ગુજરાત રાજ્યમાં સ્થપાતા રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેકટસ માટે ખાનગી માલીકીની લીઝથી ધારણ કરેલ જમીનને મહત્તમ ૩૦ વર્ષ માટે હંગામી બિનખેતી પરવાનગી આપવા બાબત.
પ્રસ્તાવના:
ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ હેઠળ કાર્યરત સૌવાર પાવર પોલીસી-૨૦૨૧ અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધી ૧૦૦ ગીગાવોટ પાવર જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવેલ. ગુજરાતનાં ઉદ્યોગ સાહસિકો તેમજ જમીન માલિકો બન્નેને ફાયદો થાય તેવા ઉદ્દેશથી આવી જમીનોમાં રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે ડીમ્ડ એન એ. પરવાનગીનો લાભ મળે તો આવા પ્રોજેકટો ઝડપથી કાર્યરત થાય અને ઉર્જા ઉત્પાદનના મહાત્વાકાંક્ષી લક્ષ્યાંકો સિધ્ધ કરી શકાય. ભારત સરકારના MNRE મંત્રાલય દ્વારા ખેડુતો માટે તા: ૧૩-૦૩-૨૦૧૯ થી અમલી PM-KUSUM યોજનાના ભાગ – A અંતર્ગત વિકેંદ્રિત ગ્રીડ દ્વારા ૧૦૦૦૦ મેગાવોટ ઉર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક છે.
મવિ. ના સંદર્ભ (૬) દર્શિત પરિપત્ર દ્વારા “ ગુજરાત રાજ્યમાં સ્થપાતા રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેકટસ જેવા કે, સુર્ય ઊર્જા, પવન ઉર્જા, વિન્ડ-સોલાર હાઇબ્રીડ આધારિત પ્લાન્ટ, સોલાર પ્રોજેકટને તથા કેંદ્ર સરકારની PM-KUSUM યોજના અંતર્ગત સ્થાપવામાં આવતા સોલાર પાવર પ્લાન્ટના હેતુને પ્રામાણિક ઔધોગિક હેતુ (બોનાફાઈડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ તરીકે માન્યતા મળેલ હોઇ ખાનગી માલીકીની જમીનનો આ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે કે આ તુઓ માટે જમીન ખરીદવા અને ઉપયોગ કરવા અંગેની પ્રવૃત્તિને ગુજરાત જમીન મહેસુલ સંહિતા,૧૮૭૯ ની કલમ-૪૮ તથા કલમ ૬૫-બી હેઠળ આવરી લઇ તેને ખરેખર ઔધોગિક હેતુ ગણી ડીમ્ડ એન.એ. પરવાનગી આપવા અંગે કાર્યવાહી કરવા તમામ કલેકટરશ્રીઓને સુચિત કરવામાં આવેલ છે.”
૨. રાજ્યમાં તમામ રીન્યુએબવ એનર્જીના પ્રોજેકટસ જેવા કે, સુર્યઉર્જા, પવન ઉર્જા, વીન્ડ-સોલાર હાઇબ્રીડ, PM-KUSUM યોજના વિગેરે પ્રોજેકટના ઝડપી વિકાસ માટે આ યોજનાઓ હેઠળ સ્થાપિત થતા પાવર પ્લાન્ટ માટે ખાનગી માલીકીની ભાડાપટ્ટે ગીઝા પર ધારણ કરેલ જમીનને પણ ડીમ્ડ એન.એ. પરવાનગીનો લાભ આપવામાં આવે તો આવા પ્લાન્ટ ઝડપથી કાર્યરત થઇ કે તે બાબતની રજુઆત સરકારશ્રીને મળેલ હતી.આથી રીન્યુએબલ એનર્જી બેઝ્ડ તમામ પ્રકારના પાવર પ્લાન્ટના હેતુ માટે ખાનગી માલીકીની ભાડાપટ્ટે લીઝ પર ધારણ કરેલ જમીનને ઝડપી બિનખેતી પરવાનગી મળે અને ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંક સિધ્ધ થઇ શકે તે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
:પરિપત્ર:
પુખ્ત વિચારણાને અંતે પ્રસ્તુત બાબતે નિલિખિત સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે : * રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેકટસ જેવા કે, સુર્ય ઉર્જા, પવન ઉર્જા, વિન્ડ-સોલાર હાઇબ્રીડ આધારિત પ્લાન્ટ, સોલાર પ્રોજેકટને તથા કેંદ્ર સરકારની PM-KUSUM યોજના અંતર્ગત સ્થાપવામાં આવતા સોલાર પાવર પ્લાન્ટના હેતુ માટે ભાડાપટ્ટે ધારણ કરેલ ખાનગી માલિકીની જમીનના કાયદેસરના લીઝ ધારણ કરનાર રીન્યુએબલ એનર્જી સોંવાર ઉર્જા ઉત્પાદક અરજદાર કંપની અને રીન્યુએબલ એનર્જીના તમામ હેતુ નિાલિખિત શરતો જોગવાઇઓને આધીન મહત્તમ ૩૦ વર્ષના સમયગાળા માટે હંગામી બિનખેતી પરવાનગી આપવા બાબત નિવિષ્ચિત સુચનાઓ/કાર્યપધ્ધતિ મુજબ કાર્યવાહી કરવા તમામ જિલ્લા-કલેકટરશ્રીઓને સુચિત કરવામાં આવે છે :
અરજીની ચકાસણી / ખરાઇ, વસુલવાપાત્ર વેરા સંબંધિત જોગવાઇઓ :
(૧) નિયમાનુસાર લીઝ અગ્રીમેટ દ્વારા ખાનગી માલીકીની જમીન લીઝ હમ્પી ધારણ કરનાર રીન્યુએબલ એનર્જી સોલાર ઉર્જા ઉત્પાદક અરજદાર કંપની અન્ય તથા લીઝ આપનાર જમીનના કાયદેસરના કબજેદાર દ્વારા સહી કરીને હંગામી બિનખેતી પરવાનગી મેળવવા માટે નિયત નમૂનામાં (પરિશિષ્ટ-૧) ઓનલાઇન અરજી તથા સ્વ-ધોષણાપત્ર (પરિશિષ્ટ-૨) મુજબ રજુ કરવાના રહેશે.
(2) હંગામી બિનખેતી પરવાનગીની ઓનલાઇન અરજી કરતા સમયે અરજદારશ્રી દ્વારા નિયમાનુસાર સવાલવાળી જમીનના માગણી મુજબના ક્ષેત્રફળ આધારિત પ્રોસેસ ફી ૫૦ પૈસા પ્રતિ ચો.મી. લેખે ભરપાઇ કરવાના રહેશે, જે નોન-રીફંડેબલ રહેશે. પ્રોસેસ ફીની આ રકમ જિલ્લા ઇ-ધરા ફંડમાં જમા થશે.
સંદર્ભ(૯)દર્શિત પરિપત્રની જોગવાઇઓ મુજબ નિયમાનુસારના કારણોસર અરજી અસ્વીકાર કે દફતરે થયાના કિસ્સામાં તે જ જમીન માટે તે જ મોબાઇલ નંબર અને તે જ ઇ-મેલ આઇડીથી પુન:અરજી કરવામાં આવે તો સવાલવાળી જમીનના માંગણી મુજબના ક્ષેત્રફળ આધારિત ૧૦ પૈસા પ્રતિ ચોમી લેખે પ્રોસેસ ફી ભરપાઇ કરવાની રહેશે.
(૩) હંગામી બિનખેતી પરવાનગીની નિયત નમુનાની (પરિશિષ્ટ-૧) મુજબની અરજીનો સમ સત્તાધિકારીશ્રી દ્વારા સ્વીકાર થયેથી, તેઓ દ્વારા હંગામી બિનખેતી પરવાનગીની માંગણીવાળી જમીન સરકારી પડ્તર ૪ ગૌચર જાહેર હેતુસર અનામત પૈકીની ભુદાનની જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની નહીં પરંતુ ખાનગી માલીકી પ્રકારની જ હોવા અંગેની ખરાઇ ઉપબ્ધ રેકર્ડના આયારે તથા સવાલવાળી જમીનના રેવન્યુ કેસ/તકરારી કેસો તથા નામદાર હાઇકોર્ટ સમક્ષ ચાલતા કેસોની તપાસ તેમના તાબાના વર્ગ ૨ કે વર્ગ ૩ના શિરોદારથી નીચેના દરજ્જાના ન હોય તેવા અધિકારી મારફત આંતરિક વ્યવસ્થાથી દિન-૭ માં કરી લેવાની રહેશે.
(૪) આ પ્રકારે નિયત નમુનાની (પરિશિષ્ટ-૧) મુજબની અરજીની નિયમાનુસારની ચકાસણી બાદ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા વસુલવાપાત્ર રુપાંતર કર બિનખેતી આકાર,લોકક્સ ફંડ શિક્ષણ ઉપકર તથા અન્ય વેરા ભરપાઇ કરવાની જાણ આ સાથે સામેલ પરિશિષ્ટ-(૨) મુજબ અરજદારને અરજી મળ્યાના દિન-૧૫ માં કરવાની રહેશે અરજદારશ્રી દ્વારા તેઓને આ પ્રકારે જાણ થયા તારીખથી ૭ દિવસની મુદ્દતમાં આ રકમ ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ૨કમ ભરપાઇ ન થયેથી અરજી આપીઆપ દહત થશે.
(૫) અરજદારશ્રી પાસેથી થીઝના સંપૂર્ણ સમયગાળા મહત્તમ ૩૦ વર્ષી માટે માવિ. ના તા ર૫/૬/ર૧ ના જાહેરનામાથી અમલી બિનખેતી આકાર લોકલ ફંડ શિક્ષણ ઉપકર એકસામટા આગોતરા જ વસુવી વૈવાના રહેશે. પાંતર કર ફક્ત બિનખેતી હૈતુ માટે વસુલવાપાત્ર હોઇ ને એકવો જ વસુલ કરવાનો રહેશે.
મહેસુલી રેકર્ડની જાળવણી:
(૬) વસુલવાપાત્ર રુપાંતર કર,બિનખેતી આકાર,લોકલ ફંડ,શિક્ષણ ઉપકર તથા અન્ય વેરા અરજદારશ્રી દ્વારા ઓનલાઇન/ ચલણ દ્વારા ભરપાઇ થયાના આધાર/ચલણ સહિત સક્ષમ સત્તાધિકારીશ્રીને જાણ થયાના ૦૫ દિવસમાં, સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા અરજીની તારીખથી દિન-૩૦માં હંગામી બિનખેતી પરવાનગીની આખરી મંજુરી નામંજુરીનો વિગતવાર આ સાથે સામેલ પરિશિષ્ટ-(૬) મુજબ કરવાનો રહેશે.
(૭) સક્ષમ સત્તાધિકારીશ્રીએ અરજદારશ્રી દ્વારા સુપ્રત થયેલ નિયમાનુસારની (પરિશિષ્ટ-૧) મુજબની અરજી પર રીન્યુએબલ એનર્જી સોલાર ઉર્જા ઉત્પાદક અરજદાર કંપની અન્ય તથા લીઝ આપનાર જમીન માલિકની સહી સાથેની હંગામી બિનખેતી પરવાનગી મેળવવા માટે નિયત નમુનાની અરજી મળ્યેથી અને ફકરા (પ) અને (૬) મુજબનાં તમામ સરકારી લેણાં ભરપાઇ થયાના આધાર/ચલણ રજુ થયેથી સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા અરજીની તારીખથી દિન-૩૦ માં આખરી હુકમ ન થાય તો આ રીન્યુએબલ એનર્જી સોનાર ઉર્જા ઉત્પાદક અરજદાર કંપની અન્યને આપોઆપ હંગામી ડીમ્ડ એન.એ. મળેલ ગણાશે.
(૮) પરિશિષ્ટ-(૬) મુજબના હુકમની લીઝ આપનારનું નામ,લીઝ લેનારનું નામ, લીઝનો સમયગાળા વગેરે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખસર્જિત ) નૌષ ગામનાનંદમાં કરવાની રહેશે અને તે નોંધ નિયમાનુસાર પ્રમાપ્તિત થયેથી ગામ ન.નં.૭ માં બીજા હક્કમાં · લીઝથી ધારણ કરનાર અરજદાર કંપની અન્યને ૩૦ વર્ષ માટે રીન્યુએબલ એનર્જી સોલાર ઉર્જા ઉત્પાદન માટે હંગામી બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે." તેવો ઉલ્લેખ કરવાનો રહેશે. અને ગામ ન.નં.૭ તથા ગામ ન.નં.૬માં વારસાઇ/ બોજા હક્ક દાખર બીજા કી સિવાયના તબદીલી વેચાણ હેતુફેરને લગતાં મ્યુટેશન હંગામી બિનખેતીના સમયગાળા સુધી સ્થગિત કરી દેવાના રહેશે. મહેસૂલી રેકર્ડમાં જર્મીનના કાયદેસરના ધારણકર્તા તરીકે મુળ લીઝ આપનાર ખેડુત જ યથાવત રહેશે.
લીઝનો સમયગાળો પુર્ણ, લીઝ રીન્યુઅલ તથા શરતભંગ સંબંધિત જોગવાઇઓ-
(૯) વીંઝનો સમયગાળો પુર્ણ થયેથી ગુજરાત જમીન મહેસૂલ નિયમો,૧૯૭૨ ના નિયમ-૯૧ ની જોગવાઇને આધીન બિનખેતીનો ઉપયોગ પુર્ણ થયેથી જમીન મુળ સ્વરુપમાં વાવવાની રહેશે અને જમીન મુળ ધારણકર્તા એટલે કે લીઝ કરી આપનાર કાયદેસરના કબજેદાર મુળ ખેતી હેતુ માટે જ મુળ શરતથી જ ધારણ કરશે. સવાલવાળી જમીનની હંગામી બિનખેતીનો સમયગાળો પુર્ણ થયેથી સક્ષમ સત્તાધિકારી દ્વારા ગુજરાત જમીન મહેસુલ નિયમો,૧૯૭૨ ના નિયમ-હા મુજબ નવીન ખેતીનો આકાર નક્કી કરી તેની ખતવણી કરવાની રહેશે.
(૧૦) આ પ્રકારે મળેલ પરવાનગી હંગામી બિનખેતી પરવાનગી હોવાથી ખાનગી માલીકીની નવી શરતની જમીનો લીઝનો સમયગાળો પુર્ણ થયેથી નવી શરતની ખેતીની જમીન બનશે અને જો કાયમી બિનખેતીમાં ફેરવવાની થાય તો નિયમાનુસાર પ્રીમીયમની વસુલાતને પાત્ર રહેશે.
(૧૧) આ પ્રકારે હંગામી બિનખેતી પરવાનગી મળેલ જમીન પર રીન્યુએબલ એનર્જી સોલાર ઉર્જા ઉત્પાદનની કામગીરી તથા તેને સંલગ્ન આવશ્યક બાંધકામ જ કરવાનું રહેશે.
(૧૨) ઉપર્યુક્ત હંગામી બિનખેતી પરવાનગીના કુકી કોઇપણ શરતો કે સરકારશ્રીની બિનખેતી પરવાનગી સંબંધિત આસ્થાથી સૂચનાઓનો ભંગ થયેથી આ હુકમથી મળેલ હંગામી બિનખેતી પરવાનગી આપોઆપ રદ્દ થયેલ ગણાશે.
(૩) બિનખેતી પરવાનગીનો સમયગાળો કે લીઝનો સમયગાળો પુર્ણ થયેથી લીઝ કરી આપનાર તથા લીઝ લેનાર બંનેની સંમતિથી લીઝ રીન્યુઅલ થયેથી પુન: હંગામી બિનખેતીની પરવાનગી મેળવવા નિયમાનુસારની અરજી (પરિશિષ્ટ-૧ મુજબ કરવાની રહેશે.
(૧૪) હંગામી બિનખેતી પરવાનગી રીન્યુએબલ એનર્જી સોલાર ઉર્જા ઉત્પાદન અંગેની જ હોઇ નિયમાનુસાર મેળવવાપાત્ર અન્ય પરવાનગીઓ સક્ષમ અધિકારીઓ પાસેથી લીઝ કરી આપનાર તથા લીઝ ધારણ કરનાર દ્વારા મેળવી લેવાની રહેશે.
૧૫) આ પ્રકારની હંગામી બિનખેતી પરવાનગી સક્ષમ અધિકારી પાસેથી મળ્યેથી પણ જમીનના ધારણકર્તા કે ટાઇટલમાં કોઇ ફેરફાર થશે નહીં અને ટાઇટલ સંબંધિત તમામ જવાબદારી વીઝ કરી આપનાર જમીનના કાયદેસરના કબજેદારની જ રહેશે.
(૧૬) આ પ્રકારની હંગામી બિનખેતી પરવાનગી સક્ષમ અધિકારી પાસેથી મળ્યેથી જમીનનો ઉપયોગ હંગામી બિનખેતી હેતુ માટે થતો હોઇ જમીનના કાયદેસરના કબજેદાર તેઓનો ખેડુત ખાતેદાર તરીકેનો દરજ્જો ગુમાવશે નર્ભિ તથા લીઝ પર જમીન મેળવનાર રીન્યુએબલ એનર્જી સોલાર ઉર્જા ઉત્પાદક,અરજદાર કંપની અન્ય ખેડુત ખાતેદાર હોવાનો દરજ્જો ધારણ કરી શકશે નહીં કે આ બાબતે કોઇ હક્ક-દાવો પણ કરી શકશે નહીં.
(૧૭) રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટસ જેવા કે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, વિન્ડ-સોલાર હાઇબ્રીડ આધારિત પ્લાન્ટ, સોલાર પ્રોજેકટને તથા કેંદ્ર સરકારની PM-KUSUM યોજના અંતર્ગત સ્થાપવામાં આવતા સોલાર પાવર પ્લાન્ટના હેતુને હંગામી બિનખેતી પરવાનગી આપવા બાબત સક્ષમ સત્તાધિકારીશ્રી તરીકે સંબંધિત પ્રાંત અધિકારીશ્રી રહેશે.
(૮)સદરહું હેતુઓ માટે ખેતીની જમીન લીઝ સિવાય ખરીદીને પ્રાપ્ત કરનાર બોનાફાઇડ પરચેઝરને સંદર્ભ (૫) દર્શિત પરિપત્ર મુજબ કલમ ૬૫-બી હૈઠળ નિયમાનુસાર ડીમ્ડ એન.એ.નો લાભ મળવાપાત્ર થરો અને તે માટે હાલની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
(૧૯) હંગામી બિનખેતી અંગેનો હુકમ થયા બાદ કોઇપણ તબક્કે તથા કોઇપણ કારણોસર લીઝ પુર્ણ કરવામાં આવે તો હંગામી બિનખેતી માટે સરકારશ્રીમાં ભરપાઇ કરેલ નાણાં નોન-રી ડબલ રહેશે
૩. ઉપર્યુક્ત ફકરા (૨) મુજબનું રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેકટસ જેવા કે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, વિન્ડ-સોલાર હાઇબ્રીડ આધારિત પ્લાન્ટ, સોલાર પ્રોજેકટને તથા કેંદ્ર સરકારની PM-KUSUM યોજના અંતર્ગત સ્થાપવામાં આવતા સોલાર પાવર પ્લાન્ટના હેતુની બિનખેતી પરવાનગીનું ઓનલાઇન મોડ્યુલ iORA portal પર પ્રોજેકટ ઓફીસરશ્રી(એસ.એમ.સી.) દ્વારા એન.આઇ.સી. પાસેથી તૈયાર કરાવી લેવાનું રહેશે.
૪. આ પરિપત્ર મહેસુલ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર મળેલી સરકારશ્રીની મંજુરી અન્વયે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
પરિશિષ્ટ અરજીનો નમુનો.
No comments:
Post a Comment