ગુજરાતીમાં અર્થ થાય છે "ઇચ્છા". કોઈ વ્યક્તિના મૃત્યુબાદ તેની પોતાની મિલકત કોને મળે અને તેની વ્યવસ્થા કઈ રીતે થાય તે માટેનો કોઈ લેખ યા દસ્તાવેજ કોઈ વ્યક્તિ બનાવે તો તે વીલ યા વસિયતનામું કહેવાય.

જો કોઈ વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન વીલ યાને વસિયતનામું તૈયાર કરી ગયેલ ન હોય તો તેની મિલકત માટે વારસાઈ ધારો લાગુ પડે છે. વીલનો અમલ વીલ કરનાર વ્યક્તિ ગુજરી ગયા બાદ જ થઈ શકે છે. આમ વીલ એટલે કોઈ વ્યક્તિના મૃત્યુબાદ વીલ કરનાર વ્યક્તિની ઇચ્છા મુજબ તેની પોતાની સ્વપાર્જિત સ્થાવર તથા જંગમ મિલકતોની વહેંચણી યા વ્યવસ્થા કરવા માટેનો કાયદેસરનો દસ્તાવેજ કે લેખ. વીલ યાને વસિયતનામા પર બે પુખ્ત વયની વ્યક્તિઓની સાક્ષી તરીકે સહીઓ લેવામાં આવે છે.


વીલ વ્યક્તિના મૃત્યુબાદ અમલમાં આવતું હોય તે પુરવાર કરવા માટે સૌપ્રથમ સાક્ષીઓ મહત્ત્વનો ભાગ ભજવે છે અને કેટલાક સંજોગોમાં સાખ કરનાર સાક્ષી કયાં તો અવસાન પામેલ હોય અથવા તો નિષ્ઠાપૂર્વકની શોધ કરવા છતાં તેને શોધી શકાતો ન હોય તો તેવા સંજોગોમાં વિસિયત રજૂ કરનાર નિ:સહાય નથી, કારણે કે પુરાવા અધિનિયમમાં તેવા વીલ યાને વસિયતનામાની સાબિતી અંગે જોગવાઈ કરવામાં આવેલ છે.


જે મુજબ વીલમાં સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હોય અથવા શોધી શકાતા ન હોય તેવા સંજોગમાં વસિયત રજૂ કરનાર નિ:સહાય નથી તેવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ (ખંડપીઠ) દ્વારા આશુતોષ સામંતા (મૃતક) કાનૂની પ્રતિનિધિઓ થકી અને બીજાઓ વિરુદ્ધ રંજન બાલા દાસી અને બીજાઓ, સિવિલ અપીલ નં.૭૭૭૫/૨૦૨૧ના કામે તા. ૧૪/૦૩/૨૦૨૩ | ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૨, ફેબ્રુઆરી-૨૦૨૪, પાના નં.૧૦૫) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.


પ્રશ્નવાળી મિલકતના માલિક ગોસાઈદાસ સામંતા ચાલી આવેલા અને તેઓના ત્રણ દીકરાઓ ઉપેન્દ્ર, અનુકુલ તેમજ મહાદેવ તેમજ વિધવા ભાગબતી દાસ વારસદારો ચાલી આવેલ. તેઓનું અવસાન થતા તેઓએ કરેલ વસિયતકર્તાએ તેમની અસ્ક્યામત ત્રણ વારસો-તેમના દીકરા અનુકુલ તેમજ મહાદેવ અને તેમના પૌત્ર શીબુ તે ઉપેન્દ્રના દીકરાને (ઉપેન્દ્રને કોઈ હિસ્સો આપવામાં આવ્યો નહોતો) ઉત્તરદાનમાં આપવામાં આવી હતી. હાલના અપીલકર્તા મિલકતોના એક ભાગના કબજામાં હતા અને તેઓએ ઉપેન્દ્ર પાસેથી મિલકતો ખરીદી હતી અને હાલના અપીલકર્તાએ વિભાજન અને કબજા માટે દાવો દાખલ કર્યો હતો, દાવો રદ કરવામાં આવેલ, પરંતુ તે ચુકાદાને એપેલેટ કોર્ટ દ્વારા ઉલટાવવામાં આવ્યો. તે વિરુદ્ધ હાલના બચાવકર્તા(મહાદેવના દીકરા) દ્વારા હાઇકોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવેલ જે કામે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, વસિયત ઉપર આધાર રાખવામાં આવ્યો હતો, તેના સંબંધમાં ન તો પ્રોબેટ મંજૂર કરવામાં આવ્યું હતું કે ન તો વહીવટી પત્રોની માગણી કરવામાં આવી હતી, જે નોંધ ધ્યાને લઈ હાલના બચાવકર્તાએ વહીવટીપત્રો માટે સક્ષમ કોર્ટને પહેલ કરેલ. જે ટ્રાયલ સમયે સાખ કરનાર સાક્ષીઓ પૈકીના કોઈપણ હયાત ન હતા, તેથી ટ્રાયલ કોર્ટે વસિયતકર્તાના બે દીકરાઓની જુબાનીઓ ઉપર તેમજ એક સુરેન્દ્રનાથ ભૌમિક કે જેઓએ વસિયતકર્તાને બખૂબી વસિયત સહી કરતા જોયા હોવાની જુબાની આપી હતી, તેમની જુબાની ઉપર આધાર રાખ્યો હતો. જે વિરુદ્ધ ઉપેન્દ્ર પાસેથી મિલકતના ખરીદનાર હાલના અપીલકર્તાઓએ વિરોધ કરવામાં આવેલ. પરંતુ કોર્ટે તારણ નોંધ્યુ હતું કે, બચાવકર્તા વહીવટી પત્રો મેળવવા હક્કદાર હતા તે ચુકાદાની વિરુદ્ધની અપીલ(વિવાદી ચુકાદા થકી)ના મંજૂર કરવામાં


આવી હતી તે વિરુદ્ધ | હાલની અપીલ ઉપસ્થિત થયેલ. નામદાર સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, જ્યાં વસિયતો કે જે અન્યથા કાયદા દ્વારા જોગવાઈ કરાયા મુજબ સાખ કરાયાની જરૂરિયાતો પરિપૂર્ણ કરતી હોય તેમ છતાં કથિત બે જોગવાઈઓની બોલીઓમાં સાબિત કરી શકાતી નથી, તે એવા કારણસર કે સાખ કરનાર સાક્ષીઓ ઉપલબ્ધ હોતા નથી અથવા જો સાક્ષીઓ પૈકીનો એક વસિયત સાખ કર્યાનો ઈન્કાર કરે. ત્યારબાદ પુરાવા અધિનિયમ, ૧૮૭૨ની કલમ-૬૯ અને ૭૧ વસિયત રજૂ કરનારની મદદે આવે છે. "કલમ-૬૯ : સાખ કરનાર સાક્ષી મળી ન આવે તેવા કિસ્સામાં સાબિતી : જો આવો સાખ કરનાર સાક્ષી મળી આવતો ન હોય અથવા તે દસ્તાવેજ યુનાઇટેડ કિંગ્ડમમાં થયાનું જણાતું હોય તો ઓછામાં ઓછા એક સાખ કરનાર સાક્ષીની સાખ તેના હસ્તાક્ષરમાં છે તથા દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિની સહી તે વ્યક્તિના હસ્તાક્ષરમાં છે તેમ સાબિત કરવું જોઈએ." તેમજ "કલમ-૭૧ : જ્યારે સાખ કરનાર સાક્ષી વસિયત કરાયાનો ઈન્કાર કરે ત્યારે સાબિતી: જો સાખ કરનાર સાક્ષી દસ્તાવેજ (વસિયત) કરાયાનો ઈન્કાર કરે છે અથવા તેને તે અંગે કશું યાદ આવતું નથી તો, તે કરાયાની હકીકત અન્ય પુરાવા થકી સાબિત કરી શકાશે."

નામદાર સુપ્રીમ કોર્ટે બાબુ સિંઘ વિ. રામ સહાય ઉર્ફે રામ સિંઘના ચુકાદામાં કલમ-૬૯ ના સંબંધમાં ઠરાવેલ કે, "તે એવા કેસમાં લાગુ પડશે, કે જ્યાં સાખ કરનાર સાક્ષી કયાં તો અવસાન પામેલ હોય અથવા તો કોર્ટની હકૂમતની બહાર હોય અથવા તેને વિરોધી પક્ષકાર દ્વારા તે રસ્તેથી (પોતાના દાવાના માર્ગમાંથી) દૂર રાખવામાં આવ્યો હોય અથવા નિષ્ઠાપૂર્વકની શોધ કરવા છતાં તેને શોધી શકાતો ન હોય. માત્ર તેવા જ સંજોગોમાં વસિયત કલમ- ૬૯ માં સૂચવેલ રીતે એટલે કે, તે સાક્ષીઓને તપાસીને સાબિત કરી શકાશે કે જેઓ વસિયતકર્તાના અથવા દસ્તાવેજકર્તાના હસ્તાક્ષરો સાબિત કરવા સક્ષમ હતા(હોય). ત્યારબાદ સાબિતીનો બોજો સામા પક્ષે તબદીલ થઈ શકે છે.


૧૮. જ્યારે, જો કે એક વસિયત સામાન્ય રીતે ફરજિયાતપણે વારસા અધિનિયમની કલમ-૬૩ અને અધિનિયમની કલમ-૬૮ ની જોગવાઈને ધ્યાનમાં રાખીને સાબિત કરાવી જ જોઈએ ત્યારે, અહીં ઉપર નોંધ્યા મુજબ તેના તત્ત્વો રેકર્ડ ઉપર લાવવામાં આવે તેવા સંજોગોમાં, વિવસિયત કરાયાની અને સાખ કરાયાની કડક સાબિતી આપવામાં થોડી રાહત મળે છે, તેમ છતાં કલમ-૬૯ માં નિર્દિષ્ટ કરાયા મુજબ સહી અને હસ્તાક્ષર ફરજિયાતપણે સાબિત કરાવા જ જોઈશે."


વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, જ્યાં સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હોય અથવા શોધી શકાતા ન હોય તેવા સંજોગમાં વસિયત રજૂ કરનાર નિ:સહાય નથી, કારણ કે પુરાવા અધિનિયમ, ૧૮૭૨ની કલમ-૬૯ લાગુ પડે છે.


હાલના કેસમાં બંને સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હતા. વસિયતકર્તાના બે દીકરાઓએ તેમની હાજરી અંગે જુબાની આપી હતી, કે જ્યારે તેમના(વસિયતકર્તા) દ્વારા વસિયત સહી કરવામાં આવી હતી. તેઓએ નિવાસ ભૂઈયા, કે જેઓએ વસિયત બનાવી હતી અને તેમાં સહી કરી હતી, તેમની સહીઓ પણ ઓળખી બતાવી હતી. વધારામાં એક ફાની ભૂસન ભૂઈયા (વાદીના સાક્ષી નં.૪), તે નિવાસ ભૂઈયાના દીકરાએ જુબાની આપી હતી. તેમના પુરાવામાં તેઓએ પોતે હાજર હોવાની જુબાની આપી હતી, કે જયારે વસિયત સહી કરવામાં આવી હતી, તે કયાં સહી કરવામાં આવી હતી અને જે લોકો હાજર હતા તે તમામ અંગે તેમના દ્વારા જુબાની આપવામાં આવી હતી તે ઉપરાંત સાક્ષી ઊલટતપાસમાં પણ મક્કમ રહ્યા હતા.


આમ, ઉપરોક્ત જણાવ્યા મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, જ્યાં સાખ કરનાર સાક્ષીઓ અવસાન પામ્યા હોય અથવા શોધી શકાતા ન હોય તેવા સંજોગમાં વસિયત રજૂ કરનાર નિ:સહાય નથી, કારણ કે પુરાવા અધિનિયમ, ૧૮૭૨ની કલમ-૬૯ લાગુ પડે છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૨, ફેબ્રુઆરી-૨૦૨૪, પાના નં. ૧૦૫)

No comments: