પોલીસે રેવન્યુ એન્ટ્રીને લગતા કેસોમાં દખલ ન કરવી : હાઇકોર્ટ
જમીનોના વ્યવહારમાં મોટા પાયે થઇ રહેલી છેતરપિંડીના બનાવોને એટકાવવા માટે સરકાર દ્વારા રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે સીટની રચના કરવામાં આવી છે. તેમજ આવા કેસોને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસ રેવન્યુને લગતા કેસોમાં સીધો જ રસ લઇ કાર્યવાહી કરે છે. આવી કાર્યવાહી પોલીસ કરી શકે નહીં તેવી સ્પષ્ટતા એક કેસમાં તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે કરી છે.
આ કેસની વિગત એવી છેકે કચ્છના મુંદ્રા ખાતેના એક જમીનના વિવાદના કેસમાં જસ્ટિસ અનંત એસ. દવે દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતીકે રેવન્યુ એન્ટ્રીના મામલાઓમાં પોલીસે દખલ કરવી જોઇએ નહીં. જો વેચાણખત બાબતનો વિવાદ હોય તો પણ સિવિલ કાયદાઓ દ્વારા તેનો નિર્ણય કરવાની જોગવાઇઓ છે. આવા ખોટા કે બોગસ વેચાણખતને દૂર કરવાની કે રદ કરવાની જોગવાઇ પણ સિવિલ કાયદાઓમાં છે ત્યારે પોલીસે તેમાં ફોજદારી રાહે દખલ કરવી જોઇએ નહીં.
મુંદ્રા ખાતેની એક જમીન કે જેમાં ખોટી રીતે વારસાઇ દાખલ થઇ હોવાના મામલે પોલીસ ફરિયાદ તેમજ દિવાની દાવો ચાલી રહ્યો હતો. જે કેસમાં પોતાની જમીન પરત મેળવવા માટે જુનસ ઇબ્રાહીમ દ્વારા કરાયેલી રિટમાં હાઈકોર્ટે અરજીને ફગાવી દેતા એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે પોલીસે રેવન્યુ એન્ટ્રીને લગતા કેસોમાં દખલ કરવી જોઇએ નહી. કોર્ટ આ કેસમાં એવી સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતોકે જ્યારે કોઇ દિવાની દાવો ચાલી રહ્યો હોય તે સમયે પોલીસ તેમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવાથી દુર રહેવું જોઇએ.
No comments:
Post a Comment