ખાનગી અરજદારો/ટ્રસ્ટ/સંસ્થાઓ/કંપનીઓ ને સરકારી પડતર/ગૌચર/ગામતળની જમીન ફાળવણીની દરખાસ્તો પરત્વે લેવાની કાળજી બાબત
પરિપત્ર :- ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : જમન ૨૦૨૦૨૨૧૩૮/ક પાર્ટી સચિવાલય, ગાંધીનગર. તારીખઃ ૧૦-૦૪-૨૦૨૩.
સંદર્ભ : -
(૧) મહેસૂલ વિભાગનો તા.૦૬/૦૬/૨૦૦૩ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૨૦૦૩/૪૫૪/અ
(૨) મહેસૂલ વિભાગનો તા.૦૧/૧૧/૨૦૦૩ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૨૦૦૩/૪૫૪(૧)/અ
(૩) મહેસૂલ વિભાગનો તા.૧૫/૦૯/૨૦૧૭ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૧૭/૧૨૨૯/અ
(૪) મહેસૂલ વિભાગનો તા.૧૮/૦૭/૨૦૧૮ નો ઠરાવ ક્રમાંકઃ મઠજ/૧૦૧૭/૩૨૩૨/૨-૧
(૫) મહેસૂલ વિભાગનો તા.૨૯/૦૯/૨૦૦૮ નો ઠરાવ ક્રમાંકઃ મમજ/૩૯૨૦૦૨/૨૦૬૧/ગ
(૬) મહેસૂલ વિભાગનો તા.૦૧/૦૪/૨૦૧૫ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૧૧/૩૧૯૪/ગ
(૭) મહેસૂલ વિભાગનો તા.૧૭/૧૨/૨૦૧૫ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૧૫/૨૪૦૬/ગ
(૮) મહેસૂલ વિભાગનો તા.૧૭/૦૯/૧૯૬૬ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૬૬/૭૭૮૮૬/ગ
(૯) મહેસૂલ વિભાગનો તા.૦૩/૦૬/૧૯૮૦ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૭૯/૫૧૩૪/ગ
(૧૦) મહેસૂલ વિભાગનો તા.૧૦/૦૭/૧૯૯૭ નો ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૮૬/૨૩૫૭/ગ
: પ્રસ્તાવના:
સરકારશ્રીની સંદર્ભ (૧) થી (૧૦) દર્શિત ઠરાવોની પ્રવર્તમાન જોગવાઇઓ અંતર્ગત સરકારી પડતર ગામતળ/ ગૌચરની જમીન વિવિધ ખેતીવિષયક/બિનખેતી વિષયક હેતુઓ શૈક્ષણિક તથા અન્ય વિવિધ હેતુઓ માટે ખાનગી અરજદારો/ટ્રસ્ટ/સંસ્થાઓ/કંપનીઓ વગેરેને બજાર કિંમત વસુલીને ટોકન દરે ભાડાપટ્ટે ફાળવણીની દરખાસ્તો વિભાગ કક્ષાએ સંબંધિત કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા રજુ કરવામાં આવે છે. સદર હું દરખાસ્તોની ચકાસણી કરતાં અનુભવે જણાવેલ છે કે, માંગણીવાળી સરકારી પડતર / ગામતળ, ગૌચરની જમીનની સ્થળ સ્થિતિ ઘણીવાર સ્પષ્ટ થતી નથી. જેથી દરખાસ્તની યોગ્ય પ્રકારે ચકાસણી થઇ શકતી નથી.
સરકારી પડતર/ ગામતળ/ ગૌચરની જમીન ફાળવવા અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવામાં આવે ત્યારે માંગણીવાળી જમીનની અધતન સ્થળ સ્થિતિની ચકાસણી અતિ આવશ્યક હોઇ, આથી આ બાબત યોગ્ય પ્રકારે દરખાસ્ત વિભાગને મળે તે માટે કેટલીક સૂચનાઓ પરિપત્રિત કરવી આવશ્યક જણાયેલ છે.
પરિપત્ર: સરકારી પડતર ગામતળ ગૌચરની જમીનની અરજદારશ્રી દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે માંગણીવાળી જમીનની સ્થળ સ્થિતિ સ્પષ્ટ થાય તે માટે આવી દરખાસ્તો સાથે નીચે મુજબની વિગતો સામેલ રાખવા જણાવવામાં આવે છે.
- 1. માંગણીવાળી જમીનના BISAG મેપ / સેટેલાઇટ મેપ સામેલ રાખવા.
- 2. માંગણીવાળી જમીનના અદ્યતન સ્થળ-સ્થિતિ તથા જો માંગણીવાળી જમીન પર કોઇપણ પ્રકારે દબાણ કરેલ હોય/ કબજો હોય તો ફેન્સીંગ કે અન્ય દીવાલ/બાંધકામ સ્પષ્ટ દેખાય તે પ્રકારનાં ફોટોગ્રાફસ સામેલ રાખવા.
- ૩. માંગણીવાળી જમીનનું સર્કલ ઓફીસરશ્રી પ્રમાણિત સ્થળ-સ્થિતિ દર્શાવતું સાક્ષીઓની સહીવાળું અધતન પંચરોજકામ સામેલ રાખવું.
(૨). ઉપર્યુક્ત સૂચનાઓનું અસરકારક પાલન તમામ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવાનું રહેશે.
(૩). આ પરિપત્ર મહેસુલ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર મળેલી અ.મુ.સ.શ્રી (મ.વિ.)ની મંજુરી અન્વયે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
No comments:
Post a Comment