કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે.
ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક:પરચ-૧૦૨૦૦૫-૧૫૧૯-પાર્ટ-૧-ક સચિવાલય, ગાંધીનગર ता.२१/१२/२०२४.
વંચાણે લીધા:
(۹) Notification No.GS/2006/31/ ७५त५/102005/ 1519/K, L.३०/०८/२००६.
(૨) સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ ક્રમાંક: પરચ- ૧૦૨૦૦૫-૧૫૩૨-૭. તા.૩૦/૦૯/૨૦૦૬.
આમુખ ::-
ઉક્ત વંચાણે લીધેલ ક્રમ-૧ પરના સામાન્ય વહીવટ વિભાગના તા.૩૦.૦૯.૨૦૦૬ના જાહેરનામાથી The Gujarat Civil Services Computer Competency Training and Examination Rules 2006* બહાર પાડવામાં આવેલ નિયમો, સરકારી સેવામાં વર્ગ-૧. ૨ અને ૩ ની સેવામાં જોડાતા તમામ સરકારી કર્મચારીઓને લાગુ પાડવામાં આવેલ છે. આ નિયમો હેઠળ વર્ગ-૩ના કર્મચારીઓને ccc કક્ષાની જ્યારે વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓને ccc+ કક્ષાની તાલીમ મેળવી પરીક્ષા પાસ કરવાની રહે છે. સામાન્ય વહીવટ વિભાગના તા.૩૦,૦૯,૨૦૦૬ના ઠરાવથી કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેની જોગવાઇ અનુસાર સરકારી સેવામાં વર્ગ-૧, ૨ અને ૩ ની સેવામાં જોડાતાં તમામ સીધી ભરતીના કર્મચારી/અધિકારીએ તેના અજમાયશી સમયગાળા દરમ્યાન કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરવાની રહે છે. જ્યારે કોઇ સરકારી કર્મચારી/અધિકારી એક સરકારી સેવામાંથી બીજી સરકારી સેવામાં જોડાય ત્યારે તેઓએ અગાઉની સરકારી સેવા દરમ્યાન કોમ્પ્યુટર કૌશલ્યની નિયત કરવામાં આવેલ પરીક્ષા પાસ કરેલ હોય તો પણ આ પરીક્ષા પુન: પાસ કરવાની થાય છે. આથી આવા કર્મચારીઓએ અગાઉની સરકારી સેવા દરમ્યાન જે કોમ્પ્યુટર કૌશલ્યની(ccc/ccc+) પરીક્ષા પાસ કરેલ હોય તે પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી કાળજીપૂર્વક વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
કોમ્પ્યુટર કૌશલ્ય (ccc/ccc+)ની પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો, તેવા કિસ્સામાં જે તે કર્મચારી /અધિકારીએ અગાઉની સેવામાં પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે
ઠરાવ::-
રાજ્ય સરકાર, રાજ્ય સરકાર હસ્તકના કોઇ બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી રાજ્ય સરકાર, રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાં નિમણૂક મેળવતા કર્મચારીએ જો અગાઉની સેવા દરમ્યાન કોમ્પ્યુટર કૌશલ્ય (ccc/ccc+)ની તાલીમ મેળવેલ હોય તથા નિયત પરીક્ષા પાસ કરેલ હોય અને નવી સેવામાં પણ જો તે જ કોમ્પ્યુટર કૌશલ્ય (ccc/ccc+)ની પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો, તેવા કિસ્સામાં જે તે કર્મચારી /અધિકારીએ અગાઉની સેવામાં પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે તથા આવા કર્મચારીને પુનઃ તાલીમ લેવાની તથા પરીક્ષા આપવાની રહેશે નહીં.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.
No comments:
Post a Comment