નિયામક, વિકસતી જાતિ કલ્યાણ અને નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળની આદર્શ નિવાસી શાળાના મદદનીશ શિક્ષકોની ભરતી કરવા બાબત.
સામાન્ય વહીવટ વિભાગના સંદર્ભ (૧)ના તા.૩/૨/૨૦૧૪ ના ઠરાવથી નિયામક, વિકસતી જાતિ કલ્યાણ અને નિયામક, અનુસૂચિત જાતિ ક્લ્યાણ હેઠળની વર્ગ-૧ થી વર્ગ-૩ ની વિવિધ જગ્યાઓના સંખ્યાબળ નક્કી કરી સીધી ભરતીથી ભરવાપાત્ર થતી જગ્યાઓ સીધી ભરતીથી ભરાય તે માટે દસ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવેલ છે.
આ અંગેના સંદર્ભ (૨) અને (૩) માં દર્શાવેલ શિક્ષણ વિભાગના તા.૧૫/૧૧/૨૦૧૯ના જાહેરનામાથી શિક્ષણ વિભાગ હેઠળની શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા માટે ગુજરાત રાજ્ય માધ્યમિક શાળા શૈક્ષણીક કર્મચારીવર્ગ ભરતી પસંદગી સમિતિ અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણીક કર્મચારીવર્ગ ભરતી પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે. સદરહુ જાહેરનામાના નિયમ પ(જ) મુજબ સરકારશ્રી દ્રારા વખતોવખત સોંપવામાં આવે તેવા બીજા કાર્યો સમિતિની સોંપી શકાય છે.
આ વિભાગના સંદર્ભ (૪)ના તા.૦૭/૧૦/૨૦૨૧ના ઠરાવથી નિયામક, વિકસતી જાતિ કલ્યાણ અને નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળની આદર્શ નિવાસી શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકોની કુલ-૩૩૯ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી શિક્ષણ વિભાગ મારફતે*ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સિમિત" ને સોંપવાનું ઠરાવવામાં આવેલ છે. આ વિભાગના સંદર્ભ (૪)ના તા.૦૭/૧૦/૨૦૨૧ના ઠરાવ અન્વયેની ૩૩૯-જગ્યાઓ ઉપરાંતની નિયામક, વિકસતી જાતિ કલ્યાણ હેઠળના મદદનીશ શિક્ષક સંવર્ગની કુલ-૧૫૯ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી શિક્ષણ વિભાગ મારફતે “ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી પસંદગી સમિતિ"ને સોંપવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.
ઠરાવ
૧. પુખ્ત વિચારણાના અંતે, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ હેઠળની આદર્શ નિવાસી શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકોની નીચે મુજબની કુલ-૧૫૯ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી શિક્ષણ વિભાગ મારફતે “ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ” ને સોંપવાનું આથી ઠરાવવામાં આવે છે.
No comments:
Post a Comment