બિનવસીયતે ગુજરી જનાર માતા-પિતાની સંપત્તિ બાળકોમાં સરખે હિસ્સે વહેંચાય.
બિનવસીયતે ગુજરી જનાર પિતાની જંગમ મિલકતોમાં ત્રણેય પુત્રોનો સરખો હિસ્સો ય સમાયેલો હોવાનો નિર્દેશ આપીને ૯મા એડીશ્નલ સીનીયર સીવીલકોર્ટે વાદી પુત્રનો દાવો મંજુર કરીને લાખો રૂપિયાના કિશાન વિકાસ પત્રો,રાષ્ટ્રીય બચત પત્રો,નેશનલ સેવીંગ્સ સર્ટીફિકેટના નાણાં સરખા હિસ્સે વહેંચવા હુકમ કર્યો છે.
મૃત્તક પિતાના પોસ્ટલ સર્ટિફિકેટમાં વાદી પુત્રનો સરખો હિસ્સો સમાયેલો હોવાનો કોર્ટનો નિર્દેશ.
શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મરહુમ ગીરીશભાઈએ પોતાની આવકમાંથી મોટા ભાગની રકમ પોસ્ટ ખાતામાં કિશાન વિકાસપત્રો, નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ મંથલી ઈન્કમ વગેરેમાં રોકાણ કર્યા હતા.જે તેમની સ્વતંત્ર કમાણીના હોઈ તેમના ત્રણ સંતાનો વચ્ચે પારિવારિક કોઈ સમસ્યા કે | અન્ય તકરાર નહોતી.પરંતુ મૃત્તક ગીરીશભાઈ તા.૧૪-૧૨-૨૦૦૯ના રોજ બિનવસીયતે ગુજરી જતાં મૃત્તક પિતાની સ્થાવર જંગમ મિલકતમાંથી અન્ય બે સંતાનો એ પોતાના ભાઈ એવા વાદી પુત્ર રમેશભાઈને હક્ક હિસ્સો આપવો ન પડે તે માટે તકરાર ન્ થઈ હતી.જેથી વાદી રમેશભાઈના માતાએ પોતાના પતિના જંગમ રોકાણમાંથી અમુક હિસ્સો વાદી પુત્ર રમેશભાઈને સોંપ્યો હતો. અલબત્ત વાદી પુત્ર રમેશભાઈએ વારસાઈ જંગમ મિલકત માટે પોતાના માતાને વાદી તરીકે જોડીને અન્ય સગા ભાઈ બહેન વિરુધ્ધ મૃત્તક પિતાના જંગ મિલકતના લાખો રૂપિયાના સર્ટીફિકેટમાં હક્ક હિસ્સો મેળવવા પ્રીતીબેન જોશીની સલાહથી નિખીલ રાવલ તથા બેલા ગીરનારા મારફતે સીવીલ કોર્ટમાં ધા નાખી હતી.જેની અંતિમ સુનાવણી બાદ અરજદાર વાદી તરફેની રજુઆતોને માન્ય રાખી સીવીલ કોર્ટે મૃત્તકની જંગમ મિલકતોમાં ત્રણેય સંતાનોના સરખો હિસ્સે વહેંચણી કરવા સંબંધિત અધિકારીઓને હુકમ કર્યો છે.
No comments:
Post a Comment