Wednesday, March 30, 2022
New
ખેતીની જમીનોમા વડિલોપાર્જિત , સ્વ - પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો , વહેંચણી કરવી પુન : વહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્ય પધ્ધતિ બાબત .
ખેતીની જમીનોમા વડિલોપાર્જિત ,
સ્વ - પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો ,
વહેંચણી કરવી પુન : વહેંચણી કરવી
તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્ય પધ્ધતિ બાબત.
રાજ્યમાં વડિલોપાર્જિત , સ્વ - પાર્જિત ખેતીની જમીનોમાંથી હક્ક ઉઠાવવો , વહેંચણી કરવી , પુન : વહેંચણી કરવી , હયાતીમાં હક્ક દાખલ કરવા બાબતેની કાર્યપધ્ધતિ અંગે મહેસૂલ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ- ( ૬ ) માં દર્શાવેલ પરિપત્રથી સૂચનાઓ આપવામાં આવેલ . તે અગાઉ પણ ઉપર વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) થી ( ૫ ) ના ઠરાવ / પરિપત્રથી ખેતીની જમીનમાં કૌટુંબિક વહેંચણી અંગે સૂચનાઓ આપવામાં આવેલ વધુમાં ક્રમ- ( ૬ ) ઉપરના પરિપત્રના ફકરા- ( ૭ ) માં સ્પષ્ટપણે જણાવેલ છે કે આ બાબતે કોઈપણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ કોઈ સૂચના / પરિપત્ર / હૂકમો કરવામાં આવ્યા હોય તે રદ કરવામાં આવે છે . તેમજ મહેસૂલ વિભાગના પરામર્શ સિવાય કોઈ સૂચના / માર્ગદર્શન જાહેર નહીં કરવા પણ જણાવેલ છે . આમ છતાં ઉપર વંચાણે લીધેલ ક્રમ- ( ૬ ) ઉપરના પરિપત્રની સૂચનાઓ બાદ પણ ખેડૂત ખાતેદારો તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ આ બાબતે રજૂઆતો કરવામાં આવેલ છે . જેમાં કેટલીક બાબતોમાં વધુ સ્પષ્ટતા કરવા પણ સૂચનાઓ થયેલ છે . આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા પણ ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી આપવાના સમયે અગાઉના સમયમાં થયેલ હક્ક કમી / હક્ક દાખલ / કૌટુંબિક વહેંચણી થયેલ હોય અને તેની નોંધો જે તે સમયે પ્રમાણિત થયેલ હોવા છતાં તેવા કિસ્સાઓમાં સ્ટેમ્પ ડ્યૂટી વસુલવા સંબંધે ગુંચવણો પ્રવર્તે છે .
આ બાબત ધ્યાને લઈને મહેસૂલ વિભાગના ક્રમ- ( ૬ ) ઉપરના પરિપત્રમાં વધારે સ્પષ્ટતા કરવાનું સરકારને જરૂરી જણાયેલ છે . તેથી કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ આથી પરિપત્રિત કરવામાં આવે છે . પરિપત્ર : ( ૧ ) ખેતીની જમીન ધારણકર્તા પોતાની હયાતીમાં તેમના કાયદેસરના વારસદારોને પોતાની ખેતીની જમીનની પ્રથમ વખતની વહેંચણી કરી આપેલ હોય , હયાતીમાં હક્ક દાખલ કરેલ હોય , ખેડૂત ખાતેદારના મૃત્યુબાદ ખેતીની જમીનની વારસાઈ થયેલ હોઇ વારસદારે પોતાનો હક્ક જતો કરેલ હોય તેવાં પ્રકારમાં , પૈસાની લેવડ - દેવડ થયેલ ન હોય તેવી બિન અવેજ કૌટુંબિક વહેંચણીની અને અગાઉ આ પ્રકારની નોંધ પ્રમાણિત થયેલ હોય ત્યારે બિનખેતીની પરવાનગી આપવાના સમયે રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવાનું જણાવવાનું રહેશે નહિ . બધા મહેસૂલ અધિકારીશ્રીઓ અને સુપ્રિ . ઓફ સ્ટેમ્પસ આ સૂચનાનો અમલ થાય તે અંગે તેઓના હસ્તકના કર્મચારીઓ / અધિકારીઓ સમક્ષ આ સૂચના ખાસ ધ્યાન ઉપર લાવવાની રહેશે . ( ૨ ) તા .૧૪ / ૩ / ૧૬ ના પરિપત્રમાં સમયમર્યાદા પાંચ વર્ષની દર્શાવેલ છે તે રદ કરવાની રહેશે . ( ૩ ) ઉપર દર્શાવ્યા સિવાયની મહેસૂલ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ- ( ૬ ) સામેના તા .૧૪ / ૩ / ૨૦૧૬ ના સમાન ક્રમાંક્ના પરિપત્રની અન્ય સૂચનાઓ યથાવત રહેશે . ( ૪ ) આ પરિપત્ર આ વિભાગની સરખા ક્રમાકની ફાઈલ ઉપર નાણા વિભાગની તા .૧૩ / ૧૦ / ૧૭ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે .
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
કૌટુંબિક મિલકતમાં કુટુંબના સભ્યોના હિસ્સા પ્રમાણેનો વહેંચણ લેખ નોંધાવવો જરૂરી નથી ?
કૌટુંબિક મિલકતની વહેંચણી એટલે કુટુંબના વડીલ પોતાની હયાતીમાં કુટુંબની વડીલોપાર્જિત વારસાગત જમીનોની વહેંચણી પોતાના કુટુંબના સભ્યો વચ્ચે કરી આપે અથવા કુટુંબના વડીલ વ્યક્તિના અવસાન થવાને કારણે મરનાર વ્યક્તિની વારસાઈ અંગેની કાર્યવાહી દરમિયાન વારસદારો વચ્ચે સમજૂતી અગર વારસદારો પૈકી પુત્રીઓ પોતાનો હક્ક ભાઈઓની તરફેણમાં છોડી દે વિગેરે જેવી તબદીલીઓ કે જ્યાં નાણાકીય લેવડદેવડ કુટુંબના સભ્યો વચ્ચે થયેલી ન હોય આવી કુટુંબની મિલકતની વહેંચણીને કૌટુંબિક મિલકતની વહેંચણી તરીકે ઓળખાવી શકાય અને કાયદા મુજબ આવી કૌટુંબિક મિલકતની વહેંચણી માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો જરૂરી નથી .
રાજ્યમાં કૌટુંબિક સંબંધોમાં કરવામાં આવતી ખેતીની જમીનની સીધીલીટીના વારસદારો વચ્ચેની તબદીલી અંગેના વ્યવહારોમાં નામ દાખલ કરવાની , નામ રદ કરવાની , કૌટુંબિક વહેંચણી / વારસાઈની પ્રક્રિયા અંગેની પદ્ધતિઓ અન્વયે સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તેમજ રાજ્યમાં આ બાબતે એકસૂત્રતા જળવાય તેમજ ખેડૂતોના ખેતીની જમીન ઉપરના હક્ક સુરક્ષિત રહે તે ધ્યાને રાખીને વડીલોપાર્જિત , સ્વ - પાર્જિત મિલકતો ખેતીની જમીનોમાંથી સીધીલીટીના વારસદારો વચ્ચે હક્ક ઉઠાવવો , વહેંચણી કરવી , પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અને તે બાબતે હક્કપત્રકમાં નોંધો દાખલ કરવા બાબતની મહેસૂલી અધિકારીઓને સૂચના આપતી કાર્યપદ્ધતિ અંગે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક : હકપ - ૧૦૨૦૧૬-૧૦૧૭-૪ , તા.૧૪-૦૩-૨૦૧૬ના રોજથી ખૂબ જ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે . મજકુર પરિપત્રમાં પણ કૌટુંબિક વહેંચણી અંગેની ફેરફાર નોંધો દાખલ કરવા અંગે એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે પિતા / માતા પોતાની હયાતીમાં પોતાના સંતાનોને ખેતીની જમીનની વહેંચણી કરી આપે તે સંજોગોમાં કે પિતાના / માતાના મૃત્યુ બાદ પુત્ર પુત્રીઓની વારસાઈ થયે પુત્રીઓ પોતાનો હક્ક જતો કરે તે સંજોગોમાં જો આ વ્યવહારોમાં પૈસાની લેવડ - દેવડ થયેલ ના હોય તો તેવી કૌટુંબિક વહેંચણી અંગેની નોંધો પ્રમાણિત કરવા રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવા જણાવવાનું નથી તેવી સૂચનાઓ વખતોવખત આપવામાં આવેલ હોવા છતાં આવા વ્યવહારોની નોંધ કરતી વખતે રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે જે ઉચિત નથી . આથી નોંધ પાડવાની તેમજ નોંધ પ્રમાણિત કરવાની સત્તા ધરાવતા સર્વે મહેસૂલી અધિકારીઓને સૂચિત કરવામાં આવેલ છે કે પૈસાની લેવડ - દેવડ થયેલ ના હોય તો તેવી કૌટુંબિક વહેંચણી અંગેની નોંધો પ્રમાણિત કરવા રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવાનું જણાવવાનું નથી .
તેવી જ રીતે વિભાજિત કરાયેલ મિલકતોની યાદીના સ્વરૂપમાં રહેલ કૌટુંબિક વહેંચણનો લેખ નોંધાવવો જરૂરી નથી . કાયદા મુજબ આવી કૌટુંબિક મિલકતની વહેંચણી માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો જરૂરી નથી . તેવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ ( ખંડપીઠ ) દ્વારા થુલસીધારા અને બીજા વિરુદ્ધ નારાયનપ્પા અને બીજા , સિવિલ અપીલ નં . : ૭૮૪ / ૨૦૧૦ ના કામે તા . ૦૧-૦૫-૨૦૧૯ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે ( લેન્ડ લોઝ જજમેન્ટસ , વોલ્યુમ -૧ , ઇશ્યૂ -૬ , જૂન -૨૦૨૦ , પાના નં . ૪૪૫ ) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે .
કાલેના ( ઉપર ટાંકેલ ) કેસમાં આ કોર્ટ દ્વારા નોંધાયા મુજબ , આવી કૌટુંબિક વહેંચણ ભલે નોંધાયેલ ન હોય , તે તેવી કૌટુંબિક વહેંચણના પક્ષકારોની વિરુદ્ધ સંપૂર્ણ વિબંધન તરીકે અમલી બનશે . ઉપરોક્ત નિર્ણયમાં , આ કોર્ટે એસ . શણમુગમ પિલ્લઇ વિ . કે . શણમુગમ પિલ્લઇ , ૧૯૭૩ ( ૨ ) સુ.કો.કે ૩૧૨ ના કેસમાં આપેલ તેના અગાઉના નિર્ણયને ધ્યાને લીધો હતો , કે જેમાં નીચે મુજબ નોંધવામાં આવ્યું હતું : સમન્યાયપાત્ર સિદ્ધાંતો જેવા કે , વિબંધન , પસંદગી , કૌટુંબિક વહેંચણ વગેરે પુરાવાના તકનીકી નિયમો માત્ર નથી . તેઓ ન્યાયના વહીવટમાં યોગદાન આપવાનો મહત્ત્વનો હેતુ ધરાવે છે . કાયદાનો આખરી ઉદ્દેશ ન્યાય સુરક્ષિત કરવાનો છે . તાજેતરના સમયમાં પક્ષકારો વચ્ચે ન્યાય કરવા માટે કોર્ટો ઉદારતાપૂર્વક તે સિદ્ધાંતો ઉપર આધાર રાખી રહી છે . સુબ્રયા એમ . એનના ( ઉપર ટાંકેલ ) કેસમાં , આ કોર્ટ દ્વારા ઠરાવાયા મુજબ , નોંધણી વિના પણ કૌટુંબિક વહેંચણ / કૌટુંબિક વ્યવસ્થાના લેખિત દસ્તાવેજનો ઉપયોગ તે હેઠળ કરવામાં આવેલ વ્યવસ્થા અને પક્ષકારોની વર્તણૂક અંગે સ્પષ્ટીકરણ આપતા અનુરૂપ પુરાવા તરીકે કરી શકાય છે . ઉપરોક્ત કેસ ઉપરથી કહી શકાય કે , કૌટુંબિક મિલકતની વહેંચણી એટલે કુટુંબના વડીલ પોતાની હયાતીમાં કુટુંબની વડીલોપાર્જિત વારસાગત જમીનોની વહેંચણી પોતાના કુટુંબના સભ્યો વચ્ચે કરી આપે અથવા કુટુંબના વડીલ વ્યક્તિના અવસાન થવાને કારણે મરનાર વ્યક્તિની વારસાઇ અંગેની કાર્યવાહી દરમિયાન વારસદારો વચ્ચે સમજૂતી અગર વારસદારો પૈકી પુત્રીઓ પોતાનો હક્ક ભાઈઓની તરફેણમાં છોડી દે વિગેરે જેવી તબદીલીઓ કે જ્યાં નાણાકીય લેવડ દેવડ કુટુંબના સભ્યો વચ્ચે થયેલી ન હોય આવી કુટુંબની મિલકતની વહેંચણીને કૌટુંબિક મિલકતની વહેંચણી તરીકે ઓળખાવી શકાય અને કાયદા મુજબ આવી કૌટુંબિક મિલકતની વહેંચણી માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો જરૂરી નથી . વિભાજિત કરાયેલ મિલકતોની યાદીના સ્વરૂપમાં રહેલ કૌટુંબિક વહેંચણનો લેખ નોંધાવવો જરૂરી નથી .
( લેન્ડ લોઝ જજમેન્ટસ , વોલ્યુમ -૧ , ઇશ્યૂ -૬ , જૂન -૨૦૨૦ , પાના નં . ૪૪૫ )

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
G R
Labels:
G R
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment