ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનાનું ફોર્મ નિયત કરવા બાબત.
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં પ્લોટ અથવા ઘર વિહોણા બીપીએલમાં નોંધાયેલ ખેત મજૂરો તેમજ ગ્રામ્ય કારીગરોને ૧૦૦ ચો.વારનો વિના મૂલ્યે પ્લોટ આપવાની યોજના અમલમાં હતી. આ યોજનાં અંતર્ગત રાજ્ય સરકાર ૦ થી ૧૬ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા તમામ મળવાપાત્ર પ્લોટ વિહોણા લાભાર્થીઓને મફત પ્લોટ યોજના અંતર્ગત ૧૬,૯૭,૦૩૦ લાભાર્થીઓને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં મફત પ્લોટો ફાળવવામાં આવ્યા છે. મફત પ્લોટ માટે તમામ પરિપત્ર આ લિંક https://title clear satlasana.co.in પર મુકવામાં આવ્યા છે.જે તમે વાંચી શકો છો.
BPL list 0 to 16 and 17 to 20 live
https://ses2002.guj.nic.in/search_village.php
તમે પોતાનો મફત 100 વાર પ્લોટ મેળવવા ઇચ્છતા હોય તો આ લિંક Official Form Download Link Here પરથી એનું ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકો છો.
પંચાયત વિભાગના સંદર્ભદર્શિત ઠરાવથી, ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેર્ણાકના મફત પ્લોટ આપવાની યોજના માટે વિવિધ જોગવાઈઓ તથા શરતો નિયત કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવણી ચોક્સાઈપૂર્વક અને પારદર્શી રીતે થાય તેમજ ગ્રામ્યકક્ષાએ અરજદારોને ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ નિયત કરવામાં આવે તે આવશ્યક જણાતું હતુ.
આથી, આ સાથે સામેલ નિયત થયેલ સરળીકૃત ફોર્મનો ઉપયોગ તમામ તાલુકા દ્વારા થાય તે મુજબ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવે છે.
No comments:
Post a Comment