ગુજરાતમાં ખેડૂતોની જમીન માલિકી મામલે રજૂઆતનો પડઘો.
શ્રીસરકારમાં ચડી ગયેલી જમીન માલિકીનાં નામે કરી આપવા પીએમ કાર્યાલયનો હુકમ
તમામ સત્તા મામલતદારોને સોંપાઈ, પુરાવા નજરે માલિકીનાં નામે હુકમ કરવા.
શ્રી સરકારમાં ચડી ગયેલી જમીન મૂળ જમીન માલિકના નામે કરી આપવા વડાપ્રધાન કાર્યાલય દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને તેની સત્તા મામલતદારને સોંપવામાં આવી હોવાનું ભારતીય કામદાર સંઘનાં પ્રમુખે જણાવ્યું હતું.
રાજ્યમાં ખેડૂતોની જમીન પોતાની માલિકીની જમીન એક યા બીજા કારણોસર શ્રી સરકારમાં જમા થઈ ગયેલ છે. માલિકીની જમીન વિઘોટી ભરી ન હોય અથવા ખેડૂત બહારના રાજ્યમાં હોય, દસ્તાવેજ થઈ ગયેલ હોય તેવા ખેડૂતોની વડીલોપાર્જિત માલિકી હકની જમીન શ્રી સરકાર થઈ ગયેલ હોય તેવી જમીન હજારો ખેડૂતોની જમીન અધ્ધરતાલે મહેસૂલ મહેકમમાં જમા પડી છે. આવી જમીન મહેસૂલ જમીન ધારાની કલમ ૩૭/૨ હેઠળ જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવે અને તેમની પાસે રિવિઝન અરજી કેસ દાખલ કરી આ અરજીનો એક વર્ષમાં ફેંસલો આવે તે આધારે ખેડૂતોને ન્યાય મળવા વકી છે. આવી પડતર જમીનો લાખો એકરમાં શ્રી સરકાર થઈ ગઈ છે. તે જમીન માલિકીનાં નામે કરી આપવા ભારતીય કામદાર સંઘનાં કચ્છ જિલ્લા પ્રમુખ જનાર્દન વી.ઉપાધ્યાય અને મહામંત્રી ઋષિ ઉપાધ્યાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરી હતી. જે રજૂઆત ધ્યાને લઈ વડાપ્રધાન કાર્યાલય ના તા.૧૫/૧૨૦૨૦ વાળા પત્ર સંદર્ભે કચ્છ કલેક્ટર દ્વારા તમામ મામલતદારોને તા.૧૨/૩/૨૦૨૦ વાળા હુકમથી જમીન ખેડૂતોના નામે તાત્કાલિક કાર્યવાહી કરી કલમ ૩૭/૨ મુજબ કાર્યવાહી હુકમ કરેલ છે તેવું ભારતીય કામદાર સંઘનાં પ્રમુખ જનાર્દન ઉપાધ્યાયે જણાવ્યું હતું.
કચ્છના ખેડૂતોના વ્યાપક હિતમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યો ચુકાદો.
ગુજરાતહાઇકોર્ટ દ્વારા કચ્છના ખેડૂતોના હિતમાં મહત્ત્વનો ચુકાદો અપાયો છે, જેમાં ઇનામનાબૂદીધારા-10 મુજબ સરકારમાં દાખલ થઇ ગયેલી જમીન મુક્ત કરાવવા માટે જો કોઇ અરજદાર અરજી કરે, તો 9 માસમાં અરજદારને સાંભળી પૂરાવો રજૂ કરવાની તક આપી તાત્કાલિક નિકાલ કરવા કચ્છ કલેક્ટર તથા મામલતદારને આદેશ અપાયો છે.
વર્ષ 1954થી વર્ષ 1971 દરમિયાન જ્યારે પ્રમોલોગેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે કચ્છમાં અવાર-નવાર પડેલા દુષ્કાળોના કારણે ખેતીની જમીન બિનખેડાણ રહેલી જેમાં વાવેતર થવાથી અને મોટા ભાગના લોકો રોજીરોટી માટે વિદેશ કમાવવા માટે ચાલ્યા ગયેલા તે સમયે પ્રમોલોગેશનની કાર્યવાહી હાથ ધરાતાં જમીન માલિકો કે કબજેદારો હાજર નહીં હોતાં જે તે વખતના અધિકારીઓએ ઇનામનાબૂદી ધારો-10 હેઠળ તે જમીન સરકારમાં દાખલ કરી હતી, પરંતુ કોઇની ખાનગી માલિકીની જમીનો સરકાર દાખલ કરતાં પહેલાં કેસ ચલાવવો જોઇએ. માલિક કે કબજેદારોના નામની નોટિસ આપવી જોઇએ. ખેડૂત જમીન ખેડતો નથી તેના વ્યાજબી કારણો છે કે નહીં તેની સ્થાનિકે જઇ તપાસ કરવી જોઇએ.
અન્યાય સામે ગુજરાત હાઇકોર્ટમાં ભુજના એડવોકેટે પીટીશન દાખલ કરી જુદા-જુદા પરિપત્રો રજૂ કરી ગુજરાતનો ટેનન્સી એક્ટની કલમ-65ની કલમની વ્યાખ્યામાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુૂર્તિ એચ.કે. રાઠોડ, સંજય ભટ્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઇ હંસરાજ પ્રેમજી કેશરાણીના સ્ટેટ ઓફ ગુજરાતના ચુકાદામાં ન્યાયમૂર્તિ અભિલાષા કુમારીએ એવું સ્પષ્ટ તારણ આપ્યું કે, ઇનામનાબુદી ધારાની કલમ-10 મુજબ સરકારમાં દાખલ કરેલી જમીનોમાં અરજદારોએ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-37(2) મુજબની અરજીઓ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી ગુજરાત હાઇકોર્ટે આવી અરજીઅોનો નિકાલ નવ માસની અંદર અરજદારોને સાંભળી પુરાવો રજૂ કરવાની તક આપી તાત્કાલિક નિકાલ કરવો તેવો આદેશ કચ્છ કલેક્ટર તથા મામલતદાર-ભુજને કરવામાં આવ્યો હતો. એડવોકેટ એસ.ટી. પટેલ અને તેમની પુત્રી જેમીનીબેને દલીલો કરી હતી.
ઇનામનાબૂદીધારા-10 મુજબ સરકારમાં દાખલ થયેલી જમીન માટેની અરજીનો 9 માસમાં નિકાલ કરવા આદેશ
No comments:
Post a Comment