Tuesday, April 4, 2023
New
મહેસાણા જિલ્લામાં આવેલ ધરોઈ ડેમનો નવો વિકાસ પ્રોજેક્ટ ચર્ચામાં આવી રહ્યો છે. ધરોઇ ડેમ વિકાસ પ્રોજેક્ટની છબીઓ સામે આવી છે જેમાં આ સ્થળ કેવું લાગશે તેની કેટલીક ઝાંખી મળી રહી છે. મહેસાણા જિલ્લામાં ફરવાલાયક સ્થળોની યાદીમાં ઉમેરો કરનાર આ પ્રોજેક્ટ છે. New development project for Dharoi Dam , Taran mata Temple will be Develop in Mehsana
ધરોઈ ડેમ માટે નવો વિકાસ પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં આજે સૂર્યમંદિર અને વડનગર જેવી ઐતિહાસિક ધરોહર નિહાળવા દેશવિદેશથી લોકો પર્યટન સ્થળની મજા માણવા અને ઇતિહાસને જાણવા આવી રહ્યા છે. ત્યારે આજ મનોરંજનની સફરને વધુ દ્રઢ બનાવતા વડનગરથી થોડીક દૂર આવેલ કુદરતી વાતાવરણમાં મનોરંજન આપી શકે તેવા ધરોઈ ડેમ માટે નવો વિકાસ પ્રોજેક્ટ (New development project for Dharoi Dam) ની શરૂઆત થવા જઈ રહી છે. મહેસાણા જિલ્લામાં ફરવાલાયક સ્થળોની યાદી ( Tourist places in Mehsana ) માં આ એક વધુ ઉમેરો બનશે.
પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે ધરોઈ ડેમ પરનો વિસ્તાર આમ તો ગામડાઓ અને જંગલ વિસ્તાર માનવામાં આવે છે. મોટાભાગની જમીન બિનઉપયોગી હોઈ આ વિસ્તારની કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તારમાંથી કેટલાક પૌરાણિક અવશેષો મળી આવ્યા હતાં. જે જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરોઈ ડેમ પરથી લઇ તે વિસ્તારમાં આવેલ પૌરાણિક તારણ માતાના મંદિર સહિતના વિસ્તારને વિકાસ ( Taran mata Temple will be Develop in Mehsana ) કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. જેને આગળ ધપાવતાં આજે ધરોઈ ડેમ વિસ્તારમાં નવો વિકાસ પ્રોજેક્ટ (New development project for Dharoi Dam) મૂકી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવાના કામને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
ધરોઇ ડેમ વિકાસ પ્રોજેક્ટની છબીઓહાલમાં ધરોઈ ડેમનો નવો પ્રોજેક્ટ કેવો હશે તેની ઝાંખી કરાવતી કેટલીક છબી સામે આવી છે. આ છબી જોતા ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ પર્યટકો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનશે તેવું જોવા મળે છે. હાલમાં આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો પણ તેને જોઈ આ વિસ્તારમાં આ પ્રકારનો વિકાસ (New development project for Dharoi Dam) થશે અને પર્યટન સ્તરની મુલાકાતે જઈશું તે માટે ઉત્સાહી બન્યા છે. હવે જોવું રહેશે કે સરકાર દ્વારા આ જે છબીઓ જોવા મળી રહી છે તે પ્રકારનો વિકાસ ક્યારે અને કેટલા સમયમાં કરવામાં આવે છે અને આ જોવા મળતા પર્યટનની મુલાકાતો ક્યારે લઈ શકશે.
ઉ.ગુ.ની પ્રવાસન સર્કિટ તૈયાર થશે...
ધરોઇથી 90 કિલોમીટરની ત્રિજ્યામાં એટલે કે દોઢ કલાકમાં પહોંચી શકાય તેવા સ્થળોને સાંકળતી પ્રવાસન સર્કિટ વિકાસ પામશે. જેમાં બાલારામ-અંબાજી વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, માઉન્ટ આબુ, પાટણ રાણકી વાવ, મોઢેરા સૂર્યમંદિર, ગાંધીનગર, અમદાવાદ, અંબાજી, પાલનપુર, માતૃગયા તીર્થ સિદ્ધપુર, તારંગા હિલ્સ, વડનગર, મહેસાણા, વિજાપુર, મહુડી તીર્થ, પોળો ફોરેસ્ટ, દેવની મોરી, હિંમતનગર વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.
સાબરમતી નદી કિનારે વિશ્વ કક્ષાનો બોટનિકલ ગાર્ડન તૈયાર કરાશે...
ડેમમાં આવેલા આઇલેન્ડ્સ (ટાપુઓ) પર એડવેન્ચર રાઇડ્સ, આઇલેન્ડ હોપિંગ અને બોટિંગની સુવિધાઓ તૈયાર કરાશે. વોટરથીમ આધારિત ગેલેરી તૈયાર કરાશે, જે ઉદ્યાનો સાથે સાંસ્કૃતિક ઇતિહાસ અને પાણીના વિવિધ પાસાઓનું પ્રદર્શન કરશે. વિવિધ સાઇટ્સ સુધી પહોંચવા માટે સાયકલિંગ નેટવર્ક, ઈ-વ્હીકલ નેટવર્ક સાથે વિવિધ રસ્તાઓ વિકસાવાશે.
લેસર શો સાથે વિશાળ એમ્ફી થિયેટર પણ હશે
ડેમ નજીક નદી કિનારે 1500 લોકોની ક્ષમતાવાળા લેસર શો સાથે વિશાળ એમ્ફી થિયેટર વિકસાવાશે. જેમાં પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરાશે. પ્રવાસીઓના રહેવા અને જમવા માટે પીપીપી ધોરણે હોટલ, રિસોર્ટ, કારવાં પાર્ક, કેમ્પિંગ ગ્રાઉન્ડ અને ગેસ્ટ હાઉસની સુવિધા અપાશે. રેસ્ટોરાં, કાફે, સુવિનિયર શોપ્સ, જાહેર સુવિધાઓ સાથે હાઈસ્ટ્રીટ વિકસાવાશે. જે પ્રવાસીઓને સ્થાનિક આર્કિટેક્ચરનો સાર પ્રદાન કરશે.

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
News Live
Labels:
News Live
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment