¡ORA પોર્ટલમાં બિનખેતી વિષયક પ્રિમિયમ અંગેની અરજીઓમાં નવિન જંત્રીદર કે જુના જંત્રીદ૨ વસુલવા અંગે માર્ગદર્શક સુચનાઓ બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, October 4, 2023

¡ORA પોર્ટલમાં બિનખેતી વિષયક પ્રિમિયમ અંગેની અરજીઓમાં નવિન જંત્રીદર કે જુના જંત્રીદ૨ વસુલવા અંગે માર્ગદર્શક સુચનાઓ બાબત.

¡ORA પોર્ટલમાં બિનખેતી વિષયક પ્રિમિયમ અંગેની અરજીઓમાં નવિન જંત્રીદર કે જુના જંત્રીદ૨ વસુલવા અંગે માર્ગદર્શક સુચનાઓ બાબત.


ઠરાવ

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : જતદ/૨૦૨૩/૧૫૬૪/જ સચિવાલય, ગાંધીનગર. તા.૧૮/૦૯/૨૦૨૩.


વંચાણે લીધા:

૧. મહેસૂલ વિભાગનો તા.૦૪/૦૭/૨00૮નો ઠરાવ ક્રમાંક: નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ(પાર્ટ-૨) 

૨. મહેસૂલ વિભાગનો તા.૦૭/૦૩/૨૦૧૯ નો પરિપત્ર ક્રમાંક: નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ(પાર્ટ-૨) 

૩. મહેસુલ વિભાગનો તા.૧૦/૦૩/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક: હકપ/૧૦૨૦૨૧/૨૬૪૫/જ 

૪. મહેસૂલ વિભાગનો તા.૧૩/૦૪/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક:એસટીપી/૧૨૨૦૨૩/૨૦/હ.૧ 

૫. મહેસૂલ વિભાગનો તા.૧૫/૦૪/૨૦૨૩ના પત્ર ક્રમાંક: નશજ/૧૬૨૦૧૬/૫૭૧/જ(પાર્ટ-૩)


પ્રસ્તાવના:

વંચાણે લીધેલ ક્રમાંક (૨) થી નવી અને વિભાજય શ૨તની તથા ગણોતધારાની પ્રતિબંધિત સતાપ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે પ્રિમીયમ વસુલવાની પરવાનગી મેળવવાની કાર્યપઘ્ધત İORA પોર્ટલ ઉપર ઓનલાઇન કરવાની જોગવાઇ થયેલ છે.વંચાણે લીધેલ ઠરાવ ક્રમાંક (૪)ની વિગતે જંત્રી( એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ના ભાવમાં ફેરફાર કરવા બાબતની ગાઇડલાઇન ઠરાવવામાં આવેલ છે.જે અન્વયે વંચાણે લીધેલ ક્રમાંક (૫)ની વિગતે જંત્રીના સુઘારેલ દ૨નો અમલ તા.૧૫/૪/૨૦૨૩થી ક૨વાનો થાય છે તે સંદર્ભમાં જરૂ૨ી ૨૫ષ્ટીકરણ ક૨વામાં આવેલ છે. જેમાં ઉલ્લેખ મુજબની વિગતે તા.૧૪/૪/૨૦૨૩ના ૨ાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધીમાં iORA માં દાખલ થયેલ / મળેલ પ્રિમીયમની અરજીઓમાં જુના જંત્રીદર મુજબ પ્રિમીયમ વસુલવાનું રહે છે, પરંતુ તા.૧૪/૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:00 વાગ્યા સુધીમાં માંORA માં દાખલ થયેલ / મળેલ પ્રિમીયમની અરજીઓમાં જુના જંત્રીદરનો લાભ મળેલ હોય તથા તે મુજબ ઇન્ટીમેશન જનરેટ કરી દિન-૨૧માં પ્રિમીયમ ભ૨વા માટે અ૨જદા૨ને જણાવેલ હોય અને અ૨જદા૨શ્રી દ્વારા ત્યા૨બાદ મુદત વધારો માંગવામાં આવેલ હોય તો વંચાણે લીધેલ ઠરાવ ક્રમાંક (૧) ની વિગતે અમલવા૨ી કરવાની રહેતી હતી. પરંતુ સદર ઠ૨ાવની જોગવાઇની અમલવારી બાબતે તેમજ સરકારશ્રીના વંચાણે લીધેલ પરિપત્ર ક્રમાંક (૩)ની સુચનાઓની અમલવારી બાબતે વિસંગતતાઓ પ્રવર્તેલી હતી.જે બાબતે વિવિઘ જીલ્લાઓમાંથી અત્રે માર્ગદર્શન માટે રજુઆતો મળેલ. જે અંગેની સ્પષ્ટ સુચનાઓ આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.



No comments: