દસ્તાવેજ થકી અથવા કોર્ટના હુકમ થકી વિભાજન કરવામાં ન આવે ત્યાં સુધી પક્ષકારોના કબજા ભોગવટા અલગ થઈ ચૂક્યાનું માની શકાય નહીં.
🧑🎓 નજમુદીન મેઘાણી ⚖️✒️
જયારે મિલકતો સંયુક્ત કુટુંબની સહિયારી માલિકીની ચાલી આવેલી હોય અને તેવી મિલકતો કુટુંબના અલગ-અલગ સહહિસ્સેદાર તેનો કબજો, ભોગવટો, વપરાશ અલગ-અલગ કરતા હોય ત્યારે સામાન્ય રીતે તેવી વ્યક્તિને એમ થાય કે, સંયુક્ત કુટુંબની સહિયારી માલિકીની મિલકતો વર્ષોથી કબજો, ભોગવટો, વપરાશ અલગ-અલગ ચાલે છે તેથી તેવી મિલકતોનું વિભાજન થઈ ગયું છે અને પોતે તેના માલિક થઈ ગયા છે.
પરંતુ કોઈ મિલકત સંયુક્ત કુટુંબની ચાલી આવેલી હોય અને તેના પારણકર્તાઓ વચ્ચે અલગ-અલગ કબજા ભોગવટો ચાલી આવેલ હોવા છતાં સહહિસ્સેદારો/પક્ષકારો વચ્ચે અંદરો- અંદર નકક્કી કરી જયાં સુધી વિભાજન અંગેના કાયદેસરના દસ્તાવેજ એક્ઝિક્યૂટ કરવામાં ન આવે ત્યાં સુધી તેવી મિલકતનો કબજો સહહિસ્સેદારો પૈકી કોઈ એક વ્યક્તિ દ્વારા કબજો ધારણ કરાયેલ હોય તો પણ તે તમામ સહહિસ્સેદારો વતી પારવા કરાયેલ કબજો હોવાનું કાયદા મુજબ માનવામાં આવે છે
આમ, સંયુક્ત કુટુંબની મિલકતના વિભાજન ભાબતે કાયદેસરનો દસ્તાવેજ એકિઝકયૂટ કરવો જરૂરી છે અથવા તો સક્ષમ કોર્ટ તરફથી વિભાજન કરવા અંગે હુકમહુકમનામું કરાવવું જરૂરી છે. ફક્ત સંયુક્ત માલિકીની મિલકતોના માલિકો વચ્ચે મૌખિક રીતે વિભાજન કાયદાકીય જોગવાઈઓ મુજબ ચાલી શકે નહીં અને વર્ષોના અનન્ય કબજા ભોગવટાના આધારે પોતાની માલિકી હોવાનો બચાવ લેવામાં આવે યા દાવોકરવામાં આવે તો તેવા લેખ યા દસ્તાવેજના અભાવમાં પુરાવાકીય રીતે સાબિત કરવું ઘણું અગવડતા ભર્યું રહે છે.
ઉપર વર્ણવ્યા મુજબ દસ્તાવેજ થકી અથવા કોર્ટના હુકમ થકી વિભાજન કરવામાં ન આવે ત્યાં સુધી પક્ષકારોના કબજા/ભોગવટા અલગ થઈ ચૂકયાનું માની શકાય નહીં તેવો સિદ્ધાંત નામદાર કલકતા હાઈકોર્ટ (ખંડપીઠ) દ્વારા નિર્મલેન્દુ કર્માકર વિરુદ્ધ રથીન્દ્ર નાથ ક્રર્માકર અને બીજાઓ, ફર્સ્ટ અપીલ નં. ૧૭/૨૦૨૩, એક.એ.ટી.નં. ૩૦૮/૨૦૧૮ના કામે તા.૩૦/૦૧/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧. ઈશ્યૂ-૧, જાન્યુઆરી-૨૦૨૪, પાના નં.૫૮) આ કેસની ટૂંકમાં હકીકત 1 નીચે મુજબ છે.
પ્રશ્નવાળી મિલક્ત ગોપાલચંદ્ર કર્માકર કે જેઓ વાદી તથા પ્રતિવાદી નં. ૧ અને રના દાદાએ ખરીદ કરેલી અને ત્યારબાદ ગોપાલચંદ્ર કર્માકર નાએ પ્રશ્નવાળી મિલકત વાદી તથા પ્રતિવાદી નં. ૧ અને ૨ ના પિતા : ગૌર હરિને બક્ષિસ ખતથી બક્ષિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ગૌર હરિ નું અવસાન થતાં વાદી તથા પતિવાદી નં. ૧ અને ૨ નાઓ તેમના કાયદેસરના વારસદારો ચાલી આવેલા. અને ત્યારબાદ વાદીએ સંયુક્ત મિલકતના કબજા અને ભોગવટામાં અગવડ અનુભવાતી હોવાથી વિભાજન કરવા માટે પત્ર/નોટિસ આપેલ, પરંતુ પ્રતિવાદી નં. ૧ નાએ તેના જવાબ થકી પ્રશ્નવાળી મિલકતના પાછળના ભાગે મકાનના ભોંયતળિયા તેમજ પહેલામાળના અનન્ય માલિક હોવાનું અંગે ઉત્તર આપવામાં આવતા. વાદીએ પતિવાદી નં.૧ તથા ર નાઓ વિરુદ્ધ પ્રશ્નવાળી મિલકતના ૧૦૩ હિસ્સાના માલિક હોવાનો તથા તેમાં પતિવાદી નં.૧ દ્વારા ચલાવવામાં આવતા ધંધાની આવકમાં ૧/૩ હિસ્સાના માલિક હોવાનો દાવો દાખવ કરેલ. જે દાવાના કામે પક્ષકારોની રજૂઆતો- પુરાવાઓ અને જુબાનીઓના આધારે નામદાર કોર્ટ તરફથી દાવાના કામે પશ્નવાળી મિલકતમાં પ્રત્યેકનો ૧/૩ હિસ્સાના માલિકો જાહેર કરવામાં આવેલ અને પતિવાદી નં.૧ દ્વારા દાખલ વળતો ઠાવો(કાઉન્ટર ક્લેઇમ) રદ કરવામાં આવેલ. જે હુકમથી નારાજ થઈ પતિવાદી નં.૧/હાલના અપીલકર્તાએ હાલની આ અપીલ નામદાર હાઈ કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવેલ.
નામદાર હાઇકોર્ટ એવા તારવા ઉપર આવેલા કે, ગોપાલચંદ્ર કર્માકર પ્રશ્નવાળી મિલકતના માલિક હતા અને તેઓએ પ્રશ્નવાળી મિલકતના આગળના ભાગે બે માળના મકાનનું બાંધકામ કર્યું હતું અને તેઓએ પશ્નવાળી મિલકત તેમના દીકરા ગૌરી હરિ કર્માકરને બલિસમાં આપી હતી. તેમજ ગૌરી હરિએ વાદી તેમજ પ્રતિવાદી નં. ૧ એમ બે દીકરાઓ તેમજ પતિવાદી નં.ર અને એક પરિણીત દીકરી નામે ઈન્દ્રાણી(મૃતક) એમ કે દીકરીઓને પાછળ છોડયા હતા, પરિણામે પ્રતિવાદી નં. ૧ નાએ એવી રજૂઆત ઉપરિચત કરી હતી કે, દાવો જરૂરી પક્ષકારોને નહીં
જોડવા બદલ ખરાબ હતો. ખરી હકીકતમાં ઈન્દ્રાણી નિ:સંતાન અવસાન પામી હતી અને તેથી વિદ્વાન નીચલી કોર્ટે ઠરાવેલ છે કે, ઈન્દ્રાણીનો હિસ્સો તેણીના પિતાના વારસો હોઈ, હિન્દુ વારસા અધિનિયમની કલમ ૧૫(૨)(એ)ના પરિપેક્ષમાં દાવાના પક્ષકારો ઉપર સંકમિત થયો હતો અને તેથી ઠાવો જરૂરી પક્ષકારોને નહીં જોડવા બદલ ખરાબ નથી.
વધુમાં પતિવાદી નં. ૧ નાએ જો કે દાવો કર્યો હતો કે પાછળનો ભાગ તેઓને ફાળવવામાં આવ્યો હતો, જ્યારે આગળનો ભાગ વાદીને ફાળવવામાં આવ્યો હતો અને આવી ફાળવણીઓ મૌખિક રીતે કરવામાં આવી હતી, તેમ છતાં વાદી અને પતિવાદી નં.ર એમ બંનેએ તેવી રજૂઆત અંગે ભારપૂર્વક વિરોધ કરેલ છે. જેથી આવી હકીકતોની શ્રેણીમાં વિદ્વાન
નીચલી કોર્ટે સાચી રીતે પ્રતિવાદી નં.૧ નો આવો દાવો સ્વીકારવાનો ઈનકાર કર્યો છે અને કોઈ કાયદેસર રીતે અમલપાત્ર દસ્તાવેજના અભાવમાં પ્રતિવાદી નં.૧ ને દાવાવાળી મિલકતના પાછળના ભાગે આવેલ જમીન અને માળખાના અનન્ય માલિક હોવાનું ઠરાવી શકાય નહી. એ બાબત સ્વતઃ સિદ્ધ છે કે, એક સંયુક્ત મિલકતનું કયાં તો દસ્તાવેજ (એક્ઝિકયૂટ) કરવાની રાહે અથવા તો કોર્ટની મધ્યસ્થી (હુકમ) થકી વિભાજન કરવામાં આવે ત્યાં સુધી અને તે સિવાય એવું ઠરાવી શકાય નહીં કે રહેઠાણો (પક્ષકારોના કબજા અને ભોગવટા) અલગ થઈ ચૂક્યા હતા.
તેમજ જો એવું સાબિત કરવામાં આવે કે પ્રતિવાદી નં.૧ અનન્ય રીતે પાછળના ભાગના ભોગવટામાં આવે, તો પણ તેવો કબજો કરજિયાતપણે તમામ સહહિસ્સેદારો વતી ધારણ કરાયેલ કબજો હોવાનું માની લેવું જોઈશે.
આમ, નામદાર હાઈક્રોટના ઉપરોકત ચુકાદાને ધ્યાને લેતા એવો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય છે કે, દસ્તાવેજ થકી અથવા કોર્ટના હુકમ થકી વિભાજન કરવામાં ન આવે ત્યાં સુધી પલકારોના કબજા/ભોગવટા અલગ થઈ ચૂકયાનું માની શકાય નહીં. (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧. ઈશ્યૂ.૧, જાન્યુઆરી-૨૦૨૪, પાના નં.પર)
No comments:
Post a Comment