ભારતદેશમાં શેરશાહ સૂરી નો રાજ્યકાળ ૧૫૩૯ થી ૧૫૪૬ નો હતો. છ વર્ષના ટૂંકા રાજ્યકાળમાં તેણે અસંખ્ય રાજ્કીય અને વહીવટી સુઘારા કર્યા હતા જેમા મહેસૂલી સુધારા પણ સામેલ છે. તેણે ગજના માપથી જમીનનું ક્ષેત્રફ્ળ નક્કી કર્યું. ગજ એટલે બે ફુટ. જર–આયદ, બાગઆયદ અને ક્વ્વરી એ રીતે ખેતીલાયક, સિંચાઇવાળી ફળ આપનાર અને ચારેબાજુથી બાંધી ક્યારી બનાવેલી ડાંગરની જમીન દરેક પ્રકારના તેમાં થતી ઊપજને આધારે ત્રણ પેટાભાગ કર્યા-અવ્વલ, દોયમ અને સોયમ, જેને ગુજરાતીમાં ઊત્તમ, મધ્યમ અને કનીષ્ઠ એ રીતે લખાય છે. આ રીતે જમીનની ફળદ્રુપતા આધારે ઊત્પાદનના ધોરણે જમીનના પ્રકાર નક્કી કરવાની રીતને પ્રતવારી કહે છે.
જમીનની માપણી કરાવી, દરેક ગામનો હિસાબ માટે એક ચોપડો બનાવ્યો. જેને ગુજરાતીમાં ખાતાવહી કહે છે. શેરશાહે તેને સરવહી એટલે કે "હિસાબનો મુખ્ય ચોપડો” નામ આપ્યું. દેશી નામા પધ્ધતિ મુજબ ખાતા પાડી ખાતાં નંબર, જમીન માલીકનું નામ, જમીનની વિગત, ક્ષેત્રફ્ળ, આકાર જમા થયેલુ મહેસૂલ, બાકી મહેસૂલ ની વિગતો તેમાં નોંધી અંગ્રેજોએ આ "સરવહી” નું "સરવેઇ” એવું ઊચ્ચારણ કર્યુ. જમાઊધારના ખાતા પાડવામાં આવ્યાં. સરવહીનો ખાતા નંબર એટલે સરવે નંબર.
૧ ગુંઠા = ૩૩' × ૩૩’ ફુટ = ૧૨૧ ચો.વાર = ૧૦૧.૨૦ ચોમી.
૧ ઈચ = ૨.૫૪ સેન્ટીમીટર
૧ વાર = ૩ ફુટ
૧ ચો.વાર = ૯ ચો.ફુટ
૧ મીટર = ૩.૨૮૦૮૪ ફુટ
૧ ચો.મી. = ૧૦.૭૬ ચો.ફુટ
૧ ચો.મી. = ૧.૧૯૫૯૯ ચો.વાર
૧ માઈલ = ૧૬૦૯.૩૪૪ મી.
૧ ચો.માઈલ = ૬૪૦ એકર
૧ વીંધો = ૨૩.૫૦ ગુંઠા
૧ વીંધો = ૨૩૦૮ ચો.મી.
૧ વીંધો = ૨૮૪૪ ચો.વાર
૧ વાંધો = ૨૫૬૦૦ ચો.ફુટ
૧ ગુંઠા = ૧૦૮૯ ચો.ફુટ -
૧ ગુંઠા = ૧૨૧ ચો.વાર
૧ ગુંઠા = ૧૦૧.૨ ચો.મી.
૧ એકર = ૪૦ ગુંઠા
૧ એકર = ૪૩૫૬૦ ચો.ફુટ
૧ એકર = ૪૮૪૦ ચો.વાર
૧ એકર = ૧.૦૫ વીંઘા
૧ એકર = ૪૦૪૮ ચો.મી.
૧ આરે = ૧૦૦ ચો.મી.
૧ હેકટર = ૧૦,૦૦૦ ચો.મી.
૧ હેકટર = ૨,૪૦૧ એકર
૧ હેકટર = ૨.૫ એકર
૧ હેકટર = ૧૦૦ આરે
૧ હેકટર = ૧૦,૦૦૦ ચો.મી.
મુગલ સમયના એકમો અંગ્રેજોના સમયમાં થોડા બદલાયા, ૧૨૧ ચો. વારનો ગુંઠો યથાવત રહ્યો પરંતુ જુદા જુદા રાજયોમાં ૧૬ ગુંઠાનું વીઘું, ૨૪ ગુંઠાનું વીઘું એવા જુદા જુદા વીઘાને બદલે ૪૦ ગુંઠાનો એકરનવા માપ તરીકેચલણી બન્યો.મહેસૂલી ક્ષેત્રફળ હવે એકર અને ગુંઠામાં લખાતું થયું હાલમાં પણ સૌરાષ્ટમાં ૧૬ ગુંઠાનું વીઘું છે. ગાયકવાડી રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ૨૪ ગુંઠાનું વીઘું ગણાય છે.
No comments:
Post a Comment