ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, December 9, 2024

ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.

ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક :RD/GNT/e-file/15/2023/14019/Z(LR) સચિવાલય, ગાંધીનગર તા.૨૯/૧૧/૨૦૨૪

વંચાણે લીધા:

(૧) મહેસૂલ વિભાગનો તા.૨૦/૧૦/૧૯૯૪નો ઠરાવ ક્રમાંક:ગણત/૧૦૯૦/એમ.પી./૪/ઝ

(૨) મહેસૂલ વિભાગનો તા.૨૪/૦૧/૨૦૦૩નો ઠરાવ ક્રમાંક:ગણત/૨૬૯૯/૪૩૪૩/ઝ

(૩) મહેસૂલ વિભાગનો તા.૨૬/૧૨/૨૦૦૮નો ઠરાવ ક્રમાંક:ગણત/૨૬૯૯/૪૩૪૩/ઝ

(૪) મહેસૂલ વિભાગનો તા.૦૧/૦૭/૨૦૦૯નો ઠરાવ ક્રમાંક: ગણત/૨૨૦૯/એમએલએ-૯/ઝ

(૫) મહેસૂલ વિભાગનો તા.૩૧/૦૩/૨૦૧૧નો ઠરાવ ક્રમાંક:ગણત/૨૬૯૯/૪૩૪૩/ઝ (પાર્ટ)

પ્રસ્તાવના :

વંચાણે લીધા ક્રમાંક: (૧) થી (૫) સામે દર્શાવેલ ઠરાવોથી ખેડૂતની તમામ જમીનો સંપાદનમાં જવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની જોગવાઇઓ કરવામાં આવેલ છે. જેમની તમામ જમીન સંપાદનમાં ગયેલ હોય તેવા ખાતેદારો જે તે સમયે અરજી ન કરવાના કારણોસર ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકેલ નથી તેવા ખાતેદારો અથવા તેઓના સીધી લીટીના વારસદારો તરફથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવા અંગેની મળતી રજુઆતો પરત્વે આવા કિસ્સામાં રેકર્ડ આધારિત ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ:-

પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે, તારીખ ૦૧/૦૫/૧૯૬૦ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્તો ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે. આ માટે અરજી કરવાની સમયમર્યાદા, ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખથી એક વર્ષની રહેશે.

ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષની સમયમર્યાદામાં રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે. આ પ્રમાણપત્ર માટેની પાત્રતા અંગે રેકર્ડની કલેક્ટરશ્રીએ જાત ચકાસણી કરવાની રહેશે.

On mature consideration it is finally decided that the affected farmers who have acquired all their land after 01/05/1960 and are yet to obtain farmer certificate will be eligible for farmer certificate. The deadline for applying for this will be one year from the date of promulgation of the resolution.

A farmer who gets a farmer certificate has to purchase agricultural land in the state within a period of three years from the date of the certificate. The Collector of Records shall personally verify the eligibility for this certificate.


No comments: