જમીન મહેસુલને લગતી કામગી૨ી
૧. એ.૦–૦૨ ગુંઠા કુવા માટે જમીન આપવાના અધિકાર
ખાતેદારે પોતાની માલિકીની ખેતીની જમીનમાં પાણી થવાની શક્યતા ન હોય અને તેની જમીનની નજીકમાં સરકારી જમીન આવેલ હોય અને તેમાંથી કુવા માટે જમીન મળવા માંગણી કરે તો, જમીનની કિંમત જીલ્લા મુલ્યાંકન તંત્ર પાસે નકકી કરાવી કબજા કિંમત વસુલ લઈ જમીન ફાળવવામાં આવે છે.
૨. જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ નાં નિયમો ૧૦૮ તળે તકરારી કેસો ખેતીની જમીનની ગામ દફતરે પડેલ ગા.ન.નં.૬ ની નોંધ સામે કોઈ પક્ષકાર નારાજ હોય કે વાંધો હોય તો નોંધના નિર્ણય પહેલા વાંધેદાર વાંધા અરજી રજુ કર્યે થી સુનવણીની નોટીસ કાઢી તમામ પક્ષકારોને સાંભળી રેકર્ડ આધારીત કેસનાં દર્દોષ શ્રાને લઈ નિર્ણય કરવામાં આવે છે.
૩. ગણોતની નવી શરતની જમીન જુની શરતમાં ફે૨વવાની કામગીરી
અત્રેના તાલુકામાં ગણોતધારો અમલમાં છે. ગતધારા તળેની નવી શરતની જમીનમાં ૩૨-જી નીચે કાર્યવાહી થયેલ હોય અને ખરીદ કિંમત નકકી થયેલ હોય અને તે રકમ નિયત થયેલ સમય મર્યાદામાં ભરપાઈ કરવામાં આવેલ હોય તથા તે બદલ ૩૨–એમ નું સર્ટીફીકેટ અપાયેલ હોય તેવા કિસ્સામાં તથા કોઈ શરતભંગ થતો ન હોય અને સંયુક્ત માલિકીની જમીનમાં તમામ સહ ખાતેદારો સંમત હોય તો આકારનાં ૬૦ પટ્ટ મુજબ પ્રિમીયમની રકમ વસુલ લઈ જુની શરતમાં ફેરવવામાં આવે છે.
૪. ઈનામી ધારાની નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવાની કામગી૨ી
અત્રેના તાલુકામાં ઈનામીધારો અમલમાં છે. ઈનામી ધારા તળેની નવી શરતની જમીનમાં પ્રથમથી લઈ છેવટ સુધીના રેકર્ડને ધ્યાને રાખી આકારનાં ૬૦ પટ્ટ અથવા ૬ પટ્ટની રકમ જે મુજબ જમીન ફાળવેલ હોય તે મુજબ પ્રિમીયમની ૨કમ વસુલ લઈ, જો કબજા કિંમત ભરવાની બાકી હોય તો તે વસુલ લઈ કબજો સોપી જમીન જુની શરતમાં ફેરવવામાં આવે છે.
૫. સાંથણીમાં મળેલ નવી શરતની જમીન જુની શરતમાં ફે૨વવાની કામગીરી
સાંથણીમાં આપવામાં આવેલ જમીન અંગે સમયાંતરે ઝુંબેશ દ્વારા જે જમીનનો કબજો સતત ૧૫ વર્ષ હોય અને અન્ય કોઈ શરત ભંગ થતો ન હોય તો તે જમીન અથવા અરજદારશ્રી દ્વારા અરજી કરવામાં આવતા તમામ રેકર્ડ આધારે તપાસ કરી સાંથણીમાં મળેલ જમીન "બિનખેતી હેતુ પ્રિમીયમને પાત્ર" એ શરતે નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવામાં આવે છે.
૬. એકત્રીકરણ અંગેની કામગીરી
ટુકડા ધારા તથા એકત્રીકરણ કાયદા હેઠળ જમીનના ક્ષેત્રફળને વધારવા અને જમીનનું એકત્રીકરણ કરવા બાબતે એક જ ખાતેદાર ની એક જ સેઢે આવેલ બે અલગ અલગ સર્વે નંબરોને ભેગા એકત્રીકરણ કરવા અરજદારશ્રી તરફથી અરજી કરતા પેટા સર્વે નંબરોની માપણી કરાવી માપણી શીટ રજુ કર્યો થી સર્વે નંબર દીઠ રૂા.પ૦/– એકત્રીકરણ અંગેની ચલણ ફી બેંકમાં સરકારશ્રીના હેડ માં જમા કરાવ્યેથી એકત્રીકરણ કરી આપવામાં આવે છે.
૭. જમીન મહેસુલ કાયદાની કલમ-૭(૨) હેઠળના કેસો
જમીન મહેસુલ કાયદાની કલમ-૩૭(૨) હેઠળ રેકર્ડ પર શ્રી સરકાર ની માલીકીની જમીન જે પ્રથમથી કબજેદારના ભોગવટા અને ખેડમાં હોય, અને પોતાની માલીકીની હકક ચોકસી માટે અરજદારશ્રી દ્વારા હકક સાબીત કરવા અરજી કરવામાં આવતા કેસ ચલાવવામાં આવે છે. આ અંગે પ્રથમથી લઈ છેવટ સુધીના રેકર્ડના આધારે સુનવણીની નોટીસ કાઢી અરજદારશ્રીને રૂબરૂ સાંભળી રેકર્ડના ગુણદોષ નજરે કેસ અંગે નિર્ણય કરી હુકમ કરવામાં આવે છે.
૮.મામલતદાર કોર્ટ એકટ કલમ-૫ અન્વયેના કેસો
મામલતદાર કોર્ટ એકટ ની કલમ-૫ અન્વયે જમીન ઉપ૨ ખાતેદારો વચ્ચે સીમતળના રસ્તાના તથા પાણીના વહેણના દબાણ અંગેના કેસ ચલાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા ઘણા વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રસ્તા પર દબાણ કરી કોઈ અન્ય વ્યક્તિના રસ્તા પરથી આવવા-જવા ના હકને બાધ કરતા હોય ત્યારે અરજદારશ્રી દ્વારા અત્રે ને અરજી કરતા આ અંગે કેસ ચલાવી બન્ને પક્ષકારોને સુનવણી માટેની નોટીસ આપી કેસના ગુણદોષ નજરે કેસનો નિકાલ કરી દબાણ હોય તો દુ૨ ક૨વામાં આવે છે.
૯. વૃક્ષ કાપવા અંગેની મંજુરી
વૃક્ષ છેદન ધારા અન્વયે વૃક્ષ કાપવા અંગે અત્રેને મળેલ અધિકારની રૂએ કોઈ વ્યક્તિના થર કે રસ્તા અથવા ખેતીની જમીન પ૨ આવેલ વૃક્ષ ને કાપવા માટેની અરજી મળતા જો તે વૃક્ષઝાડ વૃક્ષ છેદન ધારાની જોગવાઈઓ મુજબ ખરેખર અરજદારશ્રીને નડતરરૂપ કે બાંધકામ માટે અથવા તો તેનાથી નુકશાનની સંભાવના રહેલી હોય તો કાયદાની જોગવાઈઓ મુજબ જરૂરી તપાસ કરીને જરૂરી શરતોને આધીન મંજુરી આપવામાં આવે છે.
૧૦. જમીન મહેસુલ ક્લમ-૬૧ તળેના કેસો
જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ તળે બીનખેતીના શ૨તભંગ અંગે ફેરણી અધિકારી દ્વારા તપાસ કરતા કે અન્ય રીતે બીનખેતી ના કેસોમાં શરતભંગ બદલ કેસ ચલાવી કેસના ગુણદોષ નજરે નિકાલ કરવામાં આવે છે.
વૃધ્ધ સહાય, વિધવા સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન યોજના) ની અરજી મંજુ૨ નામંજુર કરવાની સતા તથા સહાય ચુકવવી
વિધવા સહાય ઃ—
♦ વિધવા સહાય માટે પતિના અવસાનની તારીખથી બે વર્ષના સમયગાળામાં અરજી કરવાની અને પુખ્ત વયનો દિકરો ન હોય તથા આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧૨૦૦૦૦ તથા શહેરી વિસ્તારમાં રૂા.૧૫૦૦૦૦/- હોય તેવા લાભાર્થીને માસીક રૂા.૧૨૫૦- અને બે બાળક દીઠ પ્રત્યેકને રૂા.૧૦૦/– મુજબ સહાય ચુકવવામાં આવે છે. આવા લાભાર્થીએ નિયત નમુનાની અરજી જરૂરી આધા૨માં પતિના અવસાનનો દાખલો, અરજદારના તથા સંતાનોના ઉંમરના દાખલાના આધારો અને આવકનો દાખલો વિગેરે આધારો સાથે અરજી કરવાની રહેશે.
સંકટ મોચન યોજના :–
સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કૌટુંબિક સહાય) કુટુંબના મુખ્ય કમાનારનું અવસાન થયા બાદ પુખ્ત વયનો દિકરો ન હોય અને બી.પી.એલ. ની યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોરમાં સમાવેશ હોય તેવા લાભાર્થીઓને ૩,૨૦,૦૦૦-ની સહાય. અવશાન પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર ૧૮ થી વધુ અને ૬૪ વર્ષથી ઓછી હોવી જોઈએ.
વૃધ્ધ સહાય :-
વૃધ્ધ સહાય માટે ૬૦ વર્ષથી વધુ ઉંમર હોય, અને ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોય, પુત્ર હોય તો માનસિક અસ્થિર, કેન્સર, ટી.બી. જેવી માંદગી હોય તો મંજુર કરી શકાય. આવક મર્યાદા શહેરી વિસ્તારમાં રૂા.૧૫૦૦૦૦/- તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧૨૦૦૦૦/- છે.
No comments:
Post a Comment