જયારે Composite rate (જમીન તથા બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું
ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા કરવાનું
દુકાનના ભાવ 2 ગણા યથાવત રાખવાનુ
બાંધકામ માટે નકકી થયેલ દરો બે ગણા કરેલ તેના બદલે 1.5 ગણા કરવાનુ ઠરાવ્યુ છે.
પ્રીમિયમના દરમાં ઘટાડો
ખેતી થી ખેતીઃ 25% ના બદલે 20%
ખેતી થી બિનખેતીઃ 40% ને બદલે 30%
પેઈડ FSI માટે નિર્ણય
પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.
જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.
જેના કારણે આવા મકાનોની કિંમત 10થી 15 ટકા સુધી વધી શકે છે. તો વળી સરકારે રિડેવલપમેન્ટ અને એનએની ફાઈલો જે ઈન્વર્ડ થઈ હોય તેમાં કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. તો વળી બિલ્ડરોએ પણ અનેક માંગણી કરી છે. નવી જંત્રી લાગુ થયાના એક દિવસ પહેલા જાહેરાત કરતાં હવે 3 બેડરૂમથી મોટા મકાનોની કિંમત 10 થી 20 ટકા વધી જશે. ખેતીની જમીન બિનખેતી કરવા માટે હવે 40 ટકાને બદલે 30 ટકા જ પ્રીમિયમ ચૂકવવું પડશે, સાથે જ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને NA માટે મુકાયેલી ફાઇલો માટે કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી.
No comments:
Post a Comment