ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ
વંચાણમાં લીધા:
૧. મહેસૂલ વિભાગનો તા.૧૪/૦૫/૨૦૧૪ નો સરખા ક્રમાંકનો પરિપત્ર
૨. સા.વ.વિ.નો તા.૨૫/૧૨/૨૦૨૧ નો ઠરાવ ક્રમાંક: વહસ/૧૦૨૦૨૧/૪૩૫/વસુતાપ્ર-૨
પરિપત્ર :
વંચાણમાં લીધેલ ક્રમ-૧ પરના મહેસૂલ વિભાગના તા.૧૪/૦૫/૨૦૧૪ ના પરિપત્રથી પેઢીનામા તૈયાર કરવા અંગેની સૂચનાઓ બહાર પાડેલ છે. તેમાં ખેતીની તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)ની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેનું અર્થઘટન ફકત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)નું જ પેઢીનામું તૈયાર કરવાનું રહે છે તેમ કરવામાં આવે છે. તેથી સદર તા.૧૪/૦૫/૨૦૧૪ ના પરિપત્રમાં નીચે દર્શાવ્યા મુજબનો આથી સુધારો બહાર પાડવામાં આવે છે.
1. ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો (ઈમલા સહિતની મિલકતો) બાબતે પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે.
2. જે વ્યક્તિનું અવસાન રહેણાંકના સ્થળ અથવા વતનના સ્થળ સિવાયના સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનું પેઢીનામું તેના સ્થાયી રહેઠાણના સ્થળ અથવા વતનના સ્થળના તલાટીએ કરવાનું રહેશે. અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે, તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
3. વંચાણમાં લીધેલ ક્રમ-૧ પરના મહેસૂલ વિભાગના તા.૧૪/૦૫/૨૦૧૪ ના પરિપત્રમાં જ્યા સોગંદનામા શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે સ્વ-ઘોષણા (Self-Declaration) ધ્યાને લેવાની રહેશે. તેમજ તે અંગેના પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ આ સાથે સામેલ રાખેલ છે.
4. મહેસૂલ વિભાગના તા. ૧૪/૦૫/૨૦૧૪ ના પરિપત્રની અન્ય બાબતો યથાવત રહેશે.
No comments:
Post a Comment