સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ દ્વારા જાહેરનામું, ૧લીથી અમલ
- ખેતી-બિનખેતીના દસ્તાવેજોની નોંધણી હવે એક જ કચેરીથી થશે.
- માત્ર ખેતીના દસ્તાવેજો નોંધતી સબ રજિસ્ટારની કચેરીઓ બંધ થઈ.
કોર્પોરેશન વિસ્તારોમાં માત્ર ખેતીની કચેરીઓના દસ્તાવેજ નોંધતી સબ રજીસ્ટ્રારની કચેરીઓને બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. તેના સ્થાને નવી | કચેરીઓને શરૂ કરાઈ છે. એટલે કે ૧લી જાન્યુઆરીથી નવી કચેરીઓમાં ખેતી અને બિનખેતીના દસ્તાવેજોની નોંધણી થઈ શકશે. તેના માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહી. સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ દ્વારા આ સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરનામુ બહાર પાડી દેવાયુ છે.
જે ત્રણ કચેરીઓને બંધ કરાઈ છે તેમાં અમદાવાદ સિટી પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, જામનગર-૪, વડોદરા શહેર અને ગામો, સુરત-૮ રાંદેર અને સુરત-૯ ચોર્યાસીનો સમાવેશ થાય છે. તેની જગ્યાએ ડાંગ, તાપી, દાહોદ, અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં નવી કચેરીઓને શરૂ કરાઈ છે.
સરકારના આ નિર્ણયથથી પક્ષકારોને ખેતી-બિનખેતીના દસ્તાવેજોની નોંધણી માટે અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂર પડશે નહી, નોંધાયેલા દસ્તાવેજોનુ રેકર્ડ એક જ સ્થળેથી મળી રહેતા ઈન્ડેકસની નકલ, ઈન્કમરન્સ સર્ટિફેકટ વગેર જેવા ડોક્યુમેન્ટસ મેળવવા માટે પણ જૂદી જૂદી કચેરીના ધક્કા ખાવી નહી પડે. સમય અને શકિતની બચત થશે. તેમજ કચેરીનુ વહીવટી કામ પણ ઘણું જ સરળ બનશે. તાલુકા કક્ષાએથી જ દસ્તાવેજોની નોંધણીની કામગીરી થવાથી લોકોને જીલ્લા સુધી જવુ નહી પડે.
No comments:
Post a Comment