ગુજરાત રાજયમાં સ્થપાતા રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટસ માટે ખાનગી માલિકીની લિઝથી ધારણ કરેલ જમીનને મહત્તમ ૩૦ વર્ષ માટે હંગામી બિનખેતી પરવાનગી આપવા બાબત.
પરિપત્ર ક્રમાંક :- બખપ/ ૧૦૨૦૨૨ / ઓએમઆર-૨૪/ક(લીઝ) તા.25/08/2025
વંચાણે લીધા :
(૧) મહેસૂલ વિભાગનો તા.૧૬/૧૦/૨૦૨૩ નો પરિપત્ર ક્રમાંક : બખપ/૧૦૨૦૨૨/ઓએમઆર-૨૪/ક(લીઝ)
પ્રસ્તાવના :
સંદર્ભ (૧) દર્શિત પરિપત્રથી ગુજરાત રાજયમાં સ્થપાતા રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટસ માટે ખાનગી માલિકીની લિઝથી ધારણ કરેલ જમીનને મહત્તમ ૩૦ વર્ષ માટે હંગામી બિનખેતી પરવાનગી આપવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે. જે પરિપત્રના મુદ્દા નં.૮ અન્વયે પરિપત્રમાં સમાવિષ્ઠ પરિશિષ્ટ-(૬) મુજબના હુકમની (લીઝ આપનારનું નામ, લીઝ લેનારનું નામ, લીઝનો સમયગાળો વગેરે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખસહિત) નોંધ ગામ.ન.નં.૬માં કરવાની રહેશે અને તે નોંધ નિયમાનુસાર પ્રમાણિત થયેથી ગામ.ન.નં.૭ માં બીજા હક્કમાં "લીઝથી ધારણ કરનાર અરજદાર/કંપની/અન્યને ૩૦ વર્ષ માટે રીન્યુએબલ એનર્જી/સોલાર ઉર્જા ઉત્પાદન માટે હંગામી બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે.” તેવો ઉલ્લેખ કરવાનો રહેશે અને ગામ ન.નં.૭ તથા ગામ ન.નં.૬ માં વારસાઈ/ બોજા હક્ક દાખલ/બોજા કમી સિવાયના તબદીલી/વેચાણ/હેતુફેરને લગતાં મ્યુટેશન હંગામી બિનખેતીના સમયગાળા સુધી સ્થગિત કરી દેવાના રહેશે. મહેસુલી રેકર્ડમાં જમીનના કાયદેસરના ધારણકર્તા તરીકે મુળ લીઝ આપનાર ખેડુત જ યથાવત રહેશે તેવો ઉલ્લેખ કરેલ છે.
પરિપત્ર:
પુખ્ત વિચારણાને અંતે, સંદર્ભ (૧) દર્શિત પરિપત્રના મુદ્દા નં.૮ માં નિમ્નલિખિત હુકમોની ગામ ન.નં.૭ તથા ગામ ન.નં.૬ માં અસર આપવા બાબતે નોંધ દાખલ કરી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવે છે:
અ) લીઝ રદ/લીઝ પૂર્ણ થવાના કિસ્સામાં સક્ષમ અધિકારીશ્રી દ્વારા હંગામી બિનખેતી રદ કરવા અંગેના હુકમની નોંધ દાખલ કરી શકાશે.
બ) સંપૂર્ણ ક્ષેત્રફળમાંથી પૈકી ક્ષેત્રફળમાં હંગામી બિનખેતી આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ખાતેદાર ઈચ્છે તો બાકીની રહેતી ખેતીલાયક જમીનના નિયમાનુસારની પ્રક્રિયાથી પાનીયા અલગ કરાવી તેની અસર આપવા નોંધ દાખલ કરી શકાશે.
ક) RTS / ગુજરાત સરકાર પક્ષે કરેલા સંપાદનના હુકમની નોંધ/ નામ. કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાને અસર આપતી નોંધ બીજા હક્કમાં દાખલ કરી શકાશે.
No comments:
Post a Comment