ખેતી વિષયક હેતુ માટે સરકારી પડતર જમીનોના નિકાલ બાબત લાગુ જમીન આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:જમન/૩૯૯૭/૨૦૯૮/ અ, તા.૨૫/૦૯/૧૯૯૭ Download
સસ્તા ભાવમાં સરકારી જમીન મેળવી ઉભો કરો રોજગાર
આ સરકારી જમીન પર સામાન્ય માણસ ઔષધિ અથવા ફળ ઉગાડવાનું કામ જ કરી શકશે. ગુજરાત પહેલું રાજ્ય છે જેણે આ કાયદાને લાગુ કર્યો છે. આ કાયદા અનુસાર, પહેલા 5 વર્ષ સુધી કોઈ ફી નહીં લેવામાં આવે. જમીનને ખેડૂત અથવા ખેતી ન કરતા લોકો પણ લીઝ પર લઈ શકે છે. જમીનને લીઝ પર આપવાનો નિર્ણય એક હાઈ પાવર કમિટી અને કલેક્ટર મળીને લેશે.
- સરકારો પડતર જમીનને લીઝ પર આપવાનું શરૂ કર્યું
- આમ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય
- કૃષિ કાયદા બાદ હાર્ટિકલ્ચર પોલિસીમાં પણ મોટો ફેરફાર
દેશની ઘણી રાજ્ય સરકારો હવે પડતર જમીનને લીઝ પર આપવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાત પહેલું એવું રાજ્ય છે જેણે તેના પર પગલાં ભર્યા હતા. હવે મધ્ય પ્રદેશ, યુપી, બિહાર, હિમાચલ પ્રદેશ અને આસામ જેવા રાજ્યોમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષના અંતમાં મોદી સરકારના આદેશ બાદ રાજ્ય સરકારે પડતર જમીનેને હવે લીઝ પર આપવાનું કામ શરૂ કરી દીધુ છે. દેશના સામાન્ય નાગરીક અને વ્યાપારી હવે આ સરકારી જમીનોને ખૂબ જ સસ્તા ભાવમાં લઈને ખેતી કરી શકશે. અથવા કોઈ ઉદ્યોગ ઘંધો શરૂ કરી શકશે. આ વર્ષે દેશમાં કૃષિ કાયદા બાદ હાર્ટિકલ્ચર પોલિસીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એવામાં જો તમે સરકારી પડતર જમીન લીઝ પર લેવા માંગો છો તો જિલ્લા કાર્યાલયમાં અથવા રાજ્ય સરકારોની વેબસાઈટ પર જઈન આવેદન કરી શકો છો.
No comments:
Post a Comment