- સંપત્તિમાંથી માઇનરના ભાગને વેચવાની મંજૂરી નહીં આપતા નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે રદ કર્યો.
- ‘સંયુક્ત કુટુંબની સંપત્તિમાંથી માઇનરના અવિભક્ત ભાગને વેચવા ‘કર્તાને કોર્ટની મંજૂરીની જરૂર નહી.
- હિન્દુ અવિભક્ત કુટુંબના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો.
હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરિયલે હિન્દુ અવિભક્ત કુટુંબના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં એવી સ્પષ્ટતા કરી આપી છે કે સંયુક્ત કુટુંબની સંપત્તિમાંથી માઇનરના અવિભક્ત ભાગને વેચવા માટે ‘કર્ના’(એટલે કે ઘર-કુટુંબના મોભી, કર્તાધર્તા)ને કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની કોઇ જરૂર નથી.' આ સાથે જ હાઇકોર્ટે સુરતના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના આદેશને રદ કર્યો હતો. જેમાં અરજદાર મહિલાને તેમના માઇનર બાળકોનો સંપત્તિમાં રહેલો ભાગ વેચવાની કોર્ટે મંજૂરી આપી નહોતી.
આ સમગ્ર મામલે સુરતની એક મહિલાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં એવી હકીકત સામે આવી હતી કે અરજદાર મહિલાના પતિ વર્ષ 2018માં મૃત્યુ પામ્યા હતા. જેમની માલિકીની એક પ્રોપર્ટી હતી. જે પૂણા ગામ ખાતેનો એક ક્લેટ હતો. દરમિયાન પતિના ગયા બાદ મહિલાને નાણાકીય ખેંચ શરૂ થઇ હતી અને તેમને રૂપિયાની જરૂર હતી. ખાસ કરીને તેમના બે માઇનર સંતાનોના શિક્ષણ અને અન્ય ખર્ચા માટે તેમને રૂપિયાની જરૂર ઊભી થઇ હતી, તેથી તેમણે સંપત્તિમાંથી માઇનર બાળકોના ભાગને વેચવાની તૈયારી દર્શાવી હતી. એ માટે તેમણે સુરતની કોર્ટમાં એક અરજી કરી હતી, જે અરજી આંશિક રીતે ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
અને ગાર્ડિયનશીપની તેમની માગ મંજૂર કરવામાં આવી હતી પરંતુ સંપત્તિમાંથી માઇનરના ભાગને વેચવાની મંજૂરી ગાવી કાઢવામાં આવી હતી. તેથી આ આદેશની સામે મહિલાએ હાઇકોર્ટ સમક્ષ અપીલ કરી હતી.
અરજદાર મહિલા તરફથી એડવોકેટની દલીલ હતી કે, “ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ જે અરજી કરવામાં આવી હતી એની અવધારણા જ ખોટીછે, કેમ કે આ પ્રકારની કોઇ મંજૂરી લેવા માટેની કોઇ જરૂરિયાત જ નથી. કુટુંબની સંયુક્ત સંપત્તિમાંથી માઇનરના ભાગને વેચવા માટે ગાર્ડિયન તરીકે નિમણૂક થાય એ પણ જરૂરી નથી. જોકે સંપત્તિ ખરીદનાર અથવા તો સબરજિસ્ટ્રારની ક્ચેરીના અધિકારીઓ દ્વારા તેની માગ કરવામાં આવી હોવાથી અરજદાર મહિલાને કોર્ટ સમક્ષ અરજી કરવાની ફરજ પડી હતી. જોકે એવી અરજી કરવાની કોઇ જરૂર જ નહોતી અને તેમ ક્યાંય ડિસ્ટિક્ટ કોર્ટ જે આદેશ કર્યો છે.
તે અયોગ્ય અને કાયદાથી વિપરીત હોઇ તેની સામે હાઇકોર્ટમાં અપીલ કરવાની ફરજ પડી છે.'
હાઇકોર્ટે આ મામલે ખુદ હાઇકોર્ટની ડિવિઝન બેંચના ચુકાદા ઉપરાંત સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાને ટાંક્યા હતા. જસ્ટિસ નિખિલ કરિયલે મહિલાની અપીલને ગ્રાહ્ય રાખતાં ચુકાદામાં નોંધ્યું હતું કે, ‘હાઇકોર્ટની ખંડપીઠે આપેલા ચુકાદામાં કાયદાની સ્પષ્ટતા કરી આપી છે અને એ હજુ સુધી અમલમાં જ છે. જે મુજબ સંયુક્ત સંપત્તિને મેનેજ કરતા કર્તા કોર્ટની પૂર્વ મંજૂરી લીધા વિના સંપત્તિમાંથી માઇનરના ભાગને વેચી શકે છે. એટલું જ નહીં જ્યારે કાયદા મુજબ સંપત્તિમાંથી માઇનરના ભાગને વેચવા માટે મંજૂરી લેવાની જરૂર જ ન હોય તો તેવા કિસ્સામાં આવી મંજૂરી લેવા માટે કરાયેલી અરજી પણ ધારણાથી વિપરીત છે. તેથી નીચલી કોર્ટના આવી અરજીના આધારે થયેલા આદેશને પણ રદ કરવામાં આવે છે.
No comments:
Post a Comment