મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આગોતરો કબજો સોપાયેલ હોય તેવા કિસ્સામાં જુના જંત્રીના દર લાગુ કરવા બાબત.
૧. મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક:(૨)ના તા:૧૭/૦૫/૨૦૧૭ ના ઠરાવથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે મેગા તરફથી ડીપો અને સ્ટેશન તેમજ આનુષંગિક કામો માટે માંગવામાં આવેલ જરૂરિયાતની જર્મીન જંત્રી ભાવે મૈગાને આપવાની રહેશે, તે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે તથા વંચાણે લીધેલ ક્રમાંક:(૩)ના તા:૨૪/૦૩/૨૦૨૦ના ઠરાવથી મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક:(૧)ના તા:૧૭/૦૫/૨૦૧૭ના ઠરાવની જોગવાઈઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કાર્યરત થનાર સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને લાગુ પાડવા બાબતે ઠરાવેલ છે.
૨. વહીવટી સંચાલકશ્રી, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક:પાના પત્રથી રજૂઆત કરેલ છે કે, સરકારશ્રી દ્વારા સને ૨૦૧૧ની જંત્રી રીવાઈઝડ કરી, જુના જંત્રી દરમાં વધારો કરીને મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક:(૪)ના તા:૧૩/૦૪/૨૦૨૩ના ઠરાવથી નવા જંત્રી દરો તા:૧૫/૦૪/૨૦૨૩ થી લાગુ પાડવાનું નક્કી કરવામાં આવેલ છે. જે કારણોસર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને ફાળવવામાં આવતી જમીનની કિંમતોમાં વધારો થવાના કારણોસર પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થશે અને નાણાકીય મર્યાદા જળવાશે નહી. આથી, સને ૨૦૧૧ના જુના જંત્રી દર લાગુ કરવા બાબતની રજૂઆત સરકારશ્રીને મળી આવેલ હતી, જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પરિપત્ર
૩. કાળજીપૂર્વક વિચારણાને અંતે, મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જરૂરિયાતની જે જમીનોનો આગોતરો કબજો તા:૧૫/૦૪/૨૦૨૩ પહેલાં સોંપવામાં આવેલ છે, તેવી જમીનો અંગેની દરખાસ્તમાં મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક:(૧)ના તા:૧૮/૦૪/૨૦૧૧ના ઠરાવથી નિયત થયેલ જુના જંત્રી દરો લાગુ કરવાની સૂચના આથી પરિપત્રિત કરવામાં આવે છે.
૪. આ પરિપત્ર આ વિભાગની ફાઇલ ક્રમાંક: RD/MSC/e-file/15/2023/7445/A (Land) ઉપર નાણા વિભાગની તા.૨૭/૦૮/૨૦૨૩ ની નોંધથી મળેલ સંમતિ તથા સરકારશ્રીની મળેલ મંજુરી અન્વયે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આગોતરો કબજો સોપાયેલ હોય તેવા કિસ્સામાં જુના જંત્રીના દર લાગુ કરવા બાબત
No comments:
Post a Comment