સંયુક્ત કુટુંબની સ્થાવર મિલકતમાં સગીરના હકનું વેંચાણ કરવા હવે કોર્ટ પરવાનગીની જરૂર નથી.
સંયુક્ત કુટુંબની સ્થાવર મિલકતમાં સગીરનો વણવહેચાયેલો હક કે ખ્રિસ્સો ફક્ત તમદિલ થતો હોય તેવા દસ્તાવેજોના કિસ્સામાં હવેથી કોર્ટ પરવાનગીની જરૂર રહેશે નહીં તેવો નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આપીન જારી કરાયો છે. જો કે સ્થાવર મિલકતની પરિવારના સભ્યો વચ્ચે વહેંચણી થઈ ગઈ નોષ અને સગીરનો હક-કિસ્સો નક્કી થઈ ગયો હોય તો તેવા કિસ્સામાં કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ નિર્ણષના કારવો નવે સબ રજસ્ટ્રાર ક્વેરીમાં રજૂકરાતા દસ્તાવેજોમાં મિલકતના માલિક સગીર સોય તેવા કિસ્સામાં સગીરના હક્કનું વેચાણ કરવા કોર્ટ પરવાનગી લેવાની ઓશે નહીં.
મહેસૂલના નોંપણી સર નિરીક્ષક અને સુપ્રિોનન્ટ ઓફ સ્ટેમ્સની ઘેરી દ્વારા આ પ્રતત્વનો પરિપત્ર જારી કરાપી છે. સગીરના કિસ્સામાં દસ્તાવેજ નોંધણીમાં વિસંગતતા દૂર કરવા લયદા વિભાગના માર્ગદર્શન સાથે સૂચના જારી કરાઈ છે. તે મુજબ રાજ્યની સત્ય રજીસ્ટાર કચેરીમાં રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના માલિક સગીર હોષ તેવા કિસ્સામાં અરજઘરો પાસેથી કોર્ટ પરવાનગી માગવામાં આવે । છે પરંતુ ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ મુજબ સગીરના હાનું વેચાણ કરવા માટે કોર્ટની પરવાનગી લેવાની રહેતી નથી. આ મુળે હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંક ઝાક્ષા દ્વારા પણ સરકારમાં રજૂઆત કરાઈ ખેતી. 21 નવેમ્બરના પરિવત્રમાં જણાવ્યા મુજબ જ્યારે સગીરનો પ્રતિનિપિ સગીર વતી દસ્તાવેજ રજૂ કરે જેમાં સંયુક્ત કુટુંબની સાવર મિલકતમાં સંગીરનો વણ વહેચાયેલી હક-હિસ્સો તમઠિલ થતો હોયષ તેવા કિસ્સામાં કોર્ટની પરવાનગીની જરૂર રહેતી નથી. જો સ્થાવર મિલ્લતના પરિવારના સામ્યો વચ્ચે વહેચણી કરી દેવામાં આવી હોય અને તેમાં સગીરનો હક કે શિસ્સો પણ નક્કી કરી દેવાયો હોય તેવા કિસ્સામાં જ કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.
ગુજરાત હાઇકોર્ટ ગૃતિબેન સુઠાલાયાના કેસમાં આ અંગે ચુકાદો આવ્યો હતો. જેમાં સ્પષ્ટ કર્યું હતું કે સંયુક્ત કુટુંબની સંપત્તિસ્માથી માઇનરના સાત્તિમંત ભાગને ભરવા માટે 'કર્તા' (એટલે કે ઇરુ કુટુંબના મોભી, કર્તાધર્તા)ને કોર્ટની પૂર્વ મંજુરી લેવાનો કોઇ જરૂર નથી. તે સાથે હાઇકોર્ટ સુરતના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના એ આદેશને પણ રદ કર્યો હતો જેમાં સારજદાર મહિલાને તેમના માઇનર બાકીનો સંપત્તિમાં રહેલી ભાગ વેચવાની કોર્ટ મંજૂરી આપી નહોતી હાઇકોર્ટ આ મામલે લે ખુદ ખુદ હાલાકોટની ડિવીઝન બૅયના મુકાલા ઉપરાંત સુપ્રીમ કોર્ટના કેટલ્સ યુકાદાને પણ ટાંક્યા હતા. યુકાદામાં નવું હતુ કે સંયુક્ત સપત્તિને મેનેજ કરતા કર્તા કોર્ટની પૂર્વ મંજુરી લીધા વિના સંપત્તિમાંથી મહાનરના ભાગને તેચી શકે છે.
મિલકતના માલિક સગીર હોય તેવા દસ્તાવેજની નોંધણી માટે નિર્ણય લેવાયો.
સંયુક્ત કુટુંબની સ્થાવર મિલકતમાં સગીરનો વણવહેંચાયેલો હક કે હિસ્સો ફક્ત તબદિલ થતો હોય તેવા દસ્તાવેજોના કિસ્સામાં હવેથી કોર્ટ પરવાનગીની જરૂર રહેશે નહીં તેવો નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધીન જારી કરાયો છે. જો કે સ્થાવર મિલકતની પરિવારના સભ્યો વચ્ચે વહેંચણી થઇ ગઇ હોય અને સગીરનો હક-હિસ્સો નક્કી થઇ ગયો હોય તો તેવા કિસ્સામાં કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ નિર્ણયના કારણે હવે સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજૂ કરાતા દસ્તાવેજોમાં મિલકતના માલિક સગીર હોય તેવા કિસ્સામાં સગીરના હક્કનું વેચાણ કરવા કોર્ટ પરવાનગી લેવાની રહેશે નહીં.
મહેસૂલના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા આ મહત્વનો પરિપત્ર જારી કરાયો છે. સગીરના કિસ્સામાં દસ્તાવેજ નોંધણીમાં વિસંગતતા દૂર કરવા કાયદા વિભાગના માર્ગદર્શન સાથે સૂચના જારી કરાઇ છે. તે મુજબ રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના માલિક સગીર હોય તેવા કિસ્સામાં અરજદારો પાસેથી કોર્ટ પરવાનગી માગવામાં આવે છે પરંતુ ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટ મુજબ સગીરના હકનું વેચાણ કરવા માટે કોર્ટની પરવાનગી લેવાની રહેતી નથી. આ મુદ્દે હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા પણ સરકારમાં રજૂઆત કરાઇ હતી. 21 નવેમ્બરના પરિપત્રમાં જણાવ્યા મુજબ જ્યારે સગીરનો પ્રતિનિધિ સગીર વતી દસ્તાવેજ રજૂ કરે જેમાં સંયુક્ત કુટુંબની સ્થાવર મિલકતમાં સગીરનો વણવહેંચાયેલો હક-હિસ્સો તબદિલ થતો હોય તેવા કિસ્સામાં કોર્ટની પરવાનગીની જરૂર રહેતી નથી. જો સ્થાવર મિલકતના પરિવારના સભ્યો વચ્ચે વહેંચણી કરી દેવામાં આવી હોય અને તેમાં સગીરનો હક કે હિસ્સો પણ નક્કી કરી દેવાયો હોય તેવા કિસ્સામાં જ કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.
માઇનરના અવિભક્ત ભાગને વેચવા અંગે હાઇકોર્ટનો ચુકાદો શું હતો?
ગુજરાત હાઇકોર્ટે જાગૃતિબેન સુહાગિયાના કેસમાં આ અંગે ચુકાદો આપ્યો હતો. જેમાં સ્પષ્ટ કર્યું હતું કે સંયુક્ત કુટુંબની સંપત્તિમાંથી માઇનરના અવિભક્ત ભાગને વેચવા માટે ‘કર્તા’ (એટલે કે ઘર-કુટુંબના મોભી, કર્તાધર્તા)ને કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની કોઇ જરૂર નથી. તે સાથે હાઇકોર્ટે સુરતના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના એ આદેશને પણ રદ કર્યો હતો જેમાં અરજદાર મહિલાને તેમના માઇનર બાળકોનો સંપત્તિમાં રહેલો ભાગ વેચવાની કોર્ટે મંજૂરી આપી નહોતી. હાઇકોર્ટે આ મામલે ખુદ હાઇકોર્ટની ડિવીઝન બેંચના ચુકાદા ઉપરાંત સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાને પણ ટાંક્યા હતા. ચુકાદામાં નોંધ્યું હતું કે સંયુક્ત સંપત્તિને મેનેજ કરતા કર્તા કોર્ટની પૂર્વ મંજૂરી લીધા વિના સંપત્તિમાંથી માઇનરના ભાગને વેચી શકે છે.
No comments:
Post a Comment