ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના લાભાર્થીઓને અપાતી આર્થિક સહાયમાં વધારો કરવા બાબત.
ઠરાવ ક્રમાંક: એએલસી/૧૦૨૦૧૬/૮૦/છ. સચિવાલય, ગાંધીનગર તારીખ:-૦૨-૦૧-૨૦૧૯.
વંચાણે લીધાઃ
(۹) મહેસૂલ વિભાગના પત્ર ક્રમાંક:એસસીએ-૨૦૭૫-૫૭૯૨-છ તા. ૦૪-૦૯-૧૯૮૪.
(२) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક:એસએફઓ- ૧૦૯૬ -૧૨૩૭-છ તા. ૧૧-૦૯-૧૯૯૬.
(3) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક:એ.એલ.સી. -૧૦૨૦૧૬ -૮૦-છ તા. ૧૮-૦૩-૨૦૧૬.
ઠરાવ:-
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ની કલમ-૨૯ માં ફાજલ થતી જમીનો ફાળવવા માટેનો અગ્રતાક્રમ નિયત થયેલો છે. તેમાં અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિની વ્યકિતઓ અને તેઓની ખેતી સહકારી મંડળીઓને અગ્રતા આપવામાં આવેલ છે. ફાજલ જમીન તરીકે પ્રાપ્ત થતી જમીનો સામાન્ય રીતે હલકા પ્રકારની હોય છે. અને લાભાર્થીઓ મોટે ભાગે ખેત મજુર અને જમીન વિહોણી વ્યકિતઓ હોવાથી જમીન સુધારવા તથા ખેતીનું ઉત્પાદન વધારવા માટે આવા લાભાર્થીઓને જમીનના વિકાસ તથા ખેતીના સાધનો, બિયારણ, ખાતર, જંતુનાશક દવા વિગેરે માટે હેકટર દીઠ રૂ. ૧૫૦૦/- આર્થિક સહાય આપવાનું સંદર્ભ ક્રમ-૩ આગળ દર્શાવેલ ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે.
ખેતીની જમીનના વિકાસ માટેનું ખર્ચ તથા ખેતીના સાધનો, જંતુનાશક દવાઓ, બિયારણ વગેરેની હાલની કિંમતમાં થયેલ વધારો ધ્યાનમાં લેતાં આ રકમ અપુરતી હોવાથી ખરેખર જે જમીન નવસાધ્ય કરવી જરૂરી છે, અને જે લાભાર્થીએ આ જમીન નવસાધ્ય કરવા વર્ષ-૨૦૧૬-૧૭ના ધોરણો પ્રમાણે રૂ.૧૫,૦૦૦/- ની સહાય મેળવેલ નથી. તેવા લાભાર્થીઓને સરકારે જાહેર કર્યા પ્રમાણે રૂ.૩૦,૦૦૦/- (અંકે રૂપીયા ત્રીસ હજાર પુરા)ની આર્થિક સહાય ચુકવવા નીચે પ્રમાણે સુધારો કરવાનો નિર્ણય લીધેલ છે.
(અ) આ આર્થિક સહાયનું ધોરણ એક હેકટર દીઠ રૂા.૧૫૦૦૦/- હતું તે વધારીને હેકટર દીઠ રૂા. ૩૦,૦૦૦/- કરવામાં આવે છે.
(બ) સહાયની આ રકમનો ઉપયોગ લાભાર્થીને ફાળવવામાં આવેલી જમીનની કબજા હકકની રકમની વસુલાત કામે કરી શકાશે નહી.
२. સુધારેલી આ યોજના ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ થી અમલમાં આવે છે.
આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તા.૧૭-૧૦-૨૦૧૮ની સંમતિ મેળવી બહાર પાડવામાં આવેલ છે.
No comments:
Post a Comment