મુળ જુની શરતની જમીન નવી અને અવિભાજય શરતે ફાળવેલ જમીનો જુની શરતમાં ફેરવવા આથી હુકમ કરવામાં આવે છે, - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, December 30, 2023

મુળ જુની શરતની જમીન નવી અને અવિભાજય શરતે ફાળવેલ જમીનો જુની શરતમાં ફેરવવા આથી હુકમ કરવામાં આવે છે,

મોજે: અંબાવાડા તા. વડાલીના નીચે જણાવ્યા મુજબના અસરગ્રસ્તશ્રીઓની મોજે: અંબાવાડા તા. વડાલી મુકામેની ખેતીની જમીનો ધરોઈ જલાગાર યોજનામાં ડૂબમાં જતાં સંપાદન કરવામાં આવેલ, અને જમીન સંપાદન થતાં બદલાના ધોરણે સરકારશ્રીના આમુખ-૨ ના ઠરાવની જોવાઈઓનુસાર આ કચેરીના ઉપર આમુખ-૩ માં જણાવેલ તા. ૧/૪/૧૯૭૬ ના હુકમથી મોજેઃ રાજપુર (ગઢ) તા. વડાલી હાલ તા. સતલાસણા મુકામે નીચે પત્રકમાં જણાવ્યા મુજબની ખેતીની જમીનો નવી અવિભાજય શરતે ફાળવવામાં આવેલ છે. જે ફાળવેલ ખેતીની જમીન જુની શરતમાં કરવા માટે અરજદારોએ અલગ અલગ અરજીઓ થી માંગણી કરેલ છે.

નવી અને અવિભાજય શરતે ફાળવેલ જમીનો જુની શરતમાં ફેરવવા આથી હુકમ કરવામાં આવે છે,


આમુખ-૪ માં જણાવેલ સરકાર શ્રીના મહેસુલ વિભાગના તા. ૧૧/૨/૯૭ના ઠરાવ તથા આમુખ-(૫) માં વંચાણે લીધેલ સરકારશ્રીના નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ઠરાવ ક્રમાંક-ક-રહબ/ પરચ/૧૦૯૭/ક, ૫ તા.૨૦/૯/૧૯૯૭.થી ડરેલ જે ગવાઈઓ મુજબ પ્રોજેક્ટના અમલીકરણ માટે ખાતેદારની રહેણાક કે ખેતીની જમીન ડૂબમાં જતાં સંપાદન કરવામાં આવેલ હોય અને પુનઃવસવાટ હેડે આપવા માટે ાણ ધોરણે રહેણાંકની ખેતીની ફાળવેલ હોય તે અસરગ્રસ્તની ડૂબમાં જતી રહેણાંકની ખેતીની જમીન જે સત્તા મા આવેલ હોય તે સત્તા પ્રકારે કરી આપવાની જોગવાઈ કરેલ છે, એટલે કે ખાતેદાર અસરગ્રસ્તની ડૂબમાં જતા રહેણાંકની કે ખેતીની જમીન નવી શરતે આવેલ હોય તો નવી શરતે પુનઃવસવાટની જમીન આપવા અને જૂની શરતની હોય તો જુની શરતે કરી આપવા ઠરાવેલ છે.


પનીપરાંત કરાવોમાં કરેલ જોગવાઈયો આધારે અરજદાર અસરગ્રસ્તોએ આમુખ-(૧) માં જણાવેલ અરજીઓથી તેમની સંપાદન કરવામાં આવેલ મુળની જમીનો જુની શરતની હોવાથી તેમને નવી અને અવિભાજય શરતે રાજપુર (ગઢ) તા. સતલાસણા મુકામે હાલતેલ પુનઃવસવાટની ખેતીની જમીનો સરકારશ્રીના ઠરાવો મુજબ જુની શરતમાં કરી આપવા માંગણી કરેલ છે.


અરજદારશ્રીઓની માંગણી અન્વયે અધિક કલેક્ટરશ્રી (સિંચાઈ) ગાંધીનગરએ આમુખ-૬ માં જણાવેલ તા.૧/૧૦/૨૦૧૧ના પત્રથી અરજદારશ્રીઓને સરકારશ્રીના જાહેર બાંધકામ વિભાગના ઠરાવ ક્રમાંક: ૫૨૫/૨૧૭૦ /૯૯૨૧૦/૪૬ /ક/૨, તા.૧૭/૭/૧૯૭૧ અન્વયે જમીનો ફાળવેલ હોઈ સરકારશ્રીના તા. ૧૧/૬/૧૯૭૯ના ઠરાવ મુજબ કબજા હકકની રકમ વસુલ લેવાની થતી ન હોઈ સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવો મુજબ અરજદારશ્રીઓની જમીન જુની શરતમાં ફેરવવા નિયમોનુસાર ઘટતી કાર્યવાહી કરવા જણાવેલ છે.


ઉપરોક્ત સમગ્ર વિગતે મોજે:-રાજપુર (ગઢ) તા.સતલાસણા ના સ.નં. ૧૨ પૈકીની અત્રેની કચેરીના આમુખ -૩ ના હુકમથી ઉપર પત્રકમાં જણાવેલ અ.નં. ૧ થી ૧૪ ના અસરગ્રસ્તોને તેમના નામ સામે કોલમ ૪ તથા ૫ માં દર્શાવેલ નવી અને અવિભાજય શરતે ફાળવેલ જમીનો જુની શરતમાં ફેરવવા આથી હુકમ કરવામાં આવે છે, અત્રેના તા. ૧/૪/૧૯૭૬ના હુકમનો બાકીની શરતો યથાવત રાખવા કસવવામાં આવે છે.


નવી અને અવિભાજય શરતે ફાળવેલ જમીનો જુની શરતમાં ફેરવવા આથી હુકમ કરવામાં આવે છે,
નવી અને અવિભાજય શરતે ફાળવેલ જમીનો જુની શરતમાં ફેરવવા આથી હુકમ કરવામાં આવે છે,




No comments: