સોલાર/વિન્ડ/સોલાર-વિન્ડ હાઇબ્રીડ રીન્યુએબલ પાર્ક માટે સરકારી પડતર જમીન ફાળવવાની નીતિ.
ગુજરાત રાજ્યમાં સોલાર અને વિન્ડ એનર્જી ઉત્પાદન માટેની ક્ષમતા વિપુલ માત્રા માં ઉપલબ્ધ છે. રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ ના કારણે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ખૂબજ મોટા પાયે રોકાણો આવવાની સંભાવના છે. ભારત સરકાર દ્વારા પણ, વર્ષ ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ક્ષમતામાં ઘટાડો કરવા અને રીન્યુએબલ એનર્જીની સ્થાપીત ક્ષમતા વધારીને ૫૦% સુધી પહોંચાડવાની વચનબદ્ધતા અને કટિબદ્ધતા જાહેર કરવામાં આવેલ છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વધતી જતી વીજ માંગ ને પહોંચી વળવા અને રાજયના એનર્જી મીક્ષમાં રીન્યુએબલ એનર્જી નો ફાળો વધારવા માટે લક્ષ્યાંકો નિર્ધારીત કરેલ છે. આ લક્ષ્યાંક ખૂબજ મહત્વકાંક્ષી લક્ષ્યાંકો છે અને તેથી તે ને સમયસર પૂર્ણ કરવા માટે એવી કંપનીઓની પસંદગી કરવી જોઈએ જેને આ કામગીરી નો બહોળો અનુભવ હોય,નાણાકીય ક્ષમતા હોય, ખૂબજ મોટા પ્રમાણમાં પ્રોજેકટ સ્થાપવાની તાંત્રીક ક્ષમતા હોય, આ ક્ષેત્ર માં વિશાલ પ્રમાણમાં ગુજરાતમાં મૂડી રોકાણ કરેલ હોય, રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં મેન્યુફેકચરીંગ બેઝ હોય, આ તમામ માપદંડો ધ્યાને લઈને ડેવલપરની પસંદગી કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ સંદર્ભ (૪) થી હાઇ પાવર કમિટિએ કરેલ ભલામણ મુજબ સોલાર/વિન્ડ/સોલાર-વિન્ડ હાઇબ્રીડ રીન્યુએબલ પાર્ક માટે સરકારી પડતર જમીન ફાળવવાની નીતિ-૨૦૧૯ માં સુધારાઓ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
No comments:
Post a Comment