નવી શરતની જમીન ધારક તેને વેચી શકતો નથી.
જે વ્યક્તિને ગણોત હક દ્વારા જમીન મળી હોય, સરકાર દ્વારા જમીનનું ભાડું ચૂકવાતું હોય, સરકારના ચાકરિયાત તરીકે જમીન મળી હોય. ઉદ્યોગ માટે, મીઠું પકવવા માટે વગેરે યોજનામાં જમીન મળી હોય, અથવા વૃક્ષ ઉછેર મંડળી, સહકારી મંડળી વગેરેને કોતરોની જમીન સરકારે ફાળવી હોય એવી જમીનને ‘નવી શરતની જમીન’ કહેવામા આવે છે.આ પ્રકારની જમીનમાં જે તે વ્યક્તિને ફક્ત વપરાશનો હક મળે છે. આ પ્રકારની જમીન વેચી શકાતી નથી. નવી શરતની જમીન વેચવા માટે તેને જૂની શરતમાં તબદીલ કરવી પડે છે. જો નવી શરતની જમીન વેચવી હોય તો તેની કિંમતના 60 ટકા જેટલી રકમ ભરીને તેને જૂની શરતમાં ફેરવી સકાય પરંતુ તેમાં શરતભંગનો કેસ ન થયો હોય તે અનિવાર્ય છે. આ ઉપરાંત જો નવી શરતની જમીન શહેરી જમીન ટોચ મર્યાદા ધારાના વિસ્તારમાં આવતી હોય તો તે બિન ખેડૂતને વેચી શકાતી નથી. આવી વિસંગતતાઓ દૂર કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
લિંક ઉપર ક્લિક કરો
No comments:
Post a Comment