રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની રેવન્યૂ રેકર્ડ પર લાંબા સમય સુધી નોંધ પાડવાની રહી જવાથી મૂળ જમીન માલિકને તેવી જમીન પ્રત્યે કોઈ હક્ક , અધિકાર પ્રાપ્ત થતાં નથી
જ્યારે જમીનમિલકત અંગે કોઈ વ્યક્તિની તરફેણમાં તબદીલીનો થાય છે અને રજિસ્ટર્ડ દસ્તાવેજ થઈ ગયા બાદ મ આ વેચાણ વ્યવહારની નોંધ ગામના રેવન્યૂ રેકર્ડમાં કરાવવામાં આવતી હોય છે . જેમાં જમીન મિલકતના માલિક વેચાણ આપનારનું નામ કરવામાં આવે છે . જમીન / મિલકત ખરીદનારનું નામ માલિક તરીકે દાખલ કરવામાં આવે હાલના સમયમાં જમીન / મિલકતોની કિંમતો ખૂબ જ વધી ગયેલ છે અને તેના કારણે જમીન પ્રકરણો અને તકરારો પણ ખૂબ જ વધવા પામેલ મિલકતો અંગે હક્ક બાબતેના દાવા - કૂવીના જમીન / મિલકત અને જ્યારે કોઈ અંગે રજિસ્ટર્ડ તબદીલીના લેખો થઈ ગયેલ હોય પરંતુ તેવા તબદીલીના લેખની નોંધ રેવન્યૂ રેકર્ડમાં દાખલ કરવાની રહી ગયેલ હોય તેના કારણે તેવી મિલકતના તબદીલ કરનાર યાને મૂળ માલિકનું નામ રેવન્યૂ રેકર્ડ ૭ / ૧૨ માં કમી ન થયેલ હોય અને મૂળ જમીન માલિકોના નામો ચાલુ રહેલ હોય ઘણીવાર વેચાણ આપનાર આવી વેચાણ કરી દીધેલ જમીનનો ફરી વ્યવહાર વ્યવસ્થા કરતા હોય છે અથવા ત્યારબાદ તેવી મિલકત તબદીલ કરનાર યાને મૂળમાલિકનું અવસાન થવાથી તેઓના વારસદારો રેવન્યૂ રેકર્ડમાં વારસાઈ કરાવી પોતાના નામો દાખલ કરાવતા છે અને આવી વારસાઈના આધારે પડેલ રેવન્યૂ રેકર્ડની નોંધથી દાખલ થયેલ વારસદારો આવી વેચાણ કરી દીધેલ જમીનનો ફરી વ્યવહાર , વ્યવસ્થા , વેચાણ , તબદીલ કરાવતા છે અને આવા કિસ્સામાં રજિસ્ટર્ડ દસ્તાવેજ આધારે ખરીદનારા અને વારસાઈ આધારે નામ દાખલ થનારા ઇસમો વચ્ચે તકરારો , દાવાદૂવીના પ્રકરણો ઉપસ્થિત થાય છે .
એક્વાર કોઈ જમીન મિલકતના મૂળ માલિક દ્વારા પોતાના હક્કની રજિસ્ટર્ડ લેખ દ્વારા તબદીલી કરવામાં આવે ત્યારબાદ તેવા મૂળ માલિકના યાતેઓના વારસદારોના તેવી મિલક્તના તમામ હક્કોનો અંત આવે છે . જમીન મહેસૂલ કાયદાની કલમ -૧૩ પ ( સી ) ના પરંતુક ( ૨ ) યાને અપવાદ મુજબ ઃ રજિસ્ટર થયેલ દસ્તાવેજની રૂએ હક્ક સંપાદન કરતી હોય તેવી કોઈ વ્યક્તિ તલાટીને હક્ક સંપાદનનો રિપોર્ટ કરવાની ફરજમાંથી મુક્ત , એટલે કે રેવન્યૂ એકાઉન્ટ મેન્યુઅલના ગામના નમૂના નં . ૬ નીચેના ફકરા ૩૧ પ્રમાણે રજિસ્ટ્રાર મામલતદાર દ્વારા દર માસે મળેલ રજિસ્ટર દસ્તાવેજની યાદીને જ એન્ટ્રી પાડવાની વરધી ગણીને તલાટીએ એન્ટ્રી પાડવાની હોય છે . જોકે જાહેર નોટિસની પ્રસિદ્ધિ તથા વ્યક્તિગત નોટિસોની બજવણી વગેરે કાર્યવાહી તો ધોરણસર કરવાની જ હોય છે . યાને કોઈ જમીન મિલકત વેચનાર મૂળ માલિક દ્વારા રજિસ્ટર્ડ દસ્તાવેજ થયા બાદ તેવા તબદીલીની નોંધ કરવાની ફરજ રેવન્યૂ યાને મહેસૂલ અધિકારીઓની જ હોય છે . એકવાર કોઈ જમીન મિલકતના મૂળ માલિક દ્વારા પોતાની હક્કની રજિસ્ટર્ડ લેખ દ્વારા તબદીલી કરવામાં આવે ત્યારબાદ તેવા મૂળ માલિકના થા તેઓના વારસદારોના તેવી મિલકતના તમામ હક્કોનો અંત આવે છે . તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇ કોર્ટે ડાહ્યાભાઈ છીતુભાઈ રાઠોડ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત , સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં . ૮૬૧૮/૨૦૧૧ તા . ૨૮ / ૦૨ / ૨૦૨૦ ના રોજના હુકમથી તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે . ( ક્રમશ :)
No comments:
Post a Comment