"હયાતીમાં હક્કદાખલ" ફેરફાર નોંધ ઓનલાઈન કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૨૨/૨૬૬૯/જ સચિવાલય, ગાંધીનગર.તા.૨૭/૦૨/૨૦૨૩.
હાલમાં, હયાતીમાં હક્કદાખલ કરવા માટેની ફેરફાર નોંધની અરજી અરજદાર દ્વારા નિયત કરેલ અરજી ફોર્મમાં જરૂરી પુરાવા જેવા કે હયાતીમાં હક્કદાખલનો સંમતિલેખ, તલાટીએ બનાવેલ અસલ પેઢીનામા સાથે ઇ-ધરા કેન્દ્રમાં કરવામાં આવે છે. જે ઇ-ધરા નાયબ મામલતદાર દ્વારા ચકાસીને જો અરજી સાથે તમામ પુરાવાઓ રજુ કરેલ હોય કે ના હોય તો પણ કાચી નોંધ પાડવામાં આવે છે તથા અરજદારને જે રસીદ આપવામાં આવે તેમાં ખુટતા પુરાવાઓની વિગતો દર્શાવવામાં આવે છે. જરૂરી તમામ પુરાવાઓ રજુ થયેલ હોય તો કાચી ફેરફાર નોંધ જનરેટ થયા બાદ ૧૩૫-ડી ની નોટીસ અરજદાર અને સંબંધિતોને મોકલી આપવામાં આવે છે.
ઉપરોક્ત ઓફલાઈન પધ્ધતિને બદલે વહીવટી પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ્ડ, સુદ્ધ અને ઝડપી બનાવવા હયાતીમાં હક્કદાખલની ફેરફાર નોંધની અરજી પણ ઓનલાઈન કરવાની બાબત સક્રિય વિચારણા હેઠળ હતી.
પરિપત્ર :
મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને અરજદારો માટે સુવિધાપૂર્ણ બને તે હેતુથી “હયાતીમાં હક્કદાખલ" ની ફેરફાર નોંધની અરજી ઓનલાઈન કરવાની પધ્ધતિ આથી અમલમાં લાવવામાં આવે છે.
“હયાતીમાં હક્કદાખલ” ફેરફાર નોંધની અરજી ઓનલાઈન કરવા નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવાની રહેશે.
અરજી પ્રક્રિયા - અરજદાર પક્ષે
હયાતીમાં હક્કદાખલ કરવાની ફેરફાર નોંધ માટે અરજદારે https://iora.gujarat.gov.in/ પર ઓનલાઇન હયાતીમાં હક્કદાખલ નોંધ માટેની અરજી તે મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ભરવાની રહેશે.
હિત ધરાવનાર તમામના નામ, સરનામા, મોબાઈલ નંબર, ઇ-મેઈલ એડ્રેસ (જો હોય તો) ની વિગતો જણાવવાની રહેશે.
અરજદારે ઓનલાઇન અરજી સાથે હયાતીમાં હક્દાખલનો સંમતિલેખ તથા પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. આપ્રમાણે ઓનલાઈન સબમીટ કર્યા તારીખથી મહત્તમ ૧૫ દિવસમાં અરજી, હયાતીમાં હક્કદાખલનો સંમતિલેખ તથા પેઢીનામાંના અસલ દસ્તાવેજો, જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરવાના રહેશે.
અરજી સાથે ૭/૧૨, ૮-અ જેવા અન્ય કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે નહીં.
> જો કોઇ ચોક્કસ કિસ્સા માટે કોઇ કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.
મ્યુટેશન
- અરજદાર અરજી સબમીટ કરે ત્યારે આપોઆપ હદાખલ નોંધ - પ્રિસ્કાઈવ્ડ ફોર્મેટમાં જનરેટ થશે તથા નોંધનો નંબર જનરેટ થશે.
અરજદાર તથા અરજી મુજબના હક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજુ કરેલ હશે તો તે તમામને હયાતીમાં હક્ક દાખલની નોંધ બાબતે નિયત SMS જશે.
ઇ-ધરા દ્વારા કરવાની કાર્યવાહી
→ ઓનલાઇન હયાતીમાં હક્કદાખલ નોંધ મ્યુટેશન રજિસ્ટરમાં દેખાશે.
- ઇ-ધરા નાયબ મામલતદારે મ્યુટેશન રજિસ્ટર પરથી, હયાતીમાં હક્કદાખલનો સંમતિલેખ તથા પેઢીનામાની નકલની તથા અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે.
> જે તે ખાતાની ૮-અ તથા ૭/૧૨ ની પ્રિન્ટ પોતાના લોગઈનમાંથી મેળવાની રહેશે.
> અરજદાર દ્વારા હયાતીમાં હક્કદાખલનો સંમતિલેખ, પેઢીનામું તથા અસલ અરજી રજુ થયેથી ઓનલાઇન રિસિવ કરવાના રહેશે. જેથી અરજદારને ‘SMS’થી જાણ થઇ શકે.
જો ઓનલાઇન અરજી સબમીટ કર્યાના ૧૦ દિવસમાં અરજદાર દ્વારા હક્કદાખલનો સંમતિલેખ તથા પેઢીનામું રજુ કરવામાં ન આવે તો અગિયારમાં દિવસે સિસ્ટમ જનરેટેડ મેસેજથી જાણ કરવાની વ્યવસ્થા NIC દ્વારા કરવાની રહેશે.
*નોંધનો નિર્ણય
નોંધના નિર્ણય કરનારને કાગળોની ચકાસણી દરમિયાન નોંધની સ્ક્રિપ્ટમાં જોડણીની કે નામની કોઇ ભૂલ જણાય તો અરજદાર દ્વારા રજુ કરાયેલ હયાતીમાં હક્કદાખલના સંમતિલેખ, પેઢીનામું તથા અસલ અરજી ચકાસીને તે મુજબના સુધારા સાથેની વિગતોનો ઉલ્લેખ નિર્ણયના લખાણમાં કરવાનો રહેશે.
આવી હયાતીમાં હક્કદાખલ નોંધોનો નિર્ણય નિયમ મુજબ તમામ જોગવાઇઓ ચકાસીને જ કરવાનો રહેશે.
* S-ફોર્મ
> નોંધનો નિર્ણય કરનારે નિર્ણયના શેરામાં કરેલ આવા જોડણી સુધારા, નામ સુધારા મુજબના સુધારા
‘S’ ફોર્મ બનાવતી વખતે ઇ-ધરા નાયબ મામલતદારે ધ્યાને લેવાના રહેશે.
> નિર્ણયના શેરામાં કરેલ આવા જોડણી સુધારા, નામ સુધારા મુજબના સુધારા ‘S' ફોર્મ બનાવતી વખતે ઇ-ધરા નાયબ મામલતદારે ધ્યાનમાં લીધેલ ન હોય તો સદરહું કિસ્સો તપાસને પાત્ર રહેશે.
> મહેસુલ તપાસણી કમિશ્નરની કચેરી દ્વારા આવી ઓનલાઇન હયાતીમાં હક્કદાખલ નોંધોનું વખતો-વખત ખાસ ઇન્સ્પેકશન કરવાનું રહેશે.
No comments:
Post a Comment