વિષય :– તારંગા હીલ આબુરોડ રેલ્વે લાઈન પ્રોજેકટ
સંપાદનના કામે અનુસુચી–૨ મુજબ સર્વે કરવા તથા પોલીસી અહેવાલ મોકલવા બાબત.
ઠરાવ - નં.જમીન રેલ્વે સંપાદન વશી 972, 2023.
સંદર્ભઃ- (૧) રેલ્વે એકટ-૧૯૮૯
(૨) ભારત સરકારના રેલ્વે મંત્રાલયના આદેશ નં.E(NG)II/2010/RC-5/1, તા.૧૧/૧૧/૨૦૧૯
(૩) યોગ્ય વળતર મેળવવાનો અધિકાર અને જમીન સંપાદનના પારદર્શકતા, પુનઃર્વસન અને પુનઃસ્થાપન અંગેનો અધિનિયમ–૨૦૧૩ની કલમ-૨૬.
ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનુ કે, તારંગા હીલ–આબુરોડ રેલ્વે લાઈન પ્રોજેક્ટ અંતર્ગત સાખરા જિલ્લાના પોશીના તાલુકાનો ડંબા, લાખિયા, બામહુડા, ચંદ્રા, કાંડ, પેટાછાપરા (પોશીના), સોનગઢ ગામોની ખાનગી જમીનો સંપાદન કરવાની થાય છે.
સંદર્ભ-૧ની વિગતે રેલ્વે એકટ-૧૯૮૯ મુજબ જમીન સંપાદન અધિકારી (CALA) ધ્વારા સંપાદન થતી જમીનના વળતર ચુકવવા અંગેના એવોર્ડ કરવાના થાય છે. સંદર્ભ–૨ની વિગતે જોતા રેલ્વે એકટ-૧૯૮૯ હેઠળ સંપાદન થતી જમીનોનું વળતર ચુકવવા અંગે યોગ્ય વળતર મેળવવાનો અધિકાર અને જમીન સંપાદનના પારદર્શકતા, પુનઃર્વસન અને પુનઃસ્થાપન અંગેનો અધિનિયમ-૨૦૧૩ (RFCTLARR Act- 2013) ની જોગવાઈઓ મુજબ વળતર ચુકવવા આદેશ કરવામાં આવેલ છે. સદર એકટમાં અનુસૂચી ૧,૨,૩ મુજબ વળતર ચુકવવાની કાર્યવાહી કરવા જણાવેલ છે.
અત્રેના કિસ્સામાં ખાનગી જમીનો સંપાદન કરવાથી RFCTLARRACt-2013 ની બીજી અનુસુચી (SECOND SCHEDULE) મુજબ અસરગ્રસ્ત કુટુંબોને પુનઃ સ્થાપન અને પુનર્વસન અધિકારોના ઘટકો લાગુ પડે છે કે કેમ? તે અંગે ખાતરી કરવા સારૂ આપની કક્ષાએથી સર્વે હાથ ધરવા તથા જરૂર જણાય કોઈ એજન્સી મારફતે સર્વે કરાવી બીજી અનુસુચી મુજબના ઘટકો લાગુ પડતા હોય તેવા કુટુંબોની વિગતવાર માહિતી અત્રે મોકલી આપવા વિનંતી છે, આ ઉપરાંત બીજી અનુસુચી (SECOND SCHEDULE) મુજબ અસરગ્રસ્ત કુટુંબોને પુનઃ સ્થાપન અને પુનર્વસન અધિકારોના ઘટકો અંગે સંપાદક સંસ્થા ધ્વારા કેવી રીતે વળતર ચુકવવામાં આવનાર છે ? તે અંગે સંપાદક સંસ્થાની પોલીસી બાબતેની વિગતો મોકલી આપવા વિનંતી
No comments:
Post a Comment