૧લી મે ૧૯૬૦થી વિવિધ પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઇ હોય તેવા કેસોમાં
બિનખેડૂત થયેલા ખેડૂતો પ્રમાણપત્ર માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે.
ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયો હોય તેવા કેસમાં પણ ખેડૂત બની શકાશે, રાજ્ય સરકારનો નિર્ણય
ગુજરાતના સ્થાપના કાળ એટલે કે ૧લી મે ૧૯૨૦થી વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી શક્યા ન નોષ તેથા ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સબંધિત જિલ્લા કલેકટર સમલ અરજી કરી શકશે.
આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં આવું પ્રમાણ પત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે. રાજ્ય સરકારને મળેલી સંખ્યાબંધ કરિયાદોના અંતે આ નિર્ણષ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ ભિનખેતી થયા બાદ કોઈ ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણાપત્ર આપવાનું રહેશે. જો કે ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની એશે.
વિવિધ પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મળવાના કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી કથાએ રજૂઆતો કરી છે. હાલ રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદિત થઈ લોય તેવા ખેડુતોને જમીન ખરીદવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારે ૨મી ડિસેમ્બર ૨૦૦૮ના કરાવથી સૂચવ્યું છે કે આવા ખેડૂતોને સબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી પ્રમાણપત્ર આપી શકશે.
હવે આવા કેસોમાં ગુજરાતની સ્થાપના સમયથી મિન ખેડૂત બન્યાં હોય તેવા ખેડૂતોને પ્રમાણપત્ર આપવાની તક મળશે મહેસૂલ વિભાગનો ઠરાવ પસાર થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સબંધિત કલેક્ટરને અરજી કરવાની રહેશે. જો કે પ્રમાણપત્ર મળ્યા પછી ગણ વર્ષમાં ખેડૂતે કોઈ ઠેકાણે જમીન ખરીદી લેવાની રહેશે. આવો જ નિર્ણય પોતાના ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિનખેતી કરાવે અને તેના કારણે ખેડૂત મટી જતા હોય તેવા કેસોમાં પણ કોક્ટર સમશ અરજી કરવાની રહેશે. આવા કેસમાં ખેડૂતને એક વર્ષમાં પ્રમાણપત્ર આપવાનું રહેશે અને તેણે પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જોઈ જગ્યાએ જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે | ચિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયી લાભ મળશે.
No comments:
Post a Comment