ખેતીની જમીન ખરીદતી વખતે રાખવાની થતી તકેદારી - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, October 28, 2021

ખેતીની જમીન ખરીદતી વખતે રાખવાની થતી તકેદારી

( 1 ) નવી અને અવિભાજય સત્તા પ્રકારની જમીનની કોઈપણ પ્રકારની તબદીલી , વિભાજન કે ખેતી સિવાયનો ઉપયોગ કરતાં પહેલા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે . એટલે કે કોઈ શરતભંગ થયેલ નથી તેવી ખાત્રી કરવી જરૂરી છે . હક્કપત્રકમાં ફક્ત નવી શરત એમ લખેલ હોય પણ જમીન નવી અને અવિભાજય સત્તા પ્રકારની છે તેવી કોઈ સાબીત આધાર ઉપલબ્ધ ન થાય તો નવી શરત એટલું લખાણ જમીનનો નવી અને અવિભાજ્ય સત્તાપ્રકારની હોવાનું સાબિત કરવા પુરતો આધાર નથી . ( જુઓ ૧૯૯૭ ( ૩ ) , જીએલઆર , વો .૩૮ ( ૩ ) પેજ .૨૦૧૬ ) 


( 2 ) સગીરોની મિલ્કત તારણમાં મુકતા પહેલા સક્ષમ કોર્ટની મંજુરી મેળવવી જરૂરી છે . 

( 3 ) કોઈ જમીન તારણમાં હોય તો તેવી જમીન ખરીદતા પહેલાં તારણ મુક્ત કરાવવી જરૂરી છે .

( 4 ) ટુકડો જાહેર થયેલી જમીન જોડેના અગર પેટા નંબરના જમીન ધારક સિવાયને વેચી શકાતી નથી કે ખરીદી શકાતી નથી .    

( 5 ) એકત્રીકરણ યોજના હેઠળના ગામોમાં બ્લોક તુટતા હોય તેવી જમીન કલેક્ટરની પૂર્વ મંજુરી વગર વેચાણ થઈ શકે નહીં સિવાય કે વારસાઈના કિસ્સામાં ટુકડો ન થતો હોય તે રીતે બ્લોકનું વિભાજન કે પેટા વિભાગ કલેક્ટરની પૂર્વ મંજુરી વગર કરી શકાય છે . 

( 6 ) આદિજાતી ઈસમોની જમીનો વેચવા ઉપર પ્રતિબંધ હોઈ લઈ શકાતી નથી સિવાય કે અમુક સંજોગોમાં પુર્વમંજુરી મેળવી હોય . 

( 7 ) વારસાઈ કે કૌટુંબિક વહેંચણ કે મોહમેડન લો હેઠળ કબજા સહિત કરેલી મૌખિક બક્ષીસ સિવાયની જમીનની અન્ય તબદીલીઓ કરવા માટે રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવો ફરજીયાત છે . 

( 8 )  બીનખેડૂત હોય તેવી વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતી નથી . જો ખેતીની જમીન ધારણકર્તાન હોય અને વાર્ષિક આવક રૂ।.૫,૦૦૦ થી ઓછી હોય તો કલેક્ટરની પુર્વ મંજુરી મેળવી જમીન ખરીદી શકાય .  

( 9 )  ખેતી જમીનની નિયત ટોચમર્યાદા ક્ષેત્ર કરતા વધુ જમીન ધારણ કરવી તે કાયદા વિરુદ્ધ છે . તેવા ખાતેદારે સક્ષમ અધિકારીને નિયત સમયમાં જાણ કરી જરૂરી નિર્ણય મેળવ્યા પછી જ રાખવાપાત્ર જમીન માટેજ તબદીલી વ્યવહાર શક્ય બને છે . 

( 10 ) દસ્તાવેજ કરતી વખતે બોમ્બે સ્ટેમ્પ એક્ટ હેઠળ નિયત થયેલી જંત્રી કિંમતથી ઓછી કિંમતનો દસ્તાવેજ નોંધી શકાતો નથી . 

( 11 ) સહકારી સંસ્થાઓના ધીરાણ - બોજાવાળી જમીનના દસ્તાવેજ નોંપાય તો પણ તે ફોક દસ્તાવેજ હોઈ તેવું ધીરાણ તારણ રદ થયા પછી જ વેચાણ વ્યવહાર શક્ય બને છે .

No comments: