📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ
🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી)
👥 વારસાઈ
🤝 જમીન વહેંચણી
✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા
🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ
ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡
જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેની સ્થાવર (જમીન, મકાન, પ્લોટ) કે જંગમ (બેંક એકાઉન્ટ, શેર્સ) મિલકતના તમામ કાયદેસરના વારસદારોની માહિતી આપતા કૌટુંબિક વૃક્ષ અથવા વંશાવળી દર્શાવતા દસ્તાવેજને પેઢીનામું કહે છે. જમીન કે મિલકતમાં વારસાઈ નોંધ માટે પેઢીનામું ફરજિયાત છે.
🔄 નવી વ્યવસ્થા અને વર્તમાન સ્થિતિ
ઓનલાઈન પ્રક્રિયાની તૈયારી: રાજ્ય સરકાર પેઢીનામાની પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન કરવાનું આયોજન કરી રહી છે. આ દરખાસ્ત હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીની રાહમાં છે. મંજૂરી મળતા જ આ સેવા ડિજિટલ પોર્ટલ પર ઉપલબ્ધ થશે.
જોબચાર્ટ અલગ કરાયો: ૧૬ ઓક્ટોબરથી પંચાયત તલાટી અને મહેસૂલી (રેવન્યુ) તલાટીના જોબચાર્ટ સત્તાવાર રીતે અલગ કરી દેવાયા છે.
તલાટીઓની કામગીરી: પંચાયત તલાટીઓ હવે માત્ર ગ્રામ પંચાયત વહીવટ, જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી વગેરે સંભાળશે. જ્યારે રેવન્યુ તલાટીઓ જમીન દફતર, ૭/૧૨ની નોંધો અને સરકારી જમીનનું રક્ષણ જેવી કામગીરી જોશે.
💡 ઓનલાઈન પ્રક્રિયાથી શું ફાયદો થશે?
૧. ઝડપી નિકાલ: અરજદાર ઘરે બેઠા કે ઈ-ગ્રામ કેન્દ્ર (VCE) પરથી મૃત્યુ દાખલો, સોગંદનામું, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો અપલોડ કરીને અરજી કરી શકશે.
૨. તલાટીઓનું ભારણ ઘટશે: રેવન્યુ તલાટીએ સ્થળ પર જઈને લાંબી કાગળ-કારવાહી કરવાને બદલે ડિજિટલ ડેટા અને વેરિફિકેશન આધારે ડિજિટલ સાઈનથી ઝડપી મંજૂરી આપી શકશે.
૩. પારદર્શકતા: ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમથી અરજી કયા સ્ટેજ પર અટકેલી છે તેની માહિતી જાણી શકાશે. ખોટા વારસદારો ઉમેરાવા કે પ્રક્રિયામાં વિલંબ થવાની ફરિયાદો બંધ થશે.
All content available on this website is for information and legal awareness purposes only. This information should not be considered as official legal advice. It is prohibited to use this information to misbehave or pressure any office or official. We do not promote any kind of advertising or financial transaction. The user shall be solely responsible for any personal or financial decisions made based on this platform.
No comments:
Post a Comment