જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) ના ભાવમાં ફેરફાર કરવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, April 14, 2023

જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) ના ભાવમાં ફેરફાર કરવા બાબત

 જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) ના ભાવમાં ફેરફાર કરવા બાબત

ઠરાવ ક્રમાંક : એસટીપી-૧૨૨૦૨૩-૨૦-હ.૧ તા.૧૩/૦૪/૨૪.

વંચાણે લીધાઃ-

(૧) મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : એસટીપી- ૧૨૨૦૯- ૮૫૪-૧૧-હ.૧, તા.૧૮/૦૪/૨૦૧૧ 

(૨) ગુજરાત સ્ટેમ્પ (મિલકતની બજારકિંમત નકકી કરવાના નિયમો) ૧૯૮૪ના નિયમ-૫(૪) 

(૩) મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : એસટીપી-૧૨૨૦૨૩-૨૦-હ.૧, તા.૦૪/૦૨/૨૦૨૩ 

(૪) મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક ; એસટીપી-૧૨૨૦૨૩-૨૦-હ.૧, તા.૧૧/૦૨/૨૦૨૩.

પ્રસ્તાવનાઃ-

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો/સ્થાવર મિલકતોની બજાર કિંમત નકકી કરવા માટેની ગાઈડલાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. રાજયમાં આ વિભાગના ઉપર સંદર્ભ-(૩) માં જણાવેલ તા.૦૪/૦૨/૨૦૨૩ના ઠરાવથી તા.૧૮/૦૪/૨૦૧૧ થી નકકી કરેલ જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧ ના દરો તા.૦૫/૦૨/૨૦૨૩થી બે ગણા કરવાનું ઠરાવેલ. ત્યારબાદ સર્ભ-(૪) માં જણાવેલ તા.૧૧/૦૨/૨૦૨૩ના ઠરાવથી તા.૦૪/૦૨/૨૦૨૩ના ઠરાવની અમલ તા.૧૧/૦૨/૨૦૨૩થી મોકૂફ રાખી તા.૧૫/૦૪/૨૦૨૩ થી તેનો અમલ કરવા ઠરાવવામાં આવેલ. જે દરમ્યાન રાજય સરકારને વિવિધ સંગઠનો/ સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતો ધ્યાને લઈ વ્યાપક જનહિતમાં પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા તા.૦૪/૦૨/૨૦૨૩નો ઠરાવ તથા તેની ગાઈડલાઈન્સમાં નીચે મુજબના ફેરફાર કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) ના ભાવમાં ફેરફાર કરવા બાબત

ઠરાવઃ-

(૧) રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ ના તમામ પ્રકારના દરો તા.૦૪/૦૨/૨૦૧૩ થી ધી ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩ થી કરવાનું અગાઉ તા.૧૧/૦૨/૨૦૨૩ ના ઠરાવથી ઠરાવેલ.


(૨) આ દરોમાં,

(ક) ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનું,

(ખ) જયારે Composite Rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઔંસના ભાવ બે ત્રણાના બી ૧.૫ (દોઢ) ગણા કરવાનું, તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનું તેમજ,

(ગ) જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા.૧૮/૦૪/૨૦૧૧ ની ગાઈડલાઈન્સ મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ ભાવ તા.૦૪/૦૨/૨૦૨૩ થી બે ગણા કરેલ. તેના બદલે હવે તા.૧૫/૦૪/૨૦૨૩થી આ દર ૧.૫ (દોઢ) ગણા કરવાનું આથી ઠરાવવામાં આવે છે. દા.ત. તા.૧૮/૦૪/૨૦૧૧થી અમલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં


(A) ખેતી તથા બિનખેતી જમીનના દર પ્રતિ ચો.મી.ના રૂા.૧૦૦/- નક્કી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે રૂા.૨૦૦/- દર ગણવાનો રહેશે.

(B) Composite Rate (જમીન + બાંધકામના સંયુકત દર) રહેણાંક માટે પ્રતિ ચો.મી.ના રૂા.૧૦૦૦/- નકકી થયેલ હોય ત્યાં ૧.૮ ગણા એટલે કે રૂા.૧૮૦૦/- 

(c) ઓફિસ માટે પ્રતિ ચો.મી.ના રૂા.૧૦૦૦/- નકકી થયેલ હોય ત્યાં ૧.૫ ગણા એટલે કે રૂા.૧૫૦૦/-, 

(D) દુકાન માટે પ્રતિ ચો.મી.ના રૂા.૧૦૦૦/- નકકી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે રૂા.૨૦૦૦/- તેમજ 

(E) ગાઈડલાઈન મુજબ બાંધકામના ભાવ પ્રતિ ચો.મી.ના રૂા.૯૯૦૦/- નકકી થયેલ હોય ત્યાં ૧.૫ (દોઢ) ગણા એટલે કે રૂા.૧૪૮૫૦/- દર ગણવાનો રહેશે.

(૩) ખેતીની જમીનમાં જંત્રીમાં દર્શાવેલ પિયત, બિનપિયત, બિનખેડાણ ખરાબા, ખનીજ તત્વોવાળી જમીન તથા બિનખેતીની જમીનમાં ખુલ્લા પ્લોટના ભાવ, ઔદ્યોગિક, રહેણાંક, વાણિજય, ખનીજ તત્વોવાળી તેમજ ગામતળની રહેણાંક તથા વાણિજય હેતુની જમીનનો સમાવેશ થશે.

(૪) ઉકત સંદર્ભ (૩) માં જણાવેલ તા.૦૪/૦૨/૨૦૨૩ના ઠરાવથી બહાર પાડેલ માર્ગદર્શિકા (ગાઈડ લાઈન્સ) માં ફેરફાર કરી તેના બદલે આ સાથે સામેલ નવેસરથી બહાર પાડેલ માર્ગદર્શિકા (ગાઈડ લાઈન્સ) આથી અમલમાં મૂકવામાં આવે છે.

(૫) તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં સ્થાવર મિલકતની બજારકિંમત આ ઠરાવથી નક્કી કર્યા મુજબના ભાવ પ્રમાણે ગણવાની રહેશે,

(૬) નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં જયાં જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજારકિંમત નકકી કરવા અંગેની કાર્યપધ્ધતિ અંગે વિગતવાર સૂચનાઓ સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરએ બહાર પાડવાની રહેશે.

(૭) આ ઠરાવની અમલવારી સંદર્ભે જો કોઈ અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકશ્રીએ જરૂર જણાયે સરકારશ્રીની મંજૂરી મેળવી યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.

(૮) આ ઠરાવ સમગ્ર રાજયમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલી બનશે.

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

No comments: