સરકારશ્રીએ રાહતનો પ્લોટ આપેલ હોય તે વેચી શકાય છે. ?
સરકારી રાહતમાં મળેલ પ્લોટ તથા જમીન પ્રીમિયમ ભરી વેચી શકાય છે જે મુજબનો પરિપત્ર નીચે સામેલ છે તેને અનુસંધાને ધ્યાનમાં રાખી માગણી કરવાની રહેશે.
રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક: જમન/૧૦૧૯/૫૩૨/અ. તા. ૧૬/૦૩/૨૦૧૯
પરિપત્ર:
મહેસૂલ વિભાગની પ્રવર્તમાન નીતિ મુજબ રાહતદરે ફાળવેલ પ્લોટ પૂર્વમંજૂરીથી મકાન સહિત પ્લોટ વેચાણના કિસ્સામાં બજાર કિંમતના ૫૦% પ્રિમિયમ વસૂલ કરી મંજૂરી આપવાની જોગવાઇ છે જ્યારે અનધિકૃત વેચાણના કિસ્સામાં બજાર કિંમતના ૭૫% પ્રિમિયમ વસૂલ કરી અનધિકૃત વેચાણ નિયમિત કરવાની જોગવાઇ થયેલ છે. જ્યારે બજાર કિંમતે રહેણાંક હેતુ માટે ફાળવેલ પ્લોટ વેચાણ કરવાના કિસ્સામાં તા.૨૯/૦૯/૧૭ તથા તા.૦૧/૧૧/૧૮ના ઠરાવથી જોગવાઇ કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા જ્યારે રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે છે ત્યારે રાહત દરે ફાળવેલ પ્લોટ મકાનનું એકવાર વેચાણ થઈ જાય ત્યારબાદ તેવા પ્લોટ/મકાનોમાં મહેસૂલ વિભાગના તા.૨૯/૦૯/૧૭ તથા તા.૦૧/૧૧/૧૮ના ઠરાવ મુજબ નહીં પરંતુ મહેસૂલ વિભાગના તા.૦૬/૦૬/૨૦૦૩ના ઠરાવની જોગવાઇ મુજબ જ આગામી કાર્યવાહી કરવાની રહે છે.
આ સૂચનાનો સાપણે અમલ કરવાનો રહેશે.
No comments:
Post a Comment