સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.c.c / C.C.C.. ની ૪૦૦/૪૫૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, December 14, 2024

સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.c.c / C.C.C.. ની ૪૦૦/૪૫૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત.

સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.c.c / C.C.C.. ની ૪૦૦/૪૫૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત.

ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ, ઠરાવ ક્રમાંક:પરચ-૧૦૨૦૧૯-યુઓ-૩૧૩-ક સચિવાલય, ગાંધીનગર તા.૧૫-૧-૨૦

વંચાણે લીધા:

(૧) સા.વ.વિ.ના જાહેરનામાં ક્ર : જીએસ/૨૦૦૬/૩૧/ખતપ/૧૦૨૦૦૫/૧૫૧૯/૩, તા.૩૦/૦૯/૨૦૦૬

(૨) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-ક, તા.૩૦/૦૯/૨૦૦૬

(૩) સા.વ.વિ.નાં ઠરાવ ક્રમાંક : કેપીટી-૧૧૨૦૦૭-૩૦૩૬૨-ક, તા.૦૧/૧૦/૨૦૦૭

(૪) સા.વ.વિ.નાં ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-ક, તા.૧૬/૧૦/૨૦૦૭

(૫) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧-ક, તા.૦૨/૦૧/૨૦૦૯

(૬) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ.૧-ક, તા.૦૭/૦૫/૨૦૧૦

(૭) સા.વ.વિ.નાં ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ.૧-૭, તા.૨૨/૦૬/૨૦૧૦

(૮) શિક્ષણ વિભાગની તજજ્ઞ સમિતિનો તા.૦૫/૧૦/૨૦૧૯નો અભિપ્રાય

આમુખ :

સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓએ ઉકત વંચાણે લીધેલ ક્રમ (૧) પરનાં જાહેરનામાંથી ઘડાયેલ કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓનાં અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C/C.C.C.+ ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. તેમજ ઉકત વંચાણે લીધેલ ક્રમ (૨) પરનાં ઠરાવથી "કોમ્પ્યુટર કૌશલ્ય માટેની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે.

તદનુસાર, સીધી ભરતીથી નિમણૂંક પામેલ અધિકારીઓ/કર્મચારીઓએ તેઓનાં અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ સરકારી સેવામાં રહેલ અધિકારીઓ/કર્મચારીઓએ તેઓની બઢતી / કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C / C.C.C.+ ની ૪૦૦/૪૫૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રોને માન્ય ગણવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

ઠરાવ :-

સરકારી સેવામાં નિમણૂંક પામેલ સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકારશ્રી દ્વારા વખતોવખત માન્યતા પ્રાપ્ત પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C / C.C.C.+ ની ૪૦૦/૪૫૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રો તેઓનો અજમાયશી સમયગાળો પૂર્ણ કરવા માટેની વિચારણા કરવા માટે તેમજ તેઓની બઢતી / ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા માટે માન્ય ગણવાનાં રહેશે.


આ જોગવાઈઓ રાજ્ય સેવા, પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકનાં બોર્ડ / કોર્પોરેશનના અધિકારીઓ / કર્મચારીઓને સમાન ધોરણે લાગૂ પડશે.

No comments: