જમીન માપણી કરવા માટેની IORA પોર્ટલ પર i-mojni એપ્લીકેશનમાં હિસ્સા માપણી તથા બીનખેતી માપણીની સમયમર્યાદામાં ઘટાડો કરવા તેમજ અરજન્ટ (તાકીદ) ની માપણી કરવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, December 18, 2024

જમીન માપણી કરવા માટેની IORA પોર્ટલ પર i-mojni એપ્લીકેશનમાં હિસ્સા માપણી તથા બીનખેતી માપણીની સમયમર્યાદામાં ઘટાડો કરવા તેમજ અરજન્ટ (તાકીદ) ની માપણી કરવા બાબત.

જમીન માપણી કરવા માટેની IORA પોર્ટલ પર i-mojni એપ્લીકેશનમાં હિસ્સા માપણી તથા બીનખેતી માપણીની સમયમર્યાદામાં ઘટાડો કરવા તેમજ અરજન્ટ (તાકીદ) ની માપણી કરવા બાબત.

परिपत्र ક્રમાંક: RD/MSM/e-file/15/2024/12342/H

પ્રસ્તાવના:

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજી થકી સીધા સંપર્ક વિના (faceless administration) સેવાઓ મળી શકે તે માટે વિવિધ મહેસુલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવેલ છે. જે પૈકી જમીન દફતર ખાતાની કચેરીઓમાં હદ, હિસ્સા અને પૈકી માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયાને IORA પોર્ટલ પર સંદર્ભ-3ના પરિપત્રથી ઓનલાઇન કરવામાં આવેલ છે. ત્યારબાદ સંદર્ભ-૪ વાળા પરિપત્રથી બીનખેતી જમીનની માપણી અરજી પણ IORA પોર્ટલ પર માપણી કામગીરી imojni એપ્લીકેશન મારફતે કરાવવા જોગવાઇ કરવામાં આવેલ છે. આ પરિપત્ર મુજબ બીનખેતી માપણી અરજીની તાકીદની માપણી અરજી ગણાવાની રહેશે અને તે મુજબ સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરવાની સૂચના સહિત ૧ થી ૬ મુદ્દાની વિગતે પરિપત્ર થયેલ છે.

સંદર્ભ-૨ વાળા જાહેરનામાથી ડી.ઈ.લે.રે. કચેરી દ્વારા પુરી પડાતી સેવાઓમાં શીડયુલ 1 સીરીયલ નં.૨ અરજન્ટ માપણીની સમયમર્યાદા ૩૦ દિવસ અને શીડયુલ 1 સીરીયલ નં.3 સાદી માપણી અરજીની સમયમર્યાદા ૬૦ દિવસ નક્કી કરવામાં આવેલ છે.

જમીન માપણી કરવા માટેની IORA પોર્ટલ પર i-mojni એપ્લીકેશનમાં હિસ્સા માપણી તથા બીનખેતી માપણીની સમયમર્યાદામાં ઘટાડો કરવા તેમજ અરજન્ટ (તાકીદ) ની માપણી કરવા બાબત.


અત્રેના પરિપત્ર ક્રમાંક: સીટીએસ/૧૩૨૦૨૦/૧૯૧/હ તા.૦૭/૦૮/૨૦૨૦ થી વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુફેરના હુકમ/પૈકી ગ્રાન્ટના હુકમની હક્ક નોંધ પ્રમાણિત થયા બાદ હિસ્સા ઉપસ્થિત કરાવનાર કે હિસ્સાનો હક્ક પ્રાપ્ત કરનાર હિસ્સા માપણી કરાવ્યા બાદ પુરવણી પત્રક નં.૧૨ અથવા હુકમના કિસ્સામાં કે.જે.પી. આધારે તેની નોંધ ઇ-ધરામાં પડે ત્યારે તેની અસર આપતા સમયે ગામ નમુના નં.૭ પાનીયા અલગ કરવાના રહેશે. તેવી સુચના પરિપત્ર થયેલ છે જે પરિપત્ર અત્રેના પરિપત્ર ક્રમાંક: સીટીએસ/૧૩૨૦૨૨/૧૫૦૮/હ, તા.૨૩/૦૯/૨૦૨૨થી હાલ પુરતો સમગ્ર રાજયમાં મોકુફ રાખવામાં આવેલ છે.


હિસ્સા માપણી આધારે ગામ નમુના નં.૭ના પાનીયા અલગ કરવા હાલ અરજન્ટ માપણી સમય મર્યાદા ૩૦ દિવસ અને સાદી માપણી ૬૦ દિવસ નક્કી થયેલ છે આ સમય મર્યાદાને ઘટાડો કરવામાં આવે તો માપણી થયા બાદ આનુસાંગિક કાર્યવાહી ઝડપી થાય તો સમયમર્યાદા ગામ નમુના નં.૭ના પાનીયા અલગ કરી રેવન્યુ રેકર્ડ અને DSO રેકર્ડ સુસંગતતા જળવાઈ રહે તે જ રીતે બીનખેતી માપણી અરજી સંદર્ભ-૪થી તાકીદની અરજન્ટ માપણી ગણેલ છે જે મુજબ સમયમર્યાદા ૩૦ દિવસ છે. બીનખેતી માપણી આધારે બીનખેતી દુરસ્તી થયા બાદ રેવન્યુ રેકર્ડ તથા DSO રેકર્ડમાં સુસંગતતા જળવાઈ રહે તેમજ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કાર્યવાહી ઝડપી થઇ શકે તે હેતુસર હિસ્સા માપણી અરજી તાકીદની માપણી અરજી ગણવા તેમજ સમયમર્યાદા ૨૧ દિવસ કરવા તેમજ બીનખેતી માપણી અરજી તાકીદની માપણી અરજી ગણવા તેમજ સમયમર્યાદા ૨૧ દિવસ કરવાની બાબત વિચારણા હેઠળ છે.

ગામ નમુના નં.૭ અલગ કરવા માટેની કામગીરી તથા બીનખેતી માપણી થયેથી DSO રેકર્ડ દુરસ્તી KJP વિગેરેની ઝડપી કાર્યવાહી પુર્ણ થાય અને રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં એકસુત્રતા જળવાય તે હેતુસર કાળજીપુર્વક વિચારણા અંતે નીચે મુજબની સુચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે.

પરિપત્ર :

(૧) હિસ્સા માપણીની અરજી અરજન્ટ માપણી તરીકે ગણવાની રહેશે.

(૨) હિસ્સા માપણીની અરજીનો સ્ક્રુટીની થયા બાદ માપણી અરજીના સ્વીકાર થયાના કિસ્સામાં માપણી ફી રીસીપ્ટ જનરેટ થયેથી દિન-૨૧માં નિકાલ કરવાની રહેશે.

(3) i-mojni પોર્ટલ પર બીનખેતીની માપણીની અરજી મળ્યા બાદ સ્ક્રુટીની કામગીરી પુર્ણ થયેથી માપણી ફી ભરપાઈ થયાની ખાત્રી થયેથી દિન-૨૧માં નિકાલ કરવાનો રહેશે.

(૪) બીનખેતી માપણી અરજી અરજન્ટ માપણી તરીકે ગણવાની રહેશે.

(૫) હિસ્સા માપણી તથા બીનખેતી માપણી સિવાય અન્ય માપણી અરજીઓની સમયમર્યાદા અત્રેના તા.૦૭/૦૮/૨૦૨૦ના પરિપત્રના મુદ્દા નં.૬ના પેટા મુદ્દા. ૧ અને ૨ મુજબ યથાવત રહેશે.

(૬) IMojni માં તથા IORAમાં લાગુ પડતા આનુસાંગિક ફેરફાર કરવાની કામગીરી નેશનલ ઇન્ફર્મેટીક સેન્ટર NIC ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તાત્કાલિક કરવાનો રહેશે.

No comments: