ORA એપ્લીકેશનમાં કલેક્ટરશ્રી/જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા એક વખત સુધારો કરવી તેમજ આ સુધારેલ અરજી પર પુન: અરજદારશ્રીના સહી/અંગુઠાના નિશાન લઇને તે પરત્વે વિચારણા કરવી. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, August 7, 2025

ORA એપ્લીકેશનમાં કલેક્ટરશ્રી/જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા એક વખત સુધારો કરવી તેમજ આ સુધારેલ અરજી પર પુન: અરજદારશ્રીના સહી/અંગુઠાના નિશાન લઇને તે પરત્વે વિચારણા કરવી.

પરિપત્ર ક્રમાંક : 

મહેસૂલ વિભાગનો  તા. ૦૫/૦૮/૨૦૨૫નો પરિપત્ર ક્રમાંક અદજ/૧૦૨૦૨૧/૩૨૪૦/જ

વંચાણમાં લીધા:

(૧) મહેસૂલ વિભાગનો તા.૨૫/૧૨/૨૦૨૧નો પરિપત્ર ક્રમાંક: અદજ/૧૦૨૦૨૧/૩૨૪૦/જ

(૨) મહેસૂલ વિભાગનો તા.૧૮/૦૩/૨૦૦૬નો પરિપત્ર ક્રમાંક: અદજ/૧૦૨૦૦૩/૨૬૩૨/જ

પરિપત્ર :

આ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક (૧) પરના તા. ૨૫/૧૨/૨૦૨૧ના પરિપત્ર થી જ.મ.કાની અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૭૩-એએ હેઠળની આદિજાતિના લોકોએ ધારણ કરેલ જમીનની તબદીલી અંગેની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવા બાબતે સુચનાઓ પરિપત્રીત કરવામાં આવેલ હતી.

અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૭૩.એએ અન્વયે વેચાણ/ભાડાપટ્ટે આપવા

સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક (૧) પરના તા. ૨૫/૧૨/૨૦૨૧ના પરિપત્રના મુદ્દા નં (૭) નીચે મુજબનો ફેરફાર કરવાનું આથી પરિપત્રીત કરવામાં આવે છે.

* (૭) હવે પછી હાલમાં નિર્ણય માટે ચાલુ/પડતર ઓફલાઇન અરજીઓ તેમજ નવી અરજી પરત્વે ઓનલાઇન કાર્યપધ્ધતિ અનુસાર અરજી કર્યા બાદ જ વિચારણા માટે ધ્યાને લેવાની રહેશે. *

૨ હાલમાં IORA એપ્લીશન પર જ.મ.કા.ની અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૭૩.એએ અન્વયે વેચાણ/ભાડાપટ્ટે આપવા કરવામાં આવતી ઓનલાઇન અરજીમાં અરજદારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલ ડેટામાં વેચાણ લેનારનું નામ, વેચાણનો હેતુ કે ક્ષેત્રફળ બાબત સરકારશ્રીની જોગવાઇ અનુરૂપ ન હોય કે અન્ય ભુલ ધ્યાને આવે ત્યારે તેમાં સંબંધિત કલેકટરશ્રી/જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ઉક્ત બાબત એક વખત જમીન વેચનાર અરજદારશ્રીના ધ્યાને મુકી, તેમની અરજીના આધારે, ORA એપ્લીકેશનમાં કલેક્ટરશ્રી/જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા એક વખત સુધારો કરવી તેમજ આ સુધારેલ અરજી પર પુન: અરજદારશ્રીના સહી/અંગુઠાના નિશાન લઇને તે પરત્વે વિચારણા કરવી.

3. આ પરિપત્ર સરખા ક્રમાંકની ફાઈલ પર સરકારશ્રીની તા.૨૪/૦૭/૨૦૨૫ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.

અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૭૩.એએ અન્વયે વેચાણ/ભાડાપટ્ટે આપવા


No comments: