સરકારશ્રીમાં ગયેલ જમીન જે સત્તાપ્રકાર હતો તે સત્તાપ્રકારે મૂળ ખાતેદારના વારસદારોના સંયુકત નામે રીગ્રાંટ કરવા બાબતે.
મોજે. સદુજીવાસ (થરા), તા. કાંકરેજ, જિ: બનાસકાંઠાના સ.નં, ૧૭ ની હે. ૧-૨૬-૪૭ ચોથી, સ.નં. ૧૮/૧ ની હે. ૦-૫૬-૬૬ ચો.મી તથા સાનં. ૧૮/૨ની હે, ૦-૫૬-૬૬ ચો.મી જમીન રીગ્રાંટ કરવા બાબતે વંચાણમાં લીધેલ પત્રથી આપના દ્વારા સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ. જે અન્વયે આજ્ઞાનુસાર જણાવવાનું કે, મહેસૂલ વિભાગના તા. ૩૦/૦૯/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંકઃ જમમ/૩૧૧૧/૮૧૨/લ ૧ની તમામ જોગવાઇઓ ધ્યાનમાં લઇ તથા તેમાં જણાવેલ રકમોની વસુલાત લઇ, સવાલવાળી મોજે, સદુજીવારા (થરા), તા. કાંકરેજ, જિ: બનાસકાંઠાના સ.નં. ૧૭ ની હે. ૧-૨૬-૪૭ ચો મી, સ.નં. ૧૮/૧ની હે. ૦-૫૬-૬૬ ચોમી તથા સ.નં. ૧૮/૨ની હે, ૦-૫૬-૬૬ ચો મી જમીન હરાજ થઇ સરકારી હેડે દાખલ થઇ તે તારીખે તેનો જે સત્તાપ્રકાર હતો તે સત્તાપ્રકારે જ રીગ્રાંટ કરવાની આપની દરખાસ્તને મંજૂરી આપવામાં આવે છે.
સવાલવાળી જમીન રીગ્રાંટ થયા તારીખથી પાંચ વર્ષના સમયગાળા સુધી વેચાણ, તબદીલી કે બિનખેતી કરી શકાશે નહિ. જીવન નિર્વાહ ચલાવવા માત્ર ખેતીના હેતુ માટે જ તેનો ઉપયોગ કરી શકાશે.
ઉપરોકત હીકકતી ધ્યાને લઇ મોજે. સદુજીવાસ (થરા), તા. કાંકરેજ, જિ: બનાસકાંઠાના સ.નં. ૧૭ ની હે. ૧-૨૬-૪૭ ચો મી, સ.નં, ૧૮/૧ની હે. ૦-૫૬-૬૬ ચો મી તથા સ.નં. ૧૮/૨ ની હે. ૦-૫૬-૬૬ ચોમી જમીન હુકમની તારીખે થતી નિયમોનુસારની રકમ વસુલ લીધા બાદ, મૂળ ખાતેદારના વારસદારોના સંયુકત નામે રીગ્રાંટ કરવાની રહેશે અને તેની સીધી કાચી નોંધ ઇ-ધરા કેન્દ્રમાં કરાવવાની રહેશે. તથા અત્રેના તા. ૩૦/૯/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક: જમમ/૩૧૧૧/૮૧૨/લ.૧ની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવા પણ વિનંતી છે.
No comments:
Post a Comment