ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક: RD/MAA/e-file/15/2022/0001/Z ( Land Ref ) સચિવાલય, ગાંધીનગર તા.૨૯/૧૧/૨૦૨૪
એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.
પ્રસ્તાવના :-
ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઇ ન હોઇ, આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ:-
પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે, ખેડૂત દ્વારા એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી ૧ (એક) વર્ષની સમયમર્યાદામાં કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે.
આ ઠરાવની જોગવાઇ પ્રસિધ્ધ થયા તારીખથી અગાઉ એક વર્ષ જુની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment