ભાગીદારી પેઢીના નામમાં પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવાની પરવાનગી બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Sunday, April 2, 2023

ભાગીદારી પેઢીના નામમાં પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવાની પરવાનગી બાબત.

ભાગીદારી પેઢીના નામમાં પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવાની પરવાનગી બાબત.

ગુજરાત સરકાર નાણા વિભાગ, પરિપત્ર ક્રમાંક: પનમ- ૨૦૨૦૦૫-૩૦૩૪-૪, સચિવાલય, ગાંધીનગર. તા.૦૧,૦૪.૨૦૨૨

વંચાણે લીધાઃ

(૧) ભારતીય ભાગીદારી કાયદો, ૧૯૩૨ ની કલમ-૫૮, (૨) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃ કકપ-૧૦૨૦૧૭-૭૧૧-વસુતાપ્ર.૧ તા.૨૭,૦૬,૨૦૧૭


પરિપત્ર

ભારતીય ભાગીદારી કાયદો, ૧૯૩૨ની કલમ-૫૮માં ભાગીદારી પેઢીની નોંધણીની જોગવાઇ કરવામાં આવેલ છે. ઉક્ત કાયદાની કલમ ૫૮(૩) ની જોગવાઇ અનુસાર પેઢીની નોંધણી અન્વયે ક્રાઉન, એમ્પાયર, એમ્પરર, ઇમ્પીરીયલ, કીંગ, કવીન, રોયલ વિગેરે અથવા તો જે શબ્દોમાં સંઘ સરકાર કે રાજ્ય સરકારનું હિત સંકળાયેલ હોય તેવા શબ્દોનો ઉપયોગ પેઢીના નામમાં રાજ્ય સરકાર દ્વારા વ્યક્ત રીતે લેખિતમાં પરવાનગી આપવામાં આવેલ હોય તે સિવાય થઇ શકતો નથી. 

૨. ઉકત કાયદા અન્વયે ભાગીદારી પેઢીની નોંધણીની સત્તાઓ રજીસ્ટ્રાર ઓફ ફર્મ્સ તરીકે મુખ્ય રાજ્ય વેરા કમિશનરના તંત્રના નાયબ રાજય વેરા કમિશનર અમદાવાદ શહેર, અમદાવાદ વર્તુળ- ૫, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, જામનગર, ગાંધીધામ, મહેસાણા, જુનાગઢ અને ગાંધીનગરને એનાયત થયેલ છે. સંબંધિત કચેરી દ્વારા પેઢીની નોંધણી માટે ભાગીદારો તરફથી ઓનલાઇન અરજીઓ મેળવવામાં આવે છે. આ કાર્યવાહી અન્વયે ભાગીદારી પેઢીના નામમાં જો ઉપર કફરા-૧માં ઉલ્લેખિત કે તેવા પ્રકારના શબ્દનો ઉપયોગ થતો હોય તો તેની નોંધણી માટે રાજય સરકારની પૂર્વ પરવાનગી માટે નાણા વિભાગને દરખાસ્ત મોકલવામાં આવતી હોય છે.


૩. રાજ્ય સરકારને રજૂ થતી આવી દરખાસ્તો સાથે આધાર પૂરાવા તરીકે ભાગીદારી દસ્તાવેજ, બધા ભાગીદારોના પાનકાર્ડ, આધાર કાર્ડ, સોગંધનામું, ઓનલાઇન એપ્લિકેશનની નકલ, ફી ની પહોંચની નકલ, પેઢીની જગ્યા બાબતના પુરાવા, પેઢીનું પાન કાર્ડ વગેરે તથા અન્ય આનુષંગિક દસ્તાવેજોની નકલો મોકલવામાં આવે છે અને તે આશરે ૧૦૦ થી ૧૫૦ જેટલા પૃષ્ઠમાં હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન આવી ૨૫૦ થી ૩૦૦ દરખાસ્તો વિભાગને મળતી હોય છે. જેથી સરકારી સ્ટેશનરી અને સમયનો ખુબ જ વ્યય થાય છે. પેઢીની નોંધણીની સત્તાઓ રજીસ્ટ્રાર ઓફ ફર્મ્સતરીકે નાયબ રાજ્ય વેરા કમિશનરને પહોંચતી હોઇ નોંધણી અંગેનો નિર્ણય તેમની કક્ષાએથી જ લેવાનો રહેતો હોય છે. પેઢીના સુચિત નામમાં જો ઉપર ફકરા-૧ માં ઉલ્લેખિત શબ્દોનો ઉપયોગ થતો હોય તો જ તેવી દરખાસ્તો રાજ્ય સરકારની વિચારણા તથા પૂર્વ પરવાનગી માટે મોકલવાની રહે છે અને તે અંતર્ગત પેઢીના સૂચિત નામમાં કાયદાની કલમ ૫૮(૩)થી નિયંત્રિત શબ્દનો ઉપયોગ કરવા દેવો કે કેમ તે અંગેનો નિર્ણય આપવાનો રહેતો હોઇ તેમાં ઉક્ત દસ્તાવેજોની રાજ્ય સરકાર સ્તરે કોઇ આવશ્યકતા રહેતી નથી.


૪. આથી, પ્રક્રિયાના સરળીકરણના ભાગરૂપે હવેથી રાજય સરકારના નિર્ણય અર્થે નાણા વિભાગને રજૂ થતી દરખાસ્તો સાથે અન્ય કોઈ દસ્તાવેજી આધાર પૂરાવાની નકલ સામેલ નરાખતાં માત્ર આ સાથે જોડેલ પરિશિષ્ટ-૧ થી નિયત ફોર્મેટ મુજબ જ દરખાસ્ત મોકલવાની રહે છે. વંચાણે લીધેલ ક્રમાંક(૨) આગળ દર્શાવેલ પરિપત્ર મુજબ ઈ-મેલ પણ લખાણનો માન્ય પ્રકાર ઠરાવવામાં આવેલ છે. આથી હવેથી આવી દરખાસ્તો જરૂરી સઘળી વિગતો ભરીને કચેરીના સહી - સિક્કા તથા રવાનગી પત્ર સાથે સ્કેન કરીને માત્ર PDF સ્વરૂપે કચેરીના સત્તાવાર ઇ-મેલ આઇડી ઉપરથી so-th-fin@gujarat.gov.in ઉપર મોકલવાની રહેશે. સરકારશ્રીનો નિર્ણય પણ તે જ રીતે માત્ર ઇ-મેલથી સંબંધિત કચેરીને પાઠવવામાં આવશે. સર્વે સંબંધિતોએ આ સૂચનાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

No comments: