વિલ બનાવવાની આદર્શ પધ્ધતિ :-
સાદા કાગળ પર, સુવાચ્ય અક્ષરથી, ચેક્ચાક કર્યા સિવાય, સાદી ભાષામાં સામાન્ય માણસ સમજી શકે તેવા શબ્દોમાં તૈયાર કરી શકાય છે. ૭૦થી વધારે ઉમરની વ્યક્તિનું વિલ બનાવવાના પ્રસંગે વિલ કરવાના દિવસે આ વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ હોવા અંગેનું મેડિકલ પ્રમાણપત્ર લેવું હિતાવહ છે. વસિયત કરનારે વસિયતની વિગતો અંગેની સંપુર્ણ જાણકારી ધરાવવી આવશ્યક છે. સ્થિર માનસિકતા, શારિરીક સ્વસ્થતા ધરાવતા વયસ્ક વ્યક્તિ વસિયત ધ્વારા પોતાની સંપત્તિની વ્યવસ્થા કરી શકે છે. કુમારીકા, પરિણીતા કે વિધવા પોતાની ઇચ્છા અનુસાર વસિયત કરી શકે છે. શારિરીક અક્ષમતા, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ પોતાની ઇચ્છા અનુસાર વસિયત કરી શકે છે. વિલ પક્ષપાત વિહોણું, યોગ્યતા ધરાવતા તમામ સભ્યોને સરખા હિસ્સે વહેંચી શકાય તેવું હોવું જરુરી છે. વિલમાં દસ્તાવેજથી ટ્રાન્સફર કરી શકાય તેવી સ્થાવર - જંગમ મિલકતનું સંપુર્ણ વર્ણન દર્શાવવું જરુરી છે. વિલના લખાણમાં બે સાક્ષીઓની હાજરીમાં વિલ કરનારે સહી કરવી જરુરી છે. વિલમાં સહી કરનારા સાક્ષીઓ વિલ કરનાર વ્યક્તિથી ઉંમરમાં નાનાં અને તેઓનું હીત સમાતુ ન હોવુ જોઇએ. લખાણ સાક્ષીઓને વંચાવવું જરુરી નથી. વિલનું લખાણ પુર્ણ થતા સહી, તારીખ, સ્થળ દર્શાવવા. દરેક પાના ઉપર સહી અને લખાણના અંતમાં વિલ કરનારની સહી કે આંગળી અંગુઠાનું નિશાન જરુરી છે. વસિયતનામામાં વિડો, વિધવા, જેવા શબ્દો વપરાતા નથી. તેને બદલે “ અવસાન પામનારના પત્ની ” તરિકે ઉલ્લેખ યોગ્ય ગણાય છે. વસિયત તૈયાર થયા બાદ તેમાં કાંઇ છેકછાક obliteration डे यांतर पंडित जाए। Interlineation કે લખાણમા પરિવર્તન આવે ત્યારે વસિયતના મુળ અક્ષર સ્પષ્ટ વાંચી શકાય તેવા ફેરફાર પાસે હાંસિયામા કે ફેરફારની પાસે વસિયત કર્તાની સહી હોવી જરુરી છે. અથવા તો વસિયતના અંતે Footnote એક નોંધ કરી તે પર વસિયત કર્તાની સહી અને સાક્ષીકરણ કરેકલ હોવું જરુરી છે. વસિયત કર્તાએ વસિયતમાં સહી કરવી, પોતાની શારિરીક નિર્બળતા કે અન્ય રીતે અસમર્થ વ્યક્તિએ ડાબા હાથના અંગુઠાની કરેલ નિશાનીને યોગ્ય ગણી શકાય છે. પોતાની સહી વસિયતનાં અંતમાં, વસિયતના દરેક પાનાના અંતમાં કે હાંસિયામાં, પ્રાદેશિક ભાષામાં કરી શકાશે. વસિયતમાં યોગ્ય સાક્ષી કરણ કરેલ ન હોય તો અમાન્ય ઠરે છે. ઓછામાં ઓછા બે સાક્ષી ઓ કે જેમણે વસિયતકરનારને પોતાની હાજરીમાં વિલમાં સહી કે નિશાની કરતા જોયા હોય, અને તે બદલ સાખ તરિકે સહી કરેલ હોવી જોઇએ. વસિયત કરનાર પોતાની વસિયતની વિગતો સાખ કરનારને જણાવવી આવશ્યક નથી, કે સાક્ષી કરણ કરનારે વસિયતની વિગતો જાણવી જરુરી નથી. વિલ શક્ય હોય તો નોટરીની હાજરીમાં સહી સિકકા સાથે કરાવવું જરુરી છે. રાજ્યના કોઇ પણ સબ રજીસ્ટ્રાર કચેરીમા વિલ રજીસ્ટર્ડ કરાવી શકાય છે. બન્ને સાક્ષિઓએ રજીસ્ટ્રાર કચેરીમાં હાજર રહેવું જરુરી છે. જેમાં કોઇ સ્ટેમ્પ પેપર લગાડવાની જરુર નથી. વિલ રજીસ્ટ્રેશન કરાવતી વખતે સમય લખવો જરુરી નથી. વિલને એક વખત બનાવ્યા બાદ જરુર જણાય તો અગર સાક્ષીનું અવસાન થવાના પ્રસંગે બીજી વખત પણ બનાવી શકાય. અગાઉનું વિલ રજીસ્ટર્ડ કરાવ્યું હોયતો બીજી વખતનું વિલ રજીસ્ટર્ડ કરાવવું હિતાવહ છે. બીજી વખતના વિલમાં અગાઉ વિલ બનાવ્યાનો ઉલ્લેખ કરવો જરુરી છે. વિલ કરનાર પોતાની ઇચ્છા અનુસાર વિલના વહિવટ કર્તા નિમી શકે છે. વહિવટકર્તાની જવાબદારી વિલની અમલ બજવણી સંપુર્ણ ન થાય ત્યાં સુધીની છે. વહિવટકર્તાની
સહી સાક્ષી તરિકે ન લઇ શકાય. વારસદાર સગિર હોય ત્યારે વસિયતમાં ટ્રસ્ટી નિમી શકાય છે. વિલની બે નકલો બનાવી અલગ અલગ સલમત અને ગુપ્ત જગ્યાએ રાખવી હિતાવહ છે. જેથી તેમાં સુધારા વધારા છળ કપટ ટાળી શકાય છે.
વિલના પ્રકાર : -
કાયદાકિય રીતે વિલના બે પ્રકાર :
৭. Previlaged will :- सा वि जास इरिने सापां જવાનોને વધુ સ્પર્શે છે. યુધ્ધ દરમિયાન પોતાની ફરજ બજાવતા અંતિમ ક્ષણો ગુજારતા ત્યારે પોતાના સાથીદારને પોતાની ઇચ્છા દર્શાવી શકે છે. તે લેખિત હોઇ શકે છે. તેમાં સહી / સાક્ષીની જરુર નથી. તેમાં ફેરફાર / રદ કરી શકે છે. સૈનિક એક માસ જીવન જીવી જાયતો આવું વિલ આપોઆપ રદ બની જાય છે.
૨.UnPrevilaged will : વિશેધિકૃત વસિયત સિવાય તમામ મિલકતની વહેંચણીને સામાન્ય વસિયત તરીકે ઓળખાય છે. આ ઉપરાંત સામાન્ય રીતે નીચે જણાવ્યા મુજબના વિલ બનતા હોય છે.
૧. Nucupative will મૌખિક વસિયત - હિંદુ વસિયત ધારામાં આ વિલ વસિયત અસ્તિત્વમાં નથી. મૌખિક વસિયત વારસા ધારો લાગુ ન પડે ત્યાં મૌખિક વસિયત બનાવી શકાય છે.
૨. Holograaph will સ્વલિખીત વિલ - વિલ સ્વ હસ્તાક્ષરમાં લખેલ હોઇ તેને ખોટું સાબિત કરવું ઘણું મુશ્કેલ જનક છે.
૩. Inofficial will અનુચિત વિલ - વિલ કરનારની કુદરતી લાગણીઓ કે નૈતિક ફરજો સાથે સુસંગતતા ધરાવતા ન હોય તેવી વસિયતને અનુચિત વસિયત તરિકે ઓળખવામા આવે છે.
૪. Mutual will પારસ્પરિક વિલ – બે વસિયત દ્વારા બે વ્યક્તિ પરસ્પર પોતાની મિલકતનાં એક સરખા અધિકાર આપતા હોય તેવા વસિયત્નેપારસ્પરિક તરિકેઓળખવામાઆવે છે.
૫ Joint will સંયુક્ત વસિયત - બે કે વધુ વસિયત કર્તાઓએ વસિયત ધ્વારા પોતાની સ્વતંત્ર કે સંયુક્ત મિલકતની વ્યવસ્થા કરેલ હોય તેને સંયુક્ત વસિયત તરિકે ઑળખવામા આવે છે.
૬. Informal will અનૌપચારિક વસિયત - એ અગાઉ કરલ વસિયતની સમજુતી અને વ્યવસ્થામા ફેરફાર કે ઉમેરો કરે છે.
આ સાથે આદર્શ વિલ વારસનામાનો નમુનો આપવામાં આવેલ છે. તેમાં યોગ્ય જણાય તે મુજબ ફેરફાર કરી વિલ બનાવી શકાશે.
મારી કાયદા વિશેની ઉત્તમ જાણકારી, વિવિધ લખાણોનાં વાંચન બાદ આ બ્લોગ તૈયાર કરવામાં આવેલ છે. વિલને ચેલેન્જ કરી શકાય છે. સુધારા વધારા માન્ય છે****
No comments:
Post a Comment